મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics 2024 / સીન નદીમાં સ્વિમિંગ કર્યા બાદ બીમાર પડી આ એથ્લેટ, ઈવેન્ટમાંથી બહાર થઈ આખી ટીમ

પેરિસ ઓલિમ્પિક દરમિયાન સીન નદીના પ્રદૂષણનો મુદ્દો ફરી ગંભીર બન્યો છે. પેરિસની સીન નદી

Paris Olympics 2024 / સીન નદીમાં સ્વિમિંગ કર્યા બાદ બીમાર પડી આ એથ્લેટ, ઈવેન્ટમાંથી બહાર થઈ આખી ટીમ

પેરિસ ઓલિમ્પિક દરમિયાન સીન નદીના પ્રદૂષણનો મુદ્દો ફરી ગંભીર બન્યો છે. પેરિસની સીન નદીમાં સ્વિમિંગ કર્યા બાદ બેલ્જિયમની એક એથ્લેટ બીમાર પડી હતી. આ પછી, બેલ્જિયમની મિક્સ્ડ રિલે ટ્રાયથલોન ટીમ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે.

બેલ્જિયમ ઓલિમ્પિક સમિતિએ એક નિવેદન જારી કરીને કહ્યું કે બુધવારે મહિલા ટ્રાયથલોનમાં ભાગ લેનાર તેની એથ્લેટ ક્લેર મિશેલ બીમાર પડી ગઈ છે. આ કારણે તેની ટીમે મિક્સ્ડ રિલે ટ્રાયથલોનમાંથી ખસી જવું પડશે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સના આયોજકોએ મિશેલની બીમારી અંગે તાત્કાલિક કોઈ નિવેદન બહાર પાડ્યું ન હતું. પરંતુ બાદમાં જણાવ્યું હતું કે આ ઈવેન્ટ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ થશે, બેલ્જિયમે પણ ક્લેર મિશેલની બીમારી વિશે વિગતવાર માહિતી નથી આપી.

ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ સીન નદીના પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. આ નદી પર ઓલિમ્પિક ઈવેન્ટ્સ યોજાય છે. તાજેતરમાં, પેરિસના મેયરે પાણીની સ્વચ્છતાની સાક્ષી આપવા માટે નદીમાં છલાંગ લગાવી હતી. આમ છતાં, ઓલિમ્પિક પહેલા ટ્રાયથલોન માટેના પ્રેક્ટિસ સેશન રદ કરવા પડ્યા હતા.

આ સમાચાર શેર કરો