મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics 2024 / 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારતને મળી નિષ્ફળતા, રોઈંગમાં જીતવાની હજુ એક તક

પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થઈ ગઈ છે. ભારતે પણ તેના અભિયાનની શરૂઆત કરી છે. ભારતે શૂટિંગ અને રોઇંગથી શરૂઆત કરી છે.

Paris Olympics 2024 / 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારતને મળી નિષ્ફળતા, રોઈંગમાં જીતવાની હજુ એક તક

પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થઈ ગઈ છે. ભારતે પણ તેના અભિયાનની શરૂઆત કરી છે. ભારતે શૂટિંગ અને રોઇંગથી શરૂઆત કરી છે. શૂટિંગમાં મેડલ મળે તેવી દરેકને આશા હતી, પરતું બંને ઈવેન્ટમાં ભારત માટે સારા સમાચાર નથી. 

શૂટિંગમાં ભારત માટે ખરાબ સમાચાર

ભારતીય શૂટર્સ માટે ઓલિમ્પિકની શરૂઆત સારી નથી રહી. કારણ કે ભારતની બે જોડી રમિતા જિંદાલ અને અર્જુન બબુતા તેમેજ ઈલાવેનિલ વલારિવન અને સંદીપ સિંઘની મિક્સ્ડ ટીમ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ફાઈનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. અમદાવાદની ઈલાવેનિલ વલારિવન અને સંદીપ સિંહ 626.3 પોઈન્ટ સાથે 12મા સ્થાને રહ્યા હતા. બીજી ભારતીય ટીમ રમિતા અને અર્જુને 30 શોટની શ્રેણીમાં કુલ 628.7 પોઈન્ટ સ્કોર કર્યો હતો.

બલરાજ પંવાર ચોથા સ્થાને રહ્યો

ભારતના બલરાજ પંવાર રોઈંગ મેન્સ સિંગલ્સ સ્કલ્સ હિટ રાઉન્ડમાં ચોથા સ્થાને રહ્યો હતો. તે ડાયરેક્ટ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી શક્યો નહોતો. તેણે કુલ 3 મિનિટ 31 સેકન્ડ અને 24 મિલિસેકન્ડનો સમય લીધો હતો. હવે તે 27 જુલાઈ, રવિવારે બપોરે 1:05 કલાકે રિપેચેજ ઈવેન્ટમાં ભાગ લેશે અને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

આ સમાચાર શેર કરો