મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics 2024 / સાત્વિકસાઈરાજ અને ચિરાગને લાગ્યો મોટો ઝટકો, બીજા રાઉન્ડની મેચ રદ્દ; જોખમમાં છે મેડલ

ભારતીય બેડમિન્ટન સ્ટાર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મોટો ઝટકો લાગ્યો છ

Paris Olympics 2024 / સાત્વિકસાઈરાજ અને ચિરાગને લાગ્યો મોટો ઝટકો, બીજા રાઉન્ડની મેચ રદ્દ; જોખમમાં છે મેડલ

ભારતીય બેડમિન્ટન સ્ટાર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીની આગામી મેચ રદ્દ કરવામાં આવી છે. ભારતની બેડમિન્ટન મેન્સ ડબલ્સની પ્રથમ મેચમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ કોર્વી લુકાસ અને લેબર રોનનની ફ્રેન્ચ જોડી સામે 2-0, 21-17, 21-14થી શાનદાર જીત નોંધાવી હતી. પહેલી જીત બાદ ભારતીય જોડી પાસેથી બેડમિન્ટનમાં મેડલની આશા વધી ગઈ હતી, પરંતુ હવે આ જોડીની બીજી મેચ રદ્દ થવાને કારણે મેડલ જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે.

27મી જુલાઈએ પ્રથમ મેચ જીત્યા બાદ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ આજે એટલે કે 29મી જુલાઈ, સોમવારના રોજ​​ બીજી મેચ જર્મનીના માર્વિન સીડેલ અને માર્ક લેમ્સફૂસની જોડી સામે રમવાની હતી. બંને વચ્ચે આ મેચ બપોરે 12 વાગ્યાથી થવાની હતી, જે રદ્દ કરવામાં આવી છે. ચાલો તમને જણાવીએ આ મેચ રદ્દ શા માટે કરવામાં આવી છે.

જર્મનીના માર્ક લેમ્સફૂસે ઘૂંટણની ઈજાને કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશને માર્ક લેમ્સફૂસનું નામ પાછું ખેંચવાની માહિતી આપી હતી. લેમ્સફૂસની ઈજાને કારણે, જર્મન જોડીની આગામી બે મેચો પણ રદ્દ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બેડમિન્ટન મેન્સ ડબલ્સના ગ્રુપ Cમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી હાજર છે.

મેડલ માટે છેલ્લી મેચ જીતવી જરૂરી

પ્રથમ મેચમાં શાનદાર જીત નોંધાવનાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી વધુ બે મેચ રમવાની હતી, પરંતુ બીજી મેચ રદ્દ થવાને કારણે ભારતીય જોડી હવે માત્ર એક જ મેચ રમશે. સાત્વિકસાઈરાજ અને ચિરાગે તેમની મેડલની આશા જીવંત રાખવા માટે કોઈપણ ભોગે છેલ્લી મેચ જીતવી પડશે. સાત્વિકસાઈરાજ અને ચિરાગની ભારતીય જોડી તેમની આગામી અને છેલ્લી મેચ 30 જુલાઈ, મંગળવારના રોજ ઈન્ડોનેશિયાના અલ્ફિયાન ફજર અને અર્દિયાંતો મુહમ્મદ રિયાનની જોડી સામે રમશે.

આ સમાચાર શેર કરો