Paris Olympic / આજે નીરજ ચોપરા અને વિનેશ ફોગાટ એક્શનમાં, હોકી ટીમ રમશે સેમીફાઈનલ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
પેરિસ ઓલિમ્પિક 2024ના 10મા દિવસે ભારતે કેટલીક નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે કેટલાક એથ્લેટ્સે મેડ

પેરિસ ઓલિમ્પિક 2024ના 10મા દિવસે ભારતે કેટલીક નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે કેટલાક એથ્લેટ્સે મેડલ તરફ પગલાં ભર્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. હવે આજે એટલે કે ઓલિમ્પિકના 11મા દિવસે (06 ઓગસ્ટ, મંગળવાર) ઘણા ભારતીય સ્ટાર્સ મેદાન પર જોવા મળશે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે. આ સિવાય મહિલા રેસલર વિનેશ ફોગાટ પણ આજે એક્શનમાં જોવા મળશે. આ ઉપરાંત ગોલ્ડ મેડલ તરફ આગળ વધી રહેલી હોકી ટીમ આજે સેમીફાઈનલ રમશે.
એથ્લેટિક્સમાં, પ્રથમ જેવલિન થ્રોઅર કિશોર જેના એક્શન જોવા મળશે, જે બપોરે 1:50 વાગ્યાથી એક્શનમાં આવશે. ત્યારબાદ બપોરે 3:20 વાગ્યાથી નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે. ભારતીય ફેન્સ ઘણા સમયથી નીરજ ચોપરાના એક્શનની રાહ જોઈ રહ્યા હતા. નીરજ જેવલિન થ્રોના ગ્રુપ-બીમાં હાજર છે, જ્યારે કિશોર જેના ગ્રુપ-એનો ભાગ છે.
દરમિયાન, વિનેશ ફોગાટ કુસ્તીમાં જોવા મળશે, જે બપોરે 2:44 વાગ્યાથી વિમેન્સ 50 કિગ્રા વર્ગમાં રાઉન્ડ ઓફ16 માટે સ્પર્ધા કરશે. ફોગાટ રાઉન્ડ ઓફ 16માં જાપાનની યુઇ સુસાકી સામે ટકરાશે. ત્યારબાદ રાત્રે 10:30 વાગ્યાથી ભારતીય હોકી ટીમની એક્શન જોવા મળશે. અત્યાર સુધી શાનદાર ફોર્મમાં દેખાતી હોકી ટીમ સેમીફાઈનલ મેચ માટે મેદાનમાં ઉતરશે. સેમીફાઈનલમાં ભારતને જર્મનીના પડકારનો સામનો કરવો પડશે.
06 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિક્સ માટે ભારતનું શેડ્યૂલ
એથ્લેટિક્સ
- મેન્સ જેવલિન થ્રો ગ્રુપ A - કિશોર જેના - બપોરે 1:50 કલાકે.
- વિમેન્સ 400 મીટર રેપેચેજ હીટ 1 - કિરણ પહલ - બપોરે 2:50 કલાકે.
- મેન્સ જેવલિન થ્રો ગ્રુપ B - નીરજ ચોપરા - બપોરે 3:20 કલાકે.
ટેબલ ટેનિસ
- મેન્સ ટીમ ઈવેન્ટ રાઉન્ડ ઓફ 16 - ભારત vs ચીન - બપોરે 1:30 કલાકે.
કુસ્તી
- વિમેન્સ 50 કિગ્રા રાઉન્ડ ઓફ 16 - વિનેશ ફોગાટ vs યુઇ સુસાકી - બપોરે 2:44 કલાકે.
- વિમેન્સ 50 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ - (ક્વોલિફિકેશનના આધારે)
- વિમેન્સ 50 કિગ્રા સેમીફાઈનલ - (ક્વોલિફિકેશનના આધારે) રાત્રે 9:45 કલાકે.
હોકી
- મેન્સ સેમીફાઈનલ - ભારત vs જર્મની - રાત્રે 10:30 કલાકે.






