મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympic 2024 / અવિનાશ સાબલેએ રચ્યો ઈતિહાસ, 3000 મીટર સ્ટીપલચેઝની ફાઈનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય બન્યો

પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓ તરફથી અત્યાર સુધીમાં

Olympic 2024 / અવિનાશ સાબલેએ રચ્યો ઈતિહાસ, 3000 મીટર સ્ટીપલચેઝની ફાઈનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય બન્યો

પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓ તરફથી અત્યાર સુધીમાં અનેક ઐતિહાસિક પરાક્રમ જોવા મળ્યા છે. હવે મેન્સ 3000 મીટર સ્ટીપલચેઝમાં પણ ઐતિહાસિક સિદ્ધિ જોવા મળી હતી. ભારતના અવિનાશ સાબલેએ ઈવેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અવિનાશ ઓલિમ્પિકમાં 3000 મીટર મેન્સ સ્ટીપલચેઝની ફાઈનલમાં ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય બન્યો હતો. અવિનાશે પાંચમું સ્થાન મેળવીને ક્વોલિફાય કર્યું.

સાબલેએ બીજી હીટમાં 8 મિનિટ અને 15.43 સેકન્ડનો સમય લીધો અને 5મું સ્થાન પ્રાપ્ત કર્યું. આ હીટમાં મોરોક્કોના મોહમ્મદ તિન્દૌફતે 8 મિનિટ અને 10.62 સેકન્ડના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ઈવેન્ટમાં કુલ ત્રણ હીટ હતી અને ત્રણેય હીટમાં ટોપ 5માં સ્થાન મેળવનાર એથ્લેટ ફાઈનલ માટે ક્વોલિફાય થયા હતા. આ રીતે, ત્રણ હીટમાંથી કુલ 15 એથ્લેટ્સ ક્વોલિફાય થયા.

સાબલેનું પ્રદર્શન 

અવિનાશ સાબલેએ રેસની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી. તે પ્રથમ 1000 મીટર સુધી ટોચ પર રહ્યો. જોકે, 2000 મીટર પૂર્ણ કરીને તે ત્રીજા સ્થાને આવી ગયો હતો. સાબલેએ 5 મિનિટ અને 28.7 સેકન્ડમાં 2000 મીટરનું અંતર પૂર્ણ કર્યું હતું. આ પછી, તે રેસ પૂરી કરે ત્યાં સુધીમાં તે પાંચમા સ્થાને સરકી ગયો. આ રીતે, તેણે પાંચમું સ્થાન મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

8 મિનિટ અને 15.43 સેકન્ડ અવિનાશ સાબલેનું શ્રેષ્ઠ પ્રદર્શન નથી. તેણે ગયા મહિને યોજાયેલી પેરિસ ડાયમંડ લીગમાં 8 મિનિટ અને 09.91 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી, જે તેની સર્વશ્રેષ્ઠ રેસ પણ બની હતી. ઓલિમ્પિકમાં ફાઈનલમાં ક્વોલિફાય થવા માટે તે પોતાના શ્રેષ્ઠ સ્કોર સુધી ન પહોંચી શક્યો.

અત્યાર સુધીમાં ભારતના ખાતામાં ત્રણ મેડલ 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભારતના ખાતામાં ત્રણ મેડલ આવ્યા છે. ભારતને શૂટિંગમાં ત્રણેય મેડલ મળ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત ચોથો મેડલ કઈ રમતમાં મેળવે છે.

આ સમાચાર શેર કરો