Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Why are all the symptoms of madness called schizophrenia?

Shatdal : ગાંડપણનાં દરેક લક્ષણોને સ્કીઝોફ્રેનિયાની બીમારી કેમ કેહવામાં આવે છે

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Shatdal : ગાંડપણનાં દરેક લક્ષણોને સ્કીઝોફ્રેનિયાની બીમારી કેમ કેહવામાં આવે છે
સોર્સ : GSTV

ગાંડપણનાં દરેક લક્ષણો જો 'સ્કીઝોફ્રેનિયા' નામની માનસિક બીમારી ૬ મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહે તો જ દેખાય છે. સ્કીઝોફ્રેનિયા વારસાગત કે બાયોલોજિકલ એટલે કે શારીરિક કારણથી થઈ શકે છે. ઘણાખરા મનોચિકિત્સકો માને છે કે સ્કીઝોફ્રેનિયાના દર્દીને હંમેશ માટે સારો કરવાનું લગભગ અશક્ય છે. ગાંડાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતા મોટા ભાગના દર્દીઓ સ્કીઝોફ્રેનિયાના હોય છે. સ્કીઝોફ્રેનિયાના દર્દીઓ કાબૂમાં રહેતા હોવાથી અમને ઘરમાં રાખી શકાય છે. એમની કામ કરવાની હોશિયારી અને આઈ.ક્યુ. (બુદ્ધિનો) આંક સામાન્ય વ્યક્તિ જેટલાં જ હોય છે, પરંતુ એમની કેટલીક વર્તણૂકો અસામાન્ય હોય છે. આવા દર્દીઓ કોઈને મળતા નથી, સ્નાન કરતા નથી, અકલા બડબડ કરતા રહે છે. સ્કીઝોફ્રેનિયાના કોનિક દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા જરૂરી હોય છે. તેમને ઝાડા-પેશાબનું ભાન હોતું નથી. તેઓ ખૂન કે આપઘાત પણ કરી શકે છે. સ્કીઝોફ્રેનિયાના દર્દીઓને સતત ભ્રમ-વિભ્રમ થતો રહે છે. અમને જાતજાતના અવાજો સંભળાય છે. સ્કીઝોફ્રેનિયાના દર્દીઓને અમ લાગે કે અને કોઈક જાણીતી કે અજાણી વ્યક્તિ હેરાન કરે છે. કેટલાક દર્દીઓને રનિંગ કોમેન્ટ્રી સંભળાય છે, જે અની વર્તણૂક વિશે સતત કોમેન્ટ કરે છે. દાખલા તરીકે દર્દી બોલપેન ઉપાડે તો પેલો અવાજ એને એમ કહેતો સંભળાય કે પેન કેમ ઉપાડે છે? આ સાંભળીને દર્દી ગભરાઈને પેન મૂકી દે. દર્દીનું આ વર્તન જોનારને આવું વર્તન અસંગત લાગે, કારણ કે એને ખબર નથી હોતી દર્દીએ પેન શા માટે મૂકી દીધી છે.

App Store

સાન્તા કલોસને બાય બાય!

