Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Zagamg : The science of bamboo in an athlete's high jump

Zagamg : રમતવીરના ઊંચા કૂદકામાં વાંસનું વિજ્ઞાન

Timeછેલ્લું અપડેટ : 03 May 2025
લાઇવ ટીવીGoogle News
Zagamg : રમતવીરના ઊંચા કૂદકામાં વાંસનું વિજ્ઞાન

ઊંચા કૂદકાની સ્પર્ધામાં રમતવીર સ્થિતિ સ્થાપક વાંસનો ટેકો લઈને વધુ ઉંચાઈએ પહોંચી શકે છે. આ રમતને પોલવોલ્ટ કે પોલ જમ્પિંગ કહે છે. આ રમતને ઓલિમ્પિકમાં પણ સ્થાન મળેલું છે. પોલ જમ્પિંગને વર્લ્ડ રેકોર્ડ ૬૦૦૩ મીટર ઊંચાઈનો છે. આ રમતમાં ઉપયોગી થતાં વાંસનું મહત્વ છે. જો કે હાલમાં વાંસના બદલે નરમ ફાઈબરના બનેલી લાંબી લાકડીનો ઉપયોગ થાય છે.

App Store

ઉંચો કૂદકો મારતાં પહેલાં રમતવીર વાસ હાથમાં લઈને થોડું દોડે છે. દોડવું એટલે ગતિઉર્જા. ગતિની ઉર્જા ગુરુત્વાકર્ષણ બળ, હવાનું ઘર્ષણ વિગેરેથી થોડી ઘટે છે. ગતિના ઉર્જાની દિશા બદલી શકાય. ગતિમાન કારને સ્ટિયરિંગની વ્હિલની મદદથી ડાબે જમણે વાળી શકાય છે. દોડતો માણસ પણ શરીર ઝૂકાવીને ડાબે જમણે દિશા બદલી શકે પરંતુ ઊંચા કૂદકામાં આ ગતિ ઊંચાઈએ પહોંચે તે રીતે બદલાવી પડે. દોડતો રમતવીર વાંસ જમીન પર ટેકવે બ્રેક લાગે સાથે સાથે હવામાં ઉંચકાય છે. સ્થિતિસ્થાપક વાંસ આ ધક્કાથી થોડો વળે અને પાછો મૂળ સ્થિતિમાં આવીને રમતવીરને વધુ ઉંચાઈએ લઈ જવા મદદરૂપ થાય છે. ગતિમાન પદાર્થની ઉર્જાનો નાશ થતો નથી પરંતુ તે દિશા બદલે છે અથવા તે ઘર્ષણ સામે પ્રત્યાઘાત પણ આપે છે. જો કે આ ક્રિયામાં રમતવીરની કુશળતા પણ મહત્વનું પરિબળ છે.

ટોપિક્સ:sportsgstv newszagmagmagazine