મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

શું આજે કુસ્તીમાં મેડલની રાહનો અંત આવશે? આવું હશે પેરિસ ઓલિમ્પિકના 14મા દિવસે ભારતનું શેડ્યૂલ

પેરિસ ઓલિમ્પિકના 13મા દિવસે ભારતીય ખેલાડીઓએ દેશ માટે બે મેડલ જીત્યા. નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જી

શું આજે કુસ્તીમાં મેડલની રાહનો અંત આવશે? આવું હશે પેરિસ ઓલિમ્પિકના 14મા દિવસે ભારતનું શેડ્યૂલ

પેરિસ ઓલિમ્પિકના 13મા દિવસે ભારતીય ખેલાડીઓએ દેશ માટે બે મેડલ જીત્યા. નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે હોકી ટીમે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે, ભારત પાસે હવે કુલ 5 મેડલ છે અને આપણો દેશ ટેલીમાં 64મા સ્થાને છે. ગેમ્સના આ મહાકુંભમાં હવે માત્ર 3 દિવસની રમત બાકી છે. 9 ઓગસ્ટના રોજ, ભારત 3 રમતોમાં ભાગ લેશે, જેમાં એથ્લેટિક્સની બે ઈવેન્ટ અને કુસ્તી અને ગોલ્ફની 1-1 ઈવેન્ટનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન ભારત પાસે કુસ્તીમાં મેડલ જીતવાની તક હશે.

અમન સહરાવત કુસ્તીમાં મેડલ મેળવી શકે છે

પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. તમામ ભારતીય રેસલરને મેડલ વિના પરત ફરવું પડ્યું હતું. વિનેશ ફોગાટ પાસે ગોલ્ડ જીતવાની તક હતી, પરંતુ તે ડિસક્વોલીફાય થઈ ગઈ. જો કે, ભારત પાસે હજુ પણ આ રમતમાં મેડલ મેળવવાની તક છે. અમન સહરાવત કમાલ કરી શકે છે. અમન સહરાવતની પેરિસ ઓલિમ્પિકમાં પહોંચવાની સફર ઘણી જોરદાર રહી છે. તેણે રાષ્ટ્રીય ટ્રાયલ્સમાં અનુભવી રેસલર રવિ દહિયાને હરાવ્યો હતો, જેણે ટોક્યો ઓલિમ્પિકમાં આ કેટેગરીની ફાઈનલમાં સ્થાન બનાવીને ઇતિહાસ રચ્યો હતો અને પછી સિલ્વર મેડલ જીતીને પરત ફર્યો હતો.

અમને પેરિસમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. અમન 3 વખતના વિશ્વ ચેમ્પિયનને તેની પ્રારંભિક રાઉન્ડની મેચોમાં હરાવીને સેમીફાઈનલમાં પહોંચ્યો હતો. જોકે, સેમીફાઈનલમાં તેને જાપાનના હિગુચીના હાથે માત્ર 1 મિનિટ અને 14 સેકન્ડમાં 10-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 9 ઓગસ્ટે અમન પાસે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. રાત્રે 9:45 વાગ્યાથી બ્રોન્ઝ મેડલ મેચમાં તેનો મુકાબલો પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝ સામે થશે.

ગોલ્ફ અને એથ્લેટિક્સ

વિમેન્સ ગોલ્ફનો બીજો રાઉન્ડ 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થયો. આ દિવસે, બંને ભારતીય ગોલ્ફરો અદિતિ અશોક અને દીક્ષા ડાગર 14મા ક્રમે છે. હવે 9 ઓગસ્ટે તે ત્રીજા રાઉન્ડ માટે ઉતરશે. આ મેચ બપોરે 12:30 કલાકે શરૂ થશે. ભારતીય ખેલાડીઓ બે એથ્લેટિક્સ ઈવેન્ટમાં પણ ભાગ લેવાના છે. 4*400 રિલે રેસમાં ભારતીય વિમેન્સ ટીમ બપોરે 2:30 વાગ્યાથી પ્રથમ રાઉન્ડમાં ભાગ લેશે. આ જ ઈવેન્ટમાં મેન્સ ટીમ બપોરે 2:35 કલાકે પ્રથમ રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે.

આ સમાચાર શેર કરો