ક્રિસમસ અટલે સાન્તા ક્લોસ અને સાન્તા ક્લોસ અટલે ક્રિસમસ. આ સમીકરણ દુનિયાભરના ખ્રિસ્તીઓ અને, બિનખ્રિસ્તીઓના દિમાગમાં સજ્જડપણે બેસી ગયેલું છે પણ ક્રિસમસને સાન્તા ક્લોસ સાથે કશી જ લેવાદેવા નથી, જર્મનોનું એક જૂથ કહે છે, 'સાન્તા ક્લોસ તો ક્રિસમસના ગંદા વ્યાપારીકરણનું પ્રતીક માત્ર છે, બીજું કશું જ નહીં.' પચ્ચીસમી ડિસેમ્બરે સૌ માટે ભેટસોગાદો લાવનાર સેન્ટ નિકોલસ છે, સાન્તા ક્લોસ નહીં. સેન્ટ નિકોલસનો આ પારંપરિક સંદર્ભ છે. લાલ કપડાંવાળા અને સફેદ દાઢીવાળા સાન્તા કલોસ તો અંગ્રેજીભાષી દેશોની ઊપજ છે! આ સચ્ચાઇની યાદ અપાવવા માટે જર્મની અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારને 'સાન્તા ફ્રી ઝોન' તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. અહીંની ગલીએ ગલીએ પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતા અને લોકોને પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા હતા. આ બધામાં એક જ વાત લખી હતી. મહેરબાની કરીને સેન્ટ નિકોલસનું સ્મરણ કરો. સાન્તા ક્લોસને ભૂલી જાઓ! થોડા વર્ષો પહેલાં પૂર્વ ઓસ્ટ્રિયાના સેન્ટ વોલ્ફગેન્ગ નામના નગરની બજારમાં તો સાન્તા ક્લોસના ચિહ્નવાળી તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. 'ફ્રેન્કફર્ટર નિકોલસ ઇનિશીઍટીવ્સ' નામની સંસ્થાના પ્રવક્તા બેટિના શેડ કહે છે, ''ભૌતિકવાદને મળી રહેલું ઉત્તેજન, ભેટસોગાદો ખરીદવા માટેનું ગાંડપણ અને પેલા લાલ કપડાંવાળા દાઢીધારી મહાશય - અમે આ સૌનો વિરોધ એટલા માટે કરીએ છીએ કે તેના લીધે ક્રિસમસની મૂળભૂત અર્થ અને સત્ત્વશીલ ભાવના મરી પરવારી છે. ક્રિસમસના ઉદ્ભવનું ધાર્મિક માહાત્મ્ય હાંસિયામાં ધકેલાઈ ગયું છે.

રશિયા - યુરોપમાં ચુંબનનો પ્રોટોકોલ

યુરોપમાં કોઈ પણ દેશના બે યુરોપિયન નેતા મળે છે તો સ્ત્રી-પુરુષ મળતા હોય તો બન્ને ગાલ ઉપર એક એક ચુંબન કરે છે. યુરોપમાં નેતાઓ ચુંબન કરે તેનો પણ પ્રોટોકોલ (નિયમ) હોય છે. રાણીના હાથને ચુંબન કરવાનો અમુક જણને જ હક્ક છે. બે નેતાઓ ચુંબન કરે ત્યારે સૌ પ્રથમ જમણા ગાલે ચુંબન કરવાની અને મોઢું હોઠથી થોડે દૂર રાખવાનું હોય છે. બેલ્જિયમમાં અને હોલેન્ડમાં બે દેશનેતાઓ મળે ત્યારે બે ગાલે ચુંબન કરે છે. ઉપરાંત કપાળ ઉપર પણ ચુંબન કરે છે. યુરોપમાં ચુંબનનું મહત્ત્વ ફ્રાંસમાં સૌથી વધુ છે. ફ્રાંસમાં પણ દરેક વિસ્તાર મુજબ ચુંબનોની સંખ્યા વધુ-ઓછી હોય છે. દક્ષિણ ફ્રાંસનાં લોઇર પ્રદેશના બે ફ્રેન્ચ નેતા મળે તો બે ગાલ ઉપર બે ચુંબન કરે છે. ઉત્તર ફ્રાંસમાં બે નેતા મળે ત્યારે ત્રણ ચુંબનો કરે છે અને પેરિસ શહેરમાં તો ચાર-ચાર ચુંબનો ચોડી દેવાય છે. પેરિસમાં 'સ્ટોક' કંપનીએ તો ત્રણસો પાનાનું ચુંબન અંગેની આચાર સંહિતા દર્શાવતું પુસ્તક પ્રગટ કર્યું છે. કેવા કેવા પ્રસંગે કેવી પપ્પીઓ કરી શકાય તેવું વર્ણન આ પુસ્તકમાં છે. ચુંબન રશિયા કે યુરોપમાં જાય તો કયા કયા નેતા કે નેતાની પત્નીને ચુંબન કરવું તેની માહિતી અગાઉથી પ્રોટોકલ ખાતું આપે છે. જાપાનમાં જ ચુંબનની કોઈ સમસ્યા નથી, કારણ કે જાપાનની ભાષામાં તો ચુંબન, પપ્પી કે કીસ જેવો કોઈ શબ્દ નથી.