Chitralok : AIથી ડરવાની જરૂર નથી! રાઈટર-એક્ટર હુસૈન દલાલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વ્યક્ત કર્યો પોતાનો મત

બોરાઈટર- ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'ઓ' રોમિયો' રિલીઝ બાદ ૧૦ દિવસમાં સો કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. સૌથી વધુ ખુશ છે. રાઈટર- એક્ટર હુસૈન દલાલ એટલા માટે કે એમણે ઓ રોમિયોમાં શાહિદ કપૂરના જિગરી દોસ્તનો રોલ કર્યો છે. બોલીવૂડના અનુભવી સ્ક્રીનપ્લે રાઈટર હુસૈન દલાલ 'બ્રિન્ગ ઓન ધ નાઈટ (૨૦૧૨), 'યે જવાની હૈ દિવાની' (૨૦૧૩), 'માર્ગરિટા વિથ અસ્ટ્રો' અને 'ટુ સ્ટેટસ' જેવી ફિલ્મોના સંવાદ લખી ચૂક્યા છે. કાદર ખાનની જેમ તેઓ એક સારા એક્ટર પણ છે. એમણે 'અ જેન્ટલમેન', 'હિચકી','જજમેન્ટલ હૈ ક્યા' અને 'મેરે પ્યારે પ્રાઈમ મિનીસ્ટર' જેવી મૂવીઝમાં વિવિધ પાત્રો ભજવ્યાં છે.
એક અલપ-ઝલપ ઈન્ટરએક્શન દરમિયાન સૌથી પહેલા પત્રકારોએ એક્ટર- રાઈટરને પૂછયું કે ફિલ્મમાં તમારી અને શાહિદ કપૂર વચ્ચેની કેમિસ્ટ્રી દર્શકોને બહુ ગમી છે. સ્ક્રીન પર તમેઆવી કેમિસ્ટ્રી તમે કઈ રીતે લાવી શક્યા? આ સાંભળી હરખાઈ ગયેલા દલાલ જવાબમાં કહે છે, 'મુઝે ભી ઈસ બ ાત કી બહોત ખુશી હૈ. શાહિદ અને હું વરસોથી ફ્રેન્ડ્સ છીએ. એટલે ઓ રોમિયોમાં મને આ રોલ મળ્યો ત્યારે અમે બંનેએ સાથે બેસીને એના વિશે ચર્ચા કરી. મારું એવું માનવું છે કે શાહિદ દુનિયામાં સારામાં સારા કો-સ્ટાર્સ પૈકીનો એક છે. એ દરેક સીનમાં પોતાના સાથી કલાકારના પરફોર્મન્સની પણ દરકાર કરે છે. અને શક્ય એટલો મદદરૂપ થાય છે. મને એનો આ ગુણ બહુ ગમે છે. એટલે જ એની સાથે કામ કરવામાં ૂબહુ મજા પડી.
પછીના સવાલમાં મિડીયામાંથી થોડી પૃચ્છા થાય છે. 'હુસૈનભાઈ, ઓ રોમિયો એક ઉગ્ર અને હિંસક મૂવી છે. ફિલ્મમાં તમારું પાત્ર થોડી હળવાશ લાવે છે. એનો શ્રેય તમે કોને આપો છો? દલાલ પાસે એનો જવાબ તૈયાર છે. 'એ કેરેક્ટર (પાત્ર) ડિરેક્ટરની કલ્પનાનું પરિણામ છે. વિશાલ સ એને આવો જ આકાર આપવા ઈચ્છતા હતા. તેઓ ઈચ્છતા હતા કે મારું પાત્ર ફિલ્મમાં કોમેડી, સારપ અને હળવાશથી કંઈક વધુ વિશેષ લાવે. આવા પાત્રો જ ફિલ્મની સ્ટોરીને રિયલ (વાસ્તવિક)બનાવે છે.
