પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારત જીતી શકે છે 7મો મેડલ, કુસ્તીમાં ફરી જાગી આશા, જાણો 10 ઓગસ્ટનું શેડ્યૂલ
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે છ મેડલ જીત્યા છે. ભારત હવે ઓલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનથી માત્ર એક ગોલ્

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે છ મેડલ જીત્યા છે. ભારત હવે ઓલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનથી માત્ર એક ગોલ્ડ દૂર છે. 10 ઓગસ્ટે ઓલિમ્પિકમાં ત્રણ ભારતીય ખેલાડીઓ મેડલ જીતવા ઉતરશે. જો તે અપેક્ષાઓ પર ખરા ઉતરશે તો ભારત પેરિસ ઓલિમ્પિકમાં 7મો મેડલ પણ જીતી શકે છે. ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતે માત્ર એક જ વાર 7 મેડલ જીત્યા છે. ટોક્યો ગેમ્સ 2020માં એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા. ચાલો જાણીએ કે 10 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું શેડ્યૂલ શું છે.
10 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં 39 મેડલ ઈવેન્ટ્સ રમાશે. ભારત આમાંથી 2 ઈવેન્ટ્સમાં ભાગ લેશે. ભારતીય ગોલ્ફ ટીમ શનિવારે મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે. ગોલ્ફ મેચ બપોરે 12:30 કલાકે શરૂ થશે. આ સિવાય મહિલા રેસલર રિતિકા હુડ્ડા પણ આ દિવસે પોતાની મેચ રમશે.
ગોલ્ફ
- વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 4: અદિત અશોક અને દીક્ષા ડાગર - બપોરે 12:30 કલાકે.
કુસ્તી
- વિમેન્સ ફ્રી સ્ટાઇલ 76 કિગ્રા પ્રી ક્વાર્ટર ફાઈનલ: રિતિકા હુડ્ડા - બપોરે 2:30 કલાકે.
- વિમેન્સ ફ્રી સ્ટાઇલ 76 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે): રિતિકા હુડ્ડા - સાંજે 4:30 કલાકે.
- વિમેન્સ ફ્રી સ્ટાઇલ 76 કિગ્રા સેમીફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે): રિતિકા હુડ્ડા - રાત્રે 9:45 કલાકે.
ભારતે અત્યાર સુધીમાં પેરિસ ઓલિમ્પિકમાં એક સિલ્વર સહિત કુલ 6 મેડલ જીત્યા છે. જેમાંથી 3 મેડલ શૂટિંગમાં જીત્યા હતા. કુસ્તી, હોકી અને જેવલિન થ્રોમાં એક-એક મેડલ જીત્યા છે. આ સતત પાંચમી ઓલિમ્પિક છે જ્યારે ભારતે કુસ્તીમાં મેડલ જીત્યો છે. આ વખતે અમન સહરાવતે મેડલ (બ્રોન્ઝ) જીત્યો છે. નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો અત્યાર સુધીનો આ એકમાત્ર સિલ્વર મેડલ છે. ભારતે શૂટિંગ અને હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.






