મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

લવલીના પર ભારે પડી ચીનની ખેલાડી, ક્વાર્ટર ફાઈનલ હારતા બોક્સિંગમાં મેડલની આશા તૂટી

પેરિસ ઓલિમ્પિકમાં બોક્સિંગને લઈને ભારત માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં દેશ માટ

લવલીના પર ભારે પડી ચીનની ખેલાડી, ક્વાર્ટર ફાઈનલ હારતા બોક્સિંગમાં મેડલની આશા તૂટી

પેરિસ ઓલિમ્પિકમાં બોક્સિંગને લઈને ભારત માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર લવલિના બોરગોહેન પોતાનો બીજો મેડલ મેળવવાથી ચુકી ગઈ છે. ચીનની લી કિયાને 75 કિગ્રા વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં તેને હરાવીને તેનું મેડલનું સપનું તોડી નાખ્યું છે. સતત ત્રણ રાઉન્ડમાં લવલિના પર વિજય મેળવ્યો અને જેજ તેને 4-1થી ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા જાહેર કરી.

પ્રથમ રાઉન્ડમાં ચીનની ખેલાડીએ લવલિના પર 3-2ની સરસાઈ મેળવી હતી. બીજા રાઉન્ડમાં પણ ચીનની બોક્સર વર્ચસ્વ ધરાવટી જોવા મળી હતી, આ રાઉન્ડમાં જજે ચીનના ખેલાડીની તરફેણમાં 3-2થી નિર્ણય આપ્યો હતો. ત્રીજા રાઉન્ડ બાદ લોવલીનાને 4-1થી હરાવ્યા બાદ ભારતની મેડલની આશા ખતમ થઈ ગઈ તે નક્કી થઈ ગયું હતું. ત્રણેય રાઉન્ડ બાદ ચીનની લી કિયાનની તરફેણમાં નિર્ણય આપવામાં આવ્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો હતો બ્રોન્ઝ

ભારતીય બોક્સર લોવલીનાએ ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કિઆને ટોક્યો ઓલિમ્પિકમાં 75 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે તે રિયો ઓલિમ્પિક 2016માં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

આ સમાચાર શેર કરો