પત્રકારોના પછીના સવાલમાં થોડું ઊંડાણ વર્તાય છે, 'સર, તમે પોતે રાઈટર છો. આ ફિલ્મમાં વિશાલ ભારદ્વાજના સ્ટોરી ટેલિંગ (વાર્તા-કથન) માં શું ખાસિયત લાગી? હુસૈનભાઈ થોડું વિચારીને ઉત્તર આપે છે, 'સાચું પૂછો તો વિશાલ સરે લખેલો દરેક નવો સીન હું વાંચતો કે બીજા એક્ટર્સ સાથે એમને હું સીન શૂટ કરતા જો તો ત્યારે આશ્ચર્યમાં પડી જતો. વો બહોત મસ્તીખોર આદમી હૈ, ઉનકી ફિલ્મોમેં આપ વો દેખ સકતે હો. ફિલ્મમાં જ્યારે પણ જોક આવે ત્યારે એમાં એક મસ્તી હોય છે. એક લાઈટનેસ (હળવાશ) હોતી હૈ. એટલે હું કહીશકે એક રાઈટર તરીકે રાઈટિંગ સ્કૂલમાં હોઉ એવું મને લાગ્યું. જાણે હું રાઈટિંગનો કોઈ ક્રેશ કોર્સ કરતો હોઉં એવો અનુભવ થયો.
મિડીયાની પછીની પૃચ્છામાં પણ એક પ્રકારની મૌલિકતા છે, 'સર, એક દશક પહેલાની તુલનામાં શું તમને લાગે છે કે આજે રાઈટર્સને બોલીવૂડના ક્રિયેટીવ બાબતોમાં વધુ મહત્ત્વ મળી રહ્યું છે? રાઈટર હુસૈન પોતાનો અનુભવ શેયર કરતા હોય એમ કહે છે, 'ઈન ફેક્ટ, બોલીવૂડમાં રાઈટર્સની વેલ્યુ ઘણી વધુ છે. જ્યારે ઓટીટી પર રાઈટરની કિંમત ઘટી ગઈ છે એ એક પ્રોબ્લેમ છે. બાકી હિન્દી ફિલ્મોમાં તોે લેખકોને હમેશાં આદર મળ્યો છે. મારી રાઈટર તરીકેની પહેલી ફિલ્મ ૧૫ વરસ પહેલા રિલીઝ થઈ ત્યારે એના પોસ્ટર પર મારું નામ હુતં. મને પુરેપુરી ક્રેડિટ, સારા પૈસા અને સન્માન મળ્યું.
સમાપનમાં હસૈનભાઈને એકદમ સાંપ્રત સવાલ થાય છે, 'દુનિયા આખીમાં આજે આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ (એઆઈ) વિશે ચર્ચા છે. શું તમે અંગત રીતે એઆઈને રાઈટર્સ માટે એક ખતરો ગણો છો? રાઈટર-એક્ટરનો જવાબ એકદમ પ્રેક્ટીકલ અને વાસ્તવિક છે, ' જુઓ, એમાં એવું છે કે તમે એઆઈ પાસે અમુક પ્રકારનું કલેરિકલ વર્ક કરાવો તો એ મોટો એડવાન્ટેજ બની રહે. જેમ કે એઆઈ તમારી રાઈટિંગમાંથી વ્યાકરણની અશુદ્ધિ દૂર કરી દે અથવા તો રિસર્સમાં મદદરૂપ થાય. પરંતુ તમે જાતે ડફોળ હો તો એઆઈ તમને ક્રિયેટીવ કામમાં ક્યાંથી મદદ કરી શકે? રાઈટર તરીકે તમે સ્ટોરી વિચારી શકો એટલી બુદ્ધિ તમારી પાસે હોવી જરૂરી છે. એઆઈ તમને સ્ટોરી ન લખી આપી શકે. તમને લખેલી સ્ટોરી એ માત્ર તમને ટાઈપ કરી આપે. હું એઆઈને ન કહી શકું. કે તું મને એક બ્લોકબસ્ટર મૂવી લખી આપ. એ મૂર્ખતા કહેવાય. એમાંતો તમારી ટેલેન્ટેડ જ કામ આવે એટલે હું એઆઈને રાઈટર્સ માટે જોખમ ગણતો જ નથી.'

