Paris Olympic / 27 મિનિટમાં મેચ સમાપ્ત, પ્રથમ મેચમાં પીવી સિંધુનો વિસ્ફોટક વિજય, ઈલાવેનિલ પણ આગળ
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની નજર તેના બીજા દિવસની રમતની પ્રથમ મોટી મેચ તરફ છે. ભારતીય ચાહકોની નજર બેડમ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની નજર તેના બીજા દિવસની રમતની પ્રથમ મોટી મેચ તરફ છે. ભારતીય ચાહકોની નજર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની મેચ પર ટકેલી છે. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર આ ભારતીય સુપરસ્ટાર ખેલાડી આ વખતે ત્રીજો મેડલ જીતીને ઈતિહાસ રચવાનો ઈરાદો ધરાવે છે. પીવી સિંધુ મહિલા સિંગલ્સના ગ્રુપ સ્ટેજમાં માલદીવની ફાતિમથ નબાહ અબ્દુલ રઝાક સામે જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી છે. સિંધુએ પહેલી ગેમ 21-9થી જીતી હતી, જ્યારે બીજી ગેમ 21-6થી જીતી હતી. સિંધુએ આ મેચ માત્ર 27 મિનિટમાં ખતમ કરી દીધી હતી.
ઈલાવેનિલ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે છે
10 મીટર એર રાઈફલ મહિલા સિંગલ્સમાં ભારતની ઈલાવેનિલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. તે સતત સારું રમી રહી છે. ઈલાવેનિલ હવે નંબર વન પર આવી ગઈ છે. ઈલાવેનિલ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે છે. આ ઈવેન્ટમાં ટોપ-8 એથ્લેટ્સ ફાઈનલ માટે ક્વોલિફાય થશે.




