મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic 2024 / શું આજે ભારત મેડલ જીતશે? જાણો કેવું રહેશે 10મા દિવસનું શેડ્યૂલ

5 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકનો 10મો દિવસ હશે. અત્યાર સુધીમાં 9 દિવસ પૂરા થયા છે અને ભારતને માત્ર 3 મેડલ મળ્યા

Paris Olympic 2024 / શું આજે ભારત મેડલ જીતશે? જાણો કેવું રહેશે 10મા દિવસનું શેડ્યૂલ

5 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકનો 10મો દિવસ હશે. અત્યાર સુધીમાં 9 દિવસ પૂરા થયા છે અને ભારતને માત્ર 3 મેડલ મળ્યા છે. આજે ફરી એકવાર ભારતીય ખેલાડીઓ મેડલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આજથી કુસ્તીની મેચો શરૂ થશે. નિશા દહિયા મેડલની દાવેદાર છે અને તે આજે જ સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી શકે છે.

લક્ષ્ય સેન સેમીફાઈનલ મેચમાં વિક્ટર એક્સેલસન સામે હારી ગયો હતો. હવે તેની પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. આ માટે તેણે મલેશિયાના ઝી જિયા લીને હરાવવો પડશે. કિરણ પહલ એથ્લેટિક્સમાં એક્શનમાં હશે, જે 400 મીટર રાઉન્ડમાં ભાગ લેશે. રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અને 2022 એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ વિજેતા અવિનાશ સાબલે 3,000 મીટર સ્ટીપલ ચેઝમાં ભાગ લેશે. મનિકા બત્રા અને અન્ય મહિલા ખેલાડીઓ ટેબલ ટેનિસમાં ફરી એકશનમાં જોવા મળશે. આ વખતે તે મહિલા ટીમ ઈવેન્ટમાં ભાગ લેશે. શૂટિંગમાં મિક્સ્ડ સ્કીટ ટીમ માટે ક્વોલિફિકેશન રાઉન્ડ હશે.

5 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું શેડ્યૂલ

શૂટિંગ

  • મિક્સ્ડ સ્કીટ ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડ: મહેશ્વરી ચૌહાણ અને અનંત જીત સિંઘ - બપોરે 12:30 કલાકે.

ટેબલ ટેનિસ

  • મનિકા બત્રા/શ્રીજા અકુલા/અર્ચના કામત vs રોમાનિયા: મહિલા ટીમ ટેબલ ટેનિસ - બપોરે 1:30 કલાકે.

સેલિંગ

  • વિમેન્સ સેલિંગ ડીંગી રેસ 9 અને 10: નેત્રા કુમાનન - બપોરે 3:35 કલાકે.
  • મેન્સ સેલિંગ ડીંગી રેસ 9 અને 10: વિષ્ણુ સરવનન - સાંજે 6:10 કલાકે.

બેડમિન્ટન

  • મેન્સ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ મેચ: લક્ષ્ય સેન vs ઝી જિયા લી - સાંજે 6:00 કલાકે.

કુસ્તી

  • વિમેન્સ 68 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તી: નિશા દહિયા vs સોવા રિઝકો ટેટિયાના - સાંજે 6:30 કલાકે.
  • વિમેન્સ 68 કિગ્રા કુસ્તી ક્વાર્ટર ફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે): નિશા દહિયા - સાંજે 7.50 કલાકે.

એથ્લેટિક્સ

  • વિમેન્સ 400 મીટર રાઉન્ડ 1:  કિરણ પહલ - બપોરે 3:25 કલાકે.
  • મેન્સ સ્ટીપલ ચેઝ 3,000 મીટર પ્રથમ રાઉન્ડ: અવિનાશ સાબલે - રાત્રે 10:34 કલાકે.

આ સમાચાર શેર કરો