Olympics 2024 / રોઇંગમાં બલરાજે રચ્યો ઈતિહાસ, મેન્સ સ્કલ્સ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલ માટે કર્યું ક્વોલિફાઈ
આજે પેરિસ ઓલિમ્પિકનો બીજો દિવસ છે, આજના દિવસની શરૂઆત ભારત માટે સારી રહી છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા

આજે પેરિસ ઓલિમ્પિકનો બીજો દિવસ છે, આજના દિવસની શરૂઆત ભારત માટે સારી રહી છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ બેડમિન્ટનના વિમેન્સ સિંગલ્સના ગ્રુપ સ્ટેજની પહેલી મેચ જીતી ગઈ છે, તો બીજી બાજુ બલરાજ બલરાજ પંવારે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
બલરાજ પંવારે રોઇંગમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મેન્સ સ્કલ્સ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ગઈકાલે હીટ્સમાં બહાર થયા પછી, બલરાજને રેપેચેમાં રમવાની તક મળી અને તે આગલા રાઉન્ડમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યો.બલરાજ હવે મંગળવારે તેની ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે.




