Paris Olympicમાં ભારતને મળી ફરી નિરાશા, 10 મીટર એર પિસ્તોલમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર
પેરિસ ઓલિમ્પિકના પહેલા દિવસે ભારતના 18 ખેલાડી 7 રમતમાં ભાગ લેવાના છે જેમાંથી મિક્સ્ડ ટીમ 10 મી

પેરિસ ઓલિમ્પિકના પહેલા દિવસે ભારતના 18 ખેલાડી 7 રમતમાં ભાગ લેવાના છે જેમાંથી મિક્સ્ડ ટીમ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં નિષ્ફળતા મળ્યા બાદ ફરી એકવાર ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.
10 મીટર એર પિસ્તોલમાં ભારતને નિરાશા
સરબજોત સિંહ અને અર્જુન સિંહ ચીમા 10 મીટર એર પિસ્તોલ મેન્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. સરબજોત 9મા સ્થાને અને ચીમા 18મા સ્થાને રહ્યા હતા. આ રીતે ભારત આ ઈવેન્ટમાં નિરાશ થયું હતું.
ટીમ ઈન્ડિયાની આગામી મેચ મનુ ભાકર અને રિધમ સાંગવાનની છે. રિધમ અને મનુ સાંજે 4 વાગ્યાથી 10 મીટર એર પિસ્તોલ (ક્વોલિફિકેશન રાઉન્ડ) ઈવેન્ટમાં ભાગ લેશે.






