મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

VIDEO / ઓલિમ્પિકમાં મેડલ જીતવાની ઉજવણી કરવી ભારે પડી, ડિસલોકેટ થઈ ગયો ખભો

પેરિસમાં ચાલી રહેલા 2024 ઓલિમ્પિકમાં વિવિધ દેશોના ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 117

VIDEO / ઓલિમ્પિકમાં મેડલ જીતવાની  ઉજવણી કરવી ભારે પડી, ડિસલોકેટ થઈ ગયો ખભો

પેરિસમાં ચાલી રહેલા 2024 ઓલિમ્પિકમાં વિવિધ દેશોના ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 117 ખેલાડીઓની ભારતીય ટુકડી પણ અહીં પહોંચી ગઈ છે. ભારતના ખાતામાં ત્રણ મેડલ આવ્યા છે, તેવી જ રીતે અન્ય દેશોના ખેલાડીઓ પણ મેડલ જીત્યા બાદ ખુશ છે. તેવી જ રીતે માલ્ડોવાના જુડો ખેલાડી આદિલ ઓસ્માનોવે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જીત બાદ તેણે એવી રીતે ઉજવણી કરી કે તેનો ખભો ડિસલોકેટ થઈ ગયો. ઓસ્માનોવાને આવી રીતે  ઉજવણી કરવી ભારે પડી.

આદિલે 73 કિગ્રા વર્ગમાં ઈટાલીના મેન્યુઅલ લોમ્બાર્ડને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેડલ જીત્યા બાદ માલ્ડોવાનો ખેલાડી ખૂબ જ ઉત્સાહિત દેખાતો હતો. મેડલ જીત્યા બાદ આદિલ પહેલા ખુશીથી કૂદી પડ્યો અને ઘૂંટણિયે બેસી ગયો. ત્યારપછી તેણે પોતાનો હાથ હવામાં જોરથી માર્યો, જેના કારણે તેનો ખભો ડિસલોકેટ થઈ ગયો. આ પછી આદિલે ખૂબ પીડામાં હોવાનું જણાયું હતું.

પછી તે તેના ખભાને પકડીને બાકીના ખેલાડીઓ સાથે પોડિયમ પર ગયો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આદિલને ઓલિમ્પિક પહેલા ખભાની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. આટલું જ નહીં તે મેચ પહેલા બીમારીથી પણ ઝઝૂમી રહ્યો હતો. મેચ બાદ આદિલે કહ્યું, "તે ખૂબ જ મુશ્કેલ હતું. વોર્મ-અપ દરમિયાન મને સારું ના હતું લાગી રહ્યું. જોકે મારી સાથે આ પહેલા પણ આવું બન્યું છે અને ત્યારે પણ મને મેડલ મળ્યો હતો. મારી પાસે મેચમાંથી ખસી જવાનો કોઈ વિકલ્પ નહોતો."

સ્વર્ગસ્થ પિતાને મેડલ સમર્પિત કર્યો 

મેડલ તેના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરતા આદિલ ઓસ્માનોવાએ કહ્યું, "મારા પિતાએ પોતે ઓલિમ્પિકમાં પહોંચવાનું સપનું જોયું હતું. પૈસાની અછતને કારણે તેઓ ઓલિમ્પિકમાં પહોંચી ન હતા શક્યા. આ પછી તેમનું સપનું હતું કે તેમનું એક બાળક ઓલિમ્પિકમાં પહોંચે અને મેડલ જીતે. આજે તેમનું સ્વપ્ન સાકાર થયું છે."

આ સમાચાર શેર કરો