Paris Olympic / મનુ ભાકર આજે ફરી એકશનમાં, ભારતને મળી શકે છે 2 મેડલ, જાણો આખા દિવસનું શેડ્યૂલ
ઓલિમ્પિકના 6 દિવસ પૂર્ણ થયા છે. હવે આજે એટલે કે 2જી ઓગસ્ટે 7મો દિવસ છે. ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જી

ઓલિમ્પિકના 6 દિવસ પૂર્ણ થયા છે. હવે આજે એટલે કે 2જી ઓગસ્ટે 7મો દિવસ છે. ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ભારતને ત્રણેય મેડલ શૂટિંગમાં જ મળ્યા છે. ભારતને પહેલો મેડલ જીતનારી મનુ ભાકર આજે ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. મનુ શૂટિંગની 25 મીટર મહિલા ક્વોલિફિકેશન માટે મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત, આજે ભારતીય એથ્લેટ વિવિધ રમતોમાં ભાગ લેશે, જેમાં કુલ 2 મેડલની અપેક્ષા છે.
ભારત આજે તીરંદાજી અને જુડોમાં બે મેડલ મેળવી શકે છે. તુલિકા માન જુડોમાં ભારતની બેગમાં મેડલ ઉમેરી શકે છે. જોકે, તેણે પહેલા બાકીની મેચ રમીને મેડલ મેચ માટે ક્વોલિફાય કરવું પડશે. આ સિવાય અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરાની મિક્સ્ડ ટીમ તીરંદાજીમાં મેડલ લાવી શકે છે. આ ભારતીય જોડી ભારત માટે પહેલો ગોલ્ડ પણ લાવી શકે છે. જોકે, ભારતીય જોડીએ ગોલ્ડ અથવા બ્રોન્ઝ મેડલ મેચ રમવા માટે ક્વોલિફાય થવું પડશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત આજે કેટલા મેડલ મેળવે છે.
શૂટિંગ
- વિમેન્સ 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન પ્રિસિઝન - મનુ ભાકર, ઈશા સિંહ - બપોરે 12:30 કલાકે.
- વિમેન્સ 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન રેપિડ - મનુ ભાકર, ઈશા સિંહ - બપોરે 3:30 કલાકે.
- મેન્સ સ્કીટ ક્વોલિફિકેશન ડે 1 - અનંતજીત સિંહ નારુકા - બપોરે 1:00 કલાકે.
તીરંદાજ
- મિક્સ્ડ ટીમ રાઉન્ડ ઓફ 16 - અંકિતા ભકત/ધીરજ બોમ્માદેવરા vs દયાનંદ ચોઇરુનિસા/આરિફ પંગેસ્તુ - બપોરે 1:19 કલાકે.
- મિક્સ્ડ ટીમ ક્વાર્ટર ફાઈનલ્સ (ક્વોલિફિકેશનના આધારે) - સાંજે 5:45 કલાકે.
- મિક્સ્ડ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ (ક્વોલિફિકેશનના આધારે) - સાંજે 7:54 કલાકે.
- મિક્સ્ડ ટીમ ગોલ્ડ મેડલ મેચ (ક્વોલિફિકેશનના આધારે) - રાત્રે 8:13 કલાકે.
એથ્લેટિક્સ
- વિમેન્સ 5000મી હીટ 1 - અંકિતા ધ્યાની - રાત્રે 9:40 કલાકે.
- વિમેન્સ 5000મી હીટ 2 - પારુલ ચૌધરી - રાત્રે 10:06 કલાકે.
- મેન્સ શોટ પુટ ક્વોલિફિકેશન - તજિન્દરપાલ સિંહ તૂર - રાત્રે 11:40 કલાકે.
બેડમિન્ટન
- મેન્સ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલ્સ - લક્ષ્ય સેન vs ચાઉ ટિએન ચેન - સાંજે 6:30 કલાકે.
ગોલ્ફ
- મેન્સ રાઉન્ડ 2 - ગગનજીત ભુલ્લર, શુભંકર શર્મા - બપોરે 12:30 કલાકે.
હોકી
- મેન્સ પૂલ B - ભારત vs ઓસ્ટ્રેલિયા - સાંજે 4:45 કલાકે.
સેલિંગ
- વિમેન્સ ડીંગી રેસ 2 - નેત્રા કુમાનન - બપોરે 3:45 કલાકે.
- વિમેન્સ ડીંગી રેસ 3 - નેત્રા કુમાનન - રેસ 2 પછી.
- વિમેન્સ ડીંગી રેસ 4 - નેત્રા કુમાનન - રેસ 3 પછી.
- મેન્સ ડીંગી રેસ 3 - વિષ્ણુ સરવનન - સાંજે 7:05 કલાકે.
- મેન્સ ડીંગી રેસ 4 - વિષ્ણુ સરવનન - રાત્રે 8:15 કલાકે.
જુડો
- વિમેન્સ +78 કિગ્રા રાઉન્ડ ઓફ 32 - તુલિકા માન vs ઇડાલિસ ઓર્ટીઝ (સીયુબી) - બપોરે 2:12 કલાકે.
- વિમેન્સ +78 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (ક્વોલિફિકેશનના આધારે)
- વિમેન્સ +78 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે)
- વિમેન્સ +78 કિગ્રા રેપેચેજ રાઉન્ડ (ક્વોલિફિકેશનના આધારે) - સાંજે 7:30 કલાકે.
- વિમેન્સ +78 કિગ્રા સેમીફાઈનલ (ક્વોલિફિકેશનના આધારે)
- વિમેન્સ+78 કિગ્રા બ્રોન્ઝ મેડલ મેચ (ક્વોલિફિકેશનના આધારે)
- વિમેન્સ +78 કિગ્રા ગોલ્ડ મેડલ મેચ (ક્વોલિફિકેશનના આધારે)
રોઇંગ
- મેન્સ સિંગલ સ્કલ્સ ફાઈનલ ડી - બલરાજ પંવાર - બપોરે 1:48 કલાકે.






