Olympics 2024 / અર્જુન બબુતા 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પહોંચ્યો, નિખત ઝરીને પણ જીતી પ્રથમ મેચ
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળી ગયો છે. વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ ફાઈનલમાં મનુ ભાક

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળી ગયો છે. વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ ફાઈનલમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તે ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા શૂટર બની ગઈ છે. બીજી તરફ બોક્સિંગમાં નિખત ઝરીન અને 10 મીટર એર રાઈફલ અર્જુન બાબુતા શાનદાર પ્રદર્શન કર્યું છે.
નિખત ઝરીન આગળના રાઉન્ડમાં પહોંચી
ભારતની સ્ટાર મહિલા બોક્સર નિખાત ઝરીને જર્મન ખેલાડીને 5-0ના માર્જિનથી હરાવીને જીત નોંધાવી અને મહિલા બોક્સિંગ 50 કિગ્રા વર્ગના રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે તેની આગામી મેચ 1 ઓગસ્ટે બપોરે 02:30 વાગ્યે રાઉન્ડ ઓફ 16માં ચીનની વુ યુ સામે થશે.
અર્જુન બબુતા મેડલ ઈવેન્ટ માટે ક્વોલિફાય થયો
ભારતના અર્જુન બબુતાએ પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ 10 મીટર એર રાઈફલના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 630.1 સ્કોર કરીને મેડલ ઈવેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. આ જ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા સંદીપ સિંહ 12મા ક્રમે રહ્યો હતો અને તે ક્વોલિફાય થઈ શક્યો નહોતો.






