મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

વિનેશની જેમ અમન સેહરાવતનું પણ વધી ગયું હતું વજન, 10 કલાક મહેનત કરીને ઘટાડ્યું 4.6 કિલો

ભારતને કુસ્તીમાં પહેલો મેડલ 9 ઓગષ્ટે મળ્યો. 21 વર્ષના અમન સેહરાવતે મેન્સ 57 કિગ્રાની કેટેગરીમાં પ્યુર્ટો રિકોન

વિનેશની જેમ અમન સેહરાવતનું પણ વધી ગયું હતું વજન, 10 કલાક મહેનત કરીને ઘટાડ્યું 4.6 કિલો

ભારતને કુસ્તીમાં પહેલો મેડલ 9 ઓગષ્ટે મળ્યો. 21 વર્ષના અમન સેહરાવતે મેન્સ 57 કિગ્રાની કેટેગરીમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5ના માર્જિનથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ આ મેચ પહેલા અમનને પણ વિનેશ ફોગટ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સેમીફાઈનલ મેચ બાદ અમનનું વજન 61 કિલો થઈ ગયું હતું, જે નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું વધારે હતું. આ પછી, કોચની સખત મહેનતના કારણે, અમને 10 કલાકની અંદર પોતાનું વજન 57 કિલોથી ઓછું કર્યું હતું.

વજન ઘટાડવા 10 કલાક મહેનત કરી 

ભારતની વિનેશ ફોગાટને માત્ર 100 ગ્રામ વધુ વજનના કારણે ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તેવી જ રીતે અમનનું વજન વધી જતા તેના કોચને પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સિનિયર કોચ જગમંદર સિંહ અને વીરેન્દ્ર દહિયાએ અમન સાથે 10 કલાક તેનું વજન ઘટાડવા માટે મહેનત કરી હતી. જેમાં અમનને દોઢ કલાક માટે મેટ સેશન કરાવવા આવ્યું તેમજ એક કલાક માટે ગરમ પાણીથી સ્નાન પણ કરાવવામાં આવ્યું હતું.

મહેનત બાદ સવારે લગભગ 4:30 વાગ્યે વજન ઘટ્યું 

તેમજ 5-5 મિનિટના સૌના બાથના 5 સેશન પણ થયા. આ ઉપરાંત તેને લાઈટ જોગિંગ પણ કરાવવામાં આવી. કોચની સખત મહેનતને કારણે, સવારે લગભગ 4:30 વાગ્યે, અમનનું વજન 57 કિલોની નિર્ધારિત મર્યાદા કરતાં સહેજ ઓછું, 56.9 કિલો થઈ ગયું ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો.

આ સમાચાર શેર કરો