Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Why did Ameesha Patel say - How can I become Sunny Deol's heroine?

‘ગદર’ની સકીનાએ જૂની યાદો તાજી કરી: અમીષા પટેલે કેમ કહ્યું- હું સની દેઓલની હિરોઈન કેવી રીતે બની શકું?

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
‘ગદર’ની સકીનાએ જૂની યાદો તાજી કરી: અમીષા પટેલે કેમ કહ્યું- હું સની દેઓલની હિરોઈન કેવી રીતે બની શકું?
સોર્સ : gstv

માનવીય જીવનમાં કોઈક અવિસ્મરણીય ઘટના બને તો તેની સ્મૃતિ દાયકાઓ સુધી મનમાં જળવાયેલી રહે છે, એ યાદ ભૂલાતી કે ભૂંસાતી નથી. આવું જ કંઈક અમીષા પટેલ સાથે પણ બન્યું છે. હજુ થોડા દિવસો જ થયા છે. 'ગદરઃ એક પ્રેમકથા'ને રિલિઝ થયાને ૨૫ વર્ષ પૂરું થયા. અહીં અમીષા પટેલે આ ફિલ્મના કાયમી પ્રભાવ અને તેણે ભજવેલી સકીનાની ભૂમિકા સુધીની સફર પણ કેટલીક વાતો કરી તેણે જૂના સંસ્મરણો વાગોળ્યા છે.

App Store

અમીષા પટેલે ખુલાસો કર્યો છે કે શરૂઆતમાં તો તે અભિનેતા સન્ની દેઓલની સામે કાસ્ટ થવા અંગે અનિશ્ચિત હતી કારણ કે તેમની બંનેની ઉંમરમાં ઘણો મોટો તફાવત હતો. આ સંદર્ભે અમીષા કહે છે કે 'મેં પૂછેલોપહેલો પ્રશ્ન એ હતો કે' શું હું આ ફિલ્મમાં સની દેઓલ માટે ઘણી જ નાની વયની હોય એવું નથી લાગતું?' મારી સામે જે હીરો હતો તે રોમેન્ટિક રીતે તો મારાથી ઘણો સીનિયર હતો' એવું અમીષા યાદ કરતાં જણાવે છે.

આ સાથે અમીષા એ પણ જણાવે છે કે આ ભૂમિકા માટે અત્યંત તીવ્ર સ્પર્ધા હતી. 'સકીના માટે ૫૦૦ યુવતીઓનું સ્ક્રીન ટેસ્ટ કરવા આવ્યું હતું અને તેમને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.' એમ અમીષા ઉમેરે છે.

'ગદર'ને તો સાંસ્કૃતિક ઘટનામાં પરિવર્તિત કરવાનું શ્રેય પ્રેક્ષકોને આપતા અમીષા ઉમેરે છે, 'હું મારા ચાહકોનો હૃદયપૂર્વક આભાર માનવા માગું છું કે ગમે તે ફિલ્મો આવે અને જાય 'ગદર'નો બોક્સ- ઓફિસ રેકોર્ડ તૂટે નહી', એમ તે કહે છે અને ઉમેરે છે કે તેને જાણીને આશ્ચર્ય થયું કે 'ગદર' અને 'ગદર-૨'ના સંયુક્ત પ્રદર્શન હજુ પણ 'ધૂરંધર' જેવી ઘણી નવી ફ્રેન્ચાઈઝી કરતા આગળ છે. અમીષા માટે તો 'ગદર'ની સફળતા તેની મુખ્ય પ્રેમકથામાં રહેલી છે. 'તારા અને સકીના તો ગદર સમાન છે. તમે તેમાંથી કોઈપણ એકને દૂર કરો તો 'ગદર' બચશે નહીં- રહેશે જ નહીં', એમ અમીષા એ જણાવ્યું હતું.