Paris Olympic 2024 / મનુ ભાકરનું શાનદાર પ્રદર્શન, 10 મીટર એર પિસ્તોલની ફાઈનલમાં પહોંચી
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 6 સિરીઝમાં

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 6 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને 580 પોઈન્ટ સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે રિધમ સાંગવાન 15મા સ્થાને રહી, જેના કારણે તે મેડલ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. મનુ હવે 28 જુલાઈએ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે.
મેન્સ ટેનિસ ડબલ્સની મેચમાં વિક્ષેપ
મેન્સ ટેનિસ ડબલ્સની મેચ હજુ શરૂ થઈ નથી. આ મેચ રોહન બોપન્ના-એન. શ્રીરામ બાલાજી અને એડૌર્ડ રોજર-વેસેલિન-ફેબિયન રેબૌલ (ફ્રાન્સ) વચ્ચે યોજાવાની છે, પરંતુ વરસાદને કારણે રમતમાં વિક્ષેપ પડ્યો છે.




