મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics 2024 / રાઉન્ડ ઓફ 16માં પહોંચી તીરંદાજ દીપિકા કુમારી, આ ખેલાડીને હરાવી

દીપિકા કુમારી મહિલા વ્યક્તિગત તીરંદાજીની રાઉન્ડ ઓફ 16 (પ્રી-ક્વાર્ટર ફાઈનલ) માં પહોંચી ગઈ છે. દીપિકાએ પેરિસ ઓલિમ

Paris Olympics 2024 / રાઉન્ડ ઓફ 16માં પહોંચી તીરંદાજ દીપિકા કુમારી, આ ખેલાડીને હરાવી

દીપિકા કુમારી મહિલા વ્યક્તિગત તીરંદાજીની રાઉન્ડ ઓફ 16 (પ્રી-ક્વાર્ટર ફાઈનલ) માં પહોંચી ગઈ છે. દીપિકાએ પેરિસ ઓલિમ્પિક મેચમાં નેધરલેન્ડની ક્વિન્ટી રોએફેનને 6-2થી હરાવી હતી. દીપિકાની રાઉન્ડ ઓફ 16 મેચ 3 ઓગસ્ટે યોજાશે. દીપિકાએ ક્વિન્ટી સામે 2-0ની શરૂઆતી લીડ મેળવી હતી. દીપિકાએ પ્રથમ સેટમાં 29 પોઈન્ટ બનાવ્યા હતા, જ્યારે તેની હરીફ માત્ર 28 પોઈન્ટ બનાવી શકી હતી.

પ્રથમ સેટમાં લીડ લીધા બાદ દીપિકાએ બીજો સેટ 27-29ના પોઈન્ટ સાથે ક્વિન્ટી સામે ગુમાવ્યો હતો. એક સમયે બંને વચ્ચે 2-2 સાથે બરાબરી પર ચાલી રહી હતી. જોકે, દીપિકાએ ત્રીજા સેટમાં કમબેક કર્યું હતું અને 4-2ની સરસાઈ મેળવી હતી. દીપિકાએ 25 પોઈન્ટ બનાવ્યા, જ્યારે ક્વિન્ટી માત્ર 17 પોઈન્ટ બનાવી શકી હતી. નેધરલેન્ડની આ ખેલાડીએ પોતાનો પહેલો શોટ બહાર રમ્યો જેના કારણે તેને પોઈન્ટ મળ્યો ન હતો. આ પછી દીપિકાએ આગલા સેટમાં તેની હરીફને કોઈ તક આપી ન હતી અને આસાન જીત મેળવી હતી.

આ સમાચાર શેર કરો