Paris Olympic 2024 / આજે મેડલની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે મનુ ભાકર, જાણો 8મા દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ
આજે એટલે કે 03 ઓગસ્ટ પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક 2024નો 8મો દિવસ હશે. આ પહેલા 7મા દિવસે ભારતને તીરંદાજીમાં મોટ

આજે એટલે કે 03 ઓગસ્ટ પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક 2024નો 8મો દિવસ હશે. આ પહેલા 7મા દિવસે ભારતને તીરંદાજીમાં મોટી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તીરંદાજીમાં ધીરજ બોમ્મદેવરા અને અંકિતા ભક્તની મિક્સ્ડ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ હારી ગઈ હતી. પરંતુ આજે ભારતને કુલ ચાર મેડલ મળવાની આશા છે. મનુ ભાકર શૂટિંગમાં પહેલું ગોલ્ડ લાવી શકે છે.
મનુ ભાભાકરે આ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને આ વખતે તેની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મનુ પોતે પણ 25 મીટર પિસ્તોલની ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીતવા માંગશે. મનુ બપોરે 1 વાગ્યાથી એક્શનમાં જોવા મળશે.
આ સિવાય ભજન કૌર અને દીપિકા કુમારી વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ આર્ચરીમાં ગોલ્ડ અથવા બ્રોન્ઝ મેડલ પર લક્ષ્ય રાખી શકે છે. જોકે, તેમને ગોલ્ડ અથવા બ્રોન્ઝ જીતવા માટે પહેલા ક્વોલિફાય થવું પડશે. ત્યારબાદ સ્કીટ શૂટિંગમાં અનંતજીત સિંહ નારુકા પાસેથી ત્રીજા મેડલની અપેક્ષા રાખવામાં આવશે. જો અનંતજીત સિંહ મેન્સ સ્કીટની ફાઈનલમાં ક્વોલિફાય થાય છે તો તે મેડલ લાવી શકે છે. એથ્લેટિક્સના મેન્સ શોટ પુટમાં તજિન્દરપાલ સિંહ તૂર પાસેથી બાકીના દિવસના ચોથા મેડલની અપેક્ષા રાખી શકાય છે. જોકે, ગોલ્ડ જીતવા માટે તજિન્દરપાલ સિંહ તૂરે પહેલા ફાઈનલ મેચ માટે ક્વોલિફાય કરવું પડશે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું શેડ્યૂલ આજે (03 ઓગસ્ટ)
શૂટિંગ
- વિમેન્સ સ્કીટ ક્વોલિફિકેશન ડે 1 - રાયઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ - બપોરે 12:30 કલાકે.
- મેન્સ સ્કીટ ક્વોલિફિકેશન ડે 2 - અનંતજીત સિંહ નારુકા - બપોરે 12:30 કલાકે.
- વિમેન્સ 25 મીટર પિસ્તોલ ફાઈનલ - મનુ ભાકર - બપોરે 1:00 કલાકે.
- મેન્સ સ્કીટ ફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે) - સાંજે 7:00 કલાકે.
ગોલ્ફ
- મેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 3 - શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર - બપોરે 12:30 કલાકે.
તીરંદાજી
- વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ રાઉન્ડ ઓફ 16 - દીપિકા કુમારી vs મિશેલ ક્રોપેન (GER) - બપોરે 1:52 કલાકે.
- વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ રાઉન્ડ ઓફ 16 - ભજન કૌર vs દયાનંદ ચોઇરુનિસા (INA) - બપોરે 2:05 કલાકે.
- વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ્સ (ક્વોલિફિકેશનના આધારે) - સાંજે 4:30 કલાકે.
- વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ સેમીફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે) - સાંજે 5:22 કલાકે.
- વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ બ્રોન્ઝ મેડલ મેચ (ક્વોલિફિકેશનના આધારે) - સાંજે 6:03 કલાકે.
- વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ ગોલ્ડ મેડલ મેચ (ક્વોલિફિકેશનના આધારે) - સાંજે 6:16 કલાકે.
સેલિંગ
- મેન્સ ડીંગી રેસ 5 - વિષ્ણુ સરવનન - બપોરે 3:45 કલાકે.
- મેન્સ ડીંગી રેસ 6 - વિષ્ણુ સરવનન - રેસ 5 પછી.
- વિમેન્સ ડીંગી રેસ 4 - નેત્રા કુમાનન - બપોરે 3:35 કલાકે.
- વિમેન્સ ડીંગી રેસ 5 - નેત્રા કુમાનન - રેસ 4 પછી.
- વિમેન્સ ડીંગી રેસ 6 - નેત્રા કુમાનન - રેસ 5 પછી.
બોક્સિંગ
- મેન્સ 71 કિગ્રા ક્વાર્ટર-ફાઈનલ - નિશાંત દેવ vs માર્કો અલોન્સો વર્ડે અલ્વારેઝ - મોડી રાત્રે 12:18 કલાકે (4 ઓગસ્ટ).






