Paris Olympics: તીરંદાજીમાં મોટી ઉલટફેર, ભારતીય મહિલા ટીમ નેધરલેન્ડ સામે હારી
Paris Olympics 2024: પેરિસ ઓલમ્પિક 2024ના બીજા દિવસે ભારતનું મેડલની યાદીમાં ખાતું ખુલ્યું છે. તીર

Paris Olympics 2024: પેરિસ ઓલમ્પિક 2024ના બીજા દિવસે ભારતનું મેડલની યાદીમાં ખાતું ખુલ્યું છે. તીરંદાજીની મહિલા ટીમની ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ્સે ભારતીય ટીમને 6-0 સેટ પોઈન્ટથી એકતરફી હરાવ્યું હતું. આ સાથે તેની મેડલ જીતવાની આશા સમાપ્ત થઈ ગઈ છે.
તીરંદાજીની મહિલા ટીમની ક્વાર્ટર ફાઇનલમાં ભારત નેધરલેન્ડ સામે 0-6થી હારી ગયું છે. આ સાથે તેની મેડલ જીતવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. ત્રણેય ભારતીય તીરંદાજો (દીપિકા, અંકિતા અને ભજન)નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ભારતીય ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી, જ્યાં તેની નેધરલેન્ડ સામે જીતની અપેક્ષા હતી. પરંતુ નેધરલેન્ડ ટીમે અપસેટ સર્જ્યો હતો.
મનુ ભાકર ભારતને પ્રથમ મેડલ અપાવ્યો
ઉલ્લેખનીય છે કે, મનુ ભાકર પેરિસ ઓલમ્પિક 2024માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર એથ્લીટ બની ગઇ છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યુ છે. 22 વર્ષીય મનુ ભાકરનું ઓલમ્પિકનું પ્રથમ મેડલ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને PM મોદીએ મનુ ભાકરની આ સિદ્ધિને અદભુત ગણાવતા શુભેચ્છા પાઠવી હતી.
મેડલ જીતવાની યાદીમાં હાલ ઓસ્ટ્રેલિયા ટોપ પર
મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા અત્યારે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા છે. આ પછી ચીન અને દક્ષિણ કોરિયા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ભારતનું ખાતું પણ ખુલી ગયું છે અને તે હાલમાં 17માં સ્થાને છે. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.








