Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : These 6 superstars from South ruled politics!

Chitralok : સિલ્વર સ્ક્રીનથી સીધા સીએમની ખુરશી સુધી! સાઉથના આ 6 સુપરસ્ટાર્સે રાજકારણ પર રાજ કર્યું!

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : સિલ્વર સ્ક્રીનથી સીધા સીએમની ખુરશી સુધી! સાઉથના આ 6 સુપરસ્ટાર્સે રાજકારણ પર રાજ કર્યું!
સોર્સ : gstv

૨૦૨૬ માં યોજાયલી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં તમિળ ફિલ્મ જગતના હીરો  જોસેફ વિજયના રાજકીય પક્ષ  તમિલાગા વેટ્ટ્રી  કઝગમ( ટી વી કે) ને  સૌથી વધુ(૧૦૮)  બેઠકો મળી.  વિજયે  બીજા રાજકીય પક્ષો સાથે મળીને સરકારની રચના કરી. હવે વિજય તામિલનાડુના મુખ્ય પ્રધાન બની ગયો  છે. વિજયનાં ચાહકો તેને થલપતિ કહે છે. 

App Store

તામિલનાડુના રાજકારણમાં વધુ એક અભિનેતાનું નામ અને કામ ચમક્યું છે. આમ પણ તામિલનાડુ સહિત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલમમાં ફિલ્મ કલાકારો બેહદ લોકપ્રિય છે. ફોડ પાડીને કહીએ તો દક્ષિણ ભારતની  જનતા તેનાં ફિલ્મ કલાકારોને એમ કહો કે ભગવાનની ેજેમ માને છે અને પૂજે પણ છે. ત્યાં સુધી કે દક્ષિણ ભારતની પ્રજા ફિલ્મ અભિનેતાઓને- અભિનેત્રીઓને સત્તાની ધૂરા સુદ્ધાં સાંેપે છે. તમે અમારા રાજા અને રાણી છો. 

જનતાના આવા ગગન ભરાય  એટલા પ્રેમથી તો  દક્ષિણ ભારતનાં  આ ચારેય રાજ્યોમાં  ફિલ્મ અભિનેતાઓ અને અભિનેત્રી મુખ્ય પ્રધાન જેવા પ્રતિષ્ઠિત હોદ્દા સુધી પહોંચ્યા હોવાનાં ઉદાહરણ મળે છે. 

એમ.જી.રામચંદ્રન

 મારુથુર ગોપાલન રામચંદ્ર તમિળ ફિલ્મોના સુપર સ્ટાર હતા. મારુથુર ગોપાલન રામચંદ્રન ફિલ્મ વર્તુળમાં એમ.જી.આર.ના નામે જાણીતા હતા.   તેમણે ૧૯૭૭માં  ઓલ ઇન્ડિયા અન્ના  દ્રવિડ મુનેત્ર કડગમ(એ.આઇ.એ.ડી.એમ.કે.) નામના  રાજકીય પક્ષની સ્થાપના કરી. ૧૯૭૭ની તામિલનાડુ  વિધાનસભાની ચૂંટણીમાં એ.આઇ.એ.ડી.એમ.કે. પક્ષને બહુમતી મળી અને એમ.જી.આર. મુખ્ય પ્રધાન બની ગયા. 

 આશ્ચર્યની બાબત તો એ રહી છે કે એમ.જી.આર. ૧૯૭૭થી ૧૯૮૭ સુધી તામિલનાડુના મુખ્ય પ્રધાન રહ્યા. ભારત સરકારે એમ.જી.આર.ને દેશના  સર્વોચ્ચ  એવોર્ડ ભારત રત્નનું સન્માન આપ્યું છે.

એમ.કે. કરુણાનિધિ

 મુથ્થુવેલ કરુણાનિધિ તામિલનાડુના મોટાગજાના રાજકીય નેતા હતા. ૧૯૬૯થી ૨૦૧૧ દરમિયાન કરુણાનિધિ પાંચ વખત તામિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે કરુણાનિધિ મૂળભુત રીતે તો તમિળ ફિલ્મોના વાર્તાકાર અને પટકથા લેખક હતા. સમય જતાં કરુણાનિધિ તામિલનાડુના રાજકારણમાં પ્રવેશ કર્યો.  તામિલનાડુના  રાજકીય નેતા અન્નાદુરાઇના દ્રવિડ મુનેત્ર કઝગમ(ડીએમકે)માં જોડાયા. ૧૯૫૭માં પહેલી જ વખત તે વખતના મદ્રાસ વિધાનસભાના સભ્ય બન્યા હતા.  કરુણાનિધિતામિલનાડુમાં ઘણા લોકપ્રિય  નેતા હતા.

જયરામ જયલલિતા  

 આમ તો જે.જયલલિતા પણ તમિળ ફિલ્મોનાં લોકપ્રિય અભિનેત્રી હતાં. જયલલિતા અને એમ.જી.આર.બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હોવાનો સંદર્ભ પણ મળે છે. સમય જતાં એટલે કે ૧૯૮૨માં  જયલલિતા    મુખ્યપ્રધાન  એમ.જી. રામચંદ્રનના એ.આઇ.એૅ.ડી.એમ.કે. પક્ષમાં જોડાયાં. જયલલિતા  બહુ જ  ઓછા સમયમાં આખા પક્ષનાં મજબૂત નેતા પણ બની ગયાં. એમ.જી.આર. ના મૃત્યુ બાદ એટલે કે ૧૯૯૧માં પહેલી વખત તામિલનાડુનાં મુખ્ય પ્રધાન પણ બની ગયાં.  જયલલિતા   તામિલનાડુમાં   બેહદ લોકપ્રિય હોવાથી ૨૦૧૬ સુધીમાં કુલ છ વખત મુખ્યપ્રધાન બન્યાં.

જાનકી રામચંદ્રન

 જાનકી રામચંદ્રન પણ તમિળ ફિલ્મોનાં અભિનેત્રી હતાં. જાનકી રામચંદ્રન ખરેખર તો એમ.જી.આર.નાં ત્રીજાં પત્ની હતાં.  સમય જતાં  જાનકી રામચંદ્રન પણ રાજકારણમાં જોડાયાં. ૧૯૮૮ માં અમુક સમય સુધી તામિલનાડુનાં મુખ્ય પ્રધાન પણ રહ્યાં હતાં. 

 એન.ટી. રામા રાવ 

એન.ટી.રામા રાવ એટલે નંદામુરી તરાકા રામા રાવ. આંધ્ર પ્રદેશના ચાર વખત મુખ્ય પ્રધાન હતા. જોકે  એન.ટી.રામ રાવ મૂળભુત રીતે તો તેલુગુ ફિલ્મ જગતના સુપર સ્ટાર હતા.  તેમણે ૩૦૦ કરતાં પણ વધુ  ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવ્યાં  હતાં.  ૧૯૮૨માં  એન.ટી.રામ રાવે તેલુગુ દેસમ(ટીડીપી) નામના રાજકીય પક્ષની સ્થાપના કરી.