વિનેશ ફોગાટના ડિસક્વોલિફાય થયા બાદ IOA પ્રમુખ પીટી ઉષાએ આપ્યું નિવેદન, કહ્યું- 'UWWને અપીલ કરી છે અને...'
ભારતીય રેસલર વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુસ્તીના 50 કિગ્રા વર્ગ

ભારતીય રેસલર વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુસ્તીના 50 કિગ્રા વર્ગમાંથી ડિસક્વોલિફાય કરવા પર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પીટી ઉષાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, "વિનેશ ફોગાટનું ડિસક્વોલિફિકેશન અત્યંત આઘાતજનક છે. હું થોડા સમય પહેલા ઓલિમ્પિક વિલેજ પોલીક્લીનિકમાં વિનેશને મળી અને તેને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, ભારત સરકાર અને સમગ્ર દેશની સંપૂર્ણ સહાયતાની ખાતરી આપી. અમે વિનેશને તમામ તબીબી અને ભાવનાત્મક સહયોગ આપી રહ્યા છીએ."
પીટી ઉષાએ વધુમાં કહ્યું, "ભારતીય રેસલિંગ ફેડરેશને UWWને વિનેશને ડિસક્વોલિફાય કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે અને કહ્યું કે અમે શક્ય તેટલું મજબૂત રીતે નિયમોનું પાલન કરી રહ્યા છીએ. હું વિનેશની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવેલા અથાક પ્રયત્નોથી વાકેફ છું. તે આખી રાત સખત મહેનત કરતા રહ્યા જેથી તે સ્પર્ધાની જરૂરિયાતો પૂરી કરી શકે."
વિનેશની મેડિકલ ટીમનો એક ભાગ રહેલા ડો. દિલશા પારડીવાલાએ કહ્યું- રેસલર સામાન્ય રીતે તેમના કુદરતી વજનની શ્રેણી કરતાં ઓછા વજનની શ્રેણીમાં ભાગ લેવાનો પ્રયાસ કરે છે. આનાથી તેને એક ફાયદો થાય છે કે તે જે રેસલરનો સામનો કરશે તે તેના કરતા ઓછા શક્તિશાળી હશે. વજન ઘટાડવાની આ પ્રક્રિયામાં ઘણું જોખમ હોય છે અને વજન ઉતારવાનો કાર્યક્રમ શરૂ કરતા પહેલા ઘણી સાવચેતી રાખવી પડે છે. આમાં એથ્લેટ્સે ખાવા-પીવામાં સાવચેતી રાખવાની હોય છે. આ સિવાય એથ્લેટને ઘણો પરસેવો પાડવો પડે છે. આ ઉપકરણ દ્વારા કરવામાં આવે છે અને કસરત પણ કરવામાં આવે છે. જો કે આ ભલે તેમને હળવા વજનની શ્રેણીમાં લઈ જાય છે, તે એથ્લેટમાં નબળાઈ અને ઊર્જા ગુમાવવાનું પણ કારણ બને છે. તેથી તેમના માટે તે શ્રેણીમાં રમવાનું મુશ્કેલ બને છે.






