મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

શું વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળશે? આ સમયે આવશે નિર્ણય

ભારતીય રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિક ફાઈનલમાંથી ડિસક્વોલીફાય કરવા સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્

શું વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળશે? આ સમયે આવશે નિર્ણય

ભારતીય રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિક ફાઈનલમાંથી ડિસક્વોલીફાય કરવા સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) શનિવાર રાત સુધીમાં પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. પેરિસથી આવી રહેલા અહેવાલો અનુસાર CASએ માહિતી આપી છે કે આ કેસની સુનાવણી ભારતીય સમય અનુસાર રાત્રે 9:30થી 10 વાગ્યાની વચ્ચે થશે. CASનો આ નિર્ણય નક્કી કરશે કે વિનેશ ફોગાટને ઓલિમ્પિક મેડલ મળશે કે નહીં. વિનેશ ફોગાટે માંગ કરી છે કે તેણીને સિલ્વર મેડલ આપવામાં આવે કારણ કે સેમીફાઈનલ સુધી તેનું વજન નિયમો મુજબ હતું. વિનેશ ફોગાટને ફાઈનલની સવારે 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગોલ્ડ મેડલ વિજેતા સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે ડિસક્વોલીફાય કરવામાં આવી હતી, જેની સામે ભારતીય રેસલરે અપીલ કરી છે.

શું છે વિનેશ ફોગાટની દલીલ?

વિનેશ ફોગાટે CASમાં દલીલ કરી હતી કે સેમીફાઈનલમાં જીત મેળવી ત્યાં સુધી, તેનું વજન નિર્ધારિત મર્યાદામાં હતું, તેથી તેને સિલ્વર મેડલ મળવો જોઈએ. ભારતીય ઓલિમ્પિક સંઘે આશા વ્યક્ત કરી છે કે આ કેસમાં નિર્ણય વિનેશના પક્ષમાં આવશે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવે છે તો તે સિલ્વર મેડલ મેળવી શકે છે.

અમન સેહરાવત વિનેશની જેમ મુશ્કેલીમાં હતો

વિનેશ ફોગાટની જેમ 57 કિગ્રા કુસ્તી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અમન સેહરાવતનું વજન પણ ઘણું વધી ગયું હતું. અહેવાલો અનુસાર, બ્રોન્ઝ મેડલ મેચ પહેલા અમનનું વજન 61.5 કિલો સુધી પહોંચી ગયું હતું. પરંતુ આ ખેલાડીએ આખી રાત મહેનત કરીને 4 કિલોથી વધુ વજન ઘટાડ્યું. તેણે આખી રાત કસરત અને કાર્ડિયો અને સૌના બાથના ઘણા સેશન પણ લીધા, જેના પછી તે વજન ઘટાડવામાં સફળ રહ્યો. સૌથી મોટી વાત એ છે કે અમને માત્ર 10 કલાકમાં આ વજન ઘટાડ્યું હતું.

આ સમાચાર શેર કરો