મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic / ઈતિહાસ રચવાથી ચુકી મનુ ભાકર, 25 મીટર પિસ્તોલમાં ચોથા સ્થાને રહી

ભારતની શૂટિંગ સ્ટાર મનુ ભાકર ઈતિહાસ રચવાથી ચુકી ગઈ. 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ચોથા ક્રમે રહી હત

Paris Olympic / ઈતિહાસ રચવાથી ચુકી મનુ ભાકર, 25 મીટર પિસ્તોલમાં ચોથા સ્થાને રહી

ભારતની શૂટિંગ સ્ટાર મનુ ભાકર ઈતિહાસ રચવાથી ચુકી ગઈ. 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ચોથા ક્રમે રહી હતી. મનુ ભાકર માત્ર એક પોઈન્ટથી પેરિસ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ જીતવાથી ચુકી ગઈ. 

ચોથા સ્થાને રહી મનુ

મનુ ભાકર ચોથા સ્થાને રહી હતી. આઠ સિરીઝ પછી, મનુ અને હંગેરીની વેરોનિકા મેજરના સમાન 28-28 પોઈન્ટ હતા. આવી સ્થિતિમાં શૂટઓફ થયો, જેમાં મનુને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તે મેડલની હેટ્રિક ન લગાવી શકી. મનુ પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગ ઈવેન્ટ્સમાં બે મેડલ જીતી છે. 

પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતી છે મનુ

આજે ભલે મનુ ભાકર મેડલ જીતવાથી ચુકી હોય, પરંતુ તેણે પેરિસ ઓલિમ્પિકમાં આ પહેલા જ બે મેડલ જીતી લીધા છે. તેણે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલમાં અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં બ્રોન્ઝ જીત્યો છે. 

આ સમાચાર શેર કરો