Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Traders demand SEBI investigation, alleging speculation behind turmeric boom!

Business Plus: હળદરમાં તેજી પાછળ સટ્ટાખોરીના આક્ષેપ સાથે વેપારીઓની સેબી પાસે તપાસની ઉદ્દભવેલી માંગ!

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: હળદરમાં તેજી પાછળ સટ્ટાખોરીના આક્ષેપ સાથે વેપારીઓની સેબી પાસે તપાસની ઉદ્દભવેલી માંગ!
સોર્સ : GSTV

- કોમોડિટી કરંટ

App Store

ગયા અઠવાડિયે ઇઝરાયલ તથા લેબનોન સીઝફાયરની ઘોષણાથી મધ્ય-પૂર્વ એશિયામાં શાંતિ સ્થપાશે તેવી અપેક્ષાને લીધે કાચા તેલમાં ઘટાડો થવાના અને સોના-ચાંદી તેમજ એગ્રી કોમોડિટીઝમાં નિકાસ માંગ ખુલવાની ધારણાઓ વધતાં બજારોમાં તેજીનો ચમકારો રહેશે તેવી વકી છે. આજકાલ ચીન, બાંગ્લાદેશ સહિત પાડોશી દેશો તેમજ ખાડી અને યુરોપ-અમેરિકા તરફથી માંગ વધશે તેવી આશા બંધાઈ છે. જો કે ચીને અગાઉ ભારતીય ટુકડી ચોખાની અનેક ખેપો રિજેક્ટ કર્યા બાદ હવે લીલી ઝંડી આપતાં ટુકડી ચોખાની નિકાસ પ્રક્રિયા ધીરે ધીરે આગળ વધી રહી છે. ભારતીય ચોખા સૌથી સસ્તા છે પરંતુ શિપમેન્ટ ખર્ચ પચાસ ટકા ઉપરાંત વધી ગયા છે. સાથે સાથે કન્ટેનરના ભાડાં પણ વધી જતાં પડતર વધુ છે. તેમ છતાં ચીનની સાથે સાથે પશ્ચિમી એશિયામાં ભારતીય ચોખાની નિકાસ વધી રહી છે.

જો કે વર્ષ ૨૦૨૫ની સાપેક્ષે વર્ષ ૨૦૨૬માં ભારતીય કૃષિ પેદાશોની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નિકાસ ઠપ્પ થવાને કારણે દેશમાં અનાજનો સ્ટોક ત્રણેક ગણો વધી ગયો છે. કેન્દ્ર સરકારના અહેવાલો પ્રમાણે હાલમાં દેશમાં ઘઉંનો ૨૨૨ લાખ મેટ્રિક ટન અને ચોખાનો ૩૮૦ લાખ મેટ્રિક ટન મળીને કુલ ૬૦૦ લાખ મેટ્રિક ટન ઉપરાંતનો સ્ટોક ઉપલબ્ધ છે. અનાજ તથા મસાલા દેશમાં ચિંતાનું કારણ નથી પરંતુ ખાદ્યતેલો તથા દાળોનો ઇસ્યૂ આજે પણ સરકાર માટે શિરદર્દ સમાન છે. ઇન્ડોનેશિયા, મલેશિયા, રશિયા, યુક્રેન, આર્જેન્ટીના તથા બ્રાઝીલ જેવા દેશોમાંથી ખાદ્ય તેલોની આયાત સતત ચાલુ હોવાને કારણે દેશમાં સપ્લાય સ્થિર રહ્યો છે.

મસાલા ચીજોમાં ખાસ કરીને ધાણામાં તેજીના જુવાળ સાથે સાથે હવે હળદર તથા જીરામાં પણ તેજીનો ખેલ શરૂ થયો છે. ગયા અઠવાડિયે શભઘઈઠ ઉપર હળદરના ભાવમાં સટ્ટાબાજી તથા અનિયમિતતાના ગંભીર આરોપો બહાર આવ્યા છે. વેપારીઓએ નિજામાબાદમાં સ્પોટ રેટની તપાસ કરવા સેબીને રજૂઆત કરી હોવાનું ચર્ચામાં છે. કૃત્રિમરૂપથી પ્રિમીયમ ક્વોલીટીના ભાવો વધારીને દેખાડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો છે. કેટલાક સટોડિયા તથા વેપારી કાર્ટેલ સાથે મળીને તેજીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. વાયદા તથા હાજર બજારના ભાવોમાં નોંધપાત્ર તફાવત હોવાથી આ બાબતે સઘન તપાસની વ્યાપક માંગ ઉઠી છે. ડિમાન્ડ તથા સપ્લાયમાં તફાવતનું કારણ દર્શાવીને ભાવો ૧૩૦૦૦થી ૧૭૦૦૦ સુધી ઉંચા લઇ જવામાં આવ્યા હોવાની રાવ છે. હળદર ઉત્પાદન વિસ્તારો મરાઠાવાડા, સાંગલીમાં માવઠાને કારણે પાકને ભારે નુકશાન થયું હોવાના અહેવાલો મીડીયામાં ફેલાવીને કૃત્રિમ અછત ઉભી કરી તેજીની કાર્ટેલ ઉભી કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. વાસ્તવમાં હળદરના હાજર બજારોમાં મોટાપ્રમાણમાં આવકોનું પ્રેસર જોવા મળતાં તેજી સંદર્ભે અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક આવક વિવિધ સેન્ટરો ઉપર છે. જેનાથી સમગ્ર મામલે કાર્ટેલ બનાવી કિંમતોમાં હેરાફેરી થઇ રહી હોવાની આશંકા છે. સ્પોટ પોલિંગ પ્રાઇસીંગમાં સટ્ટાબાજી થવાની શંકાને લીધે વેપારીઓએ સ્પોટ પોલિંગ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. હળદરમાં ઓછી નિકાસ માંગ, વધુ આવકોનું પ્રેસર તથા સ્ટોકને લીધે ભાવોમાં સુસ્તી છે. હળદરની ડિલેવરી કોન્ટ્રાક્ટ સ્પેસિફિકેશન પ્રમાણે નહિ થતી હોવાની પણ ઉઠેલી વ્યાપક રાવને કારણે સમગ્ર મામલે ઊંડી તપાસ થાય તે જરૂરી બન્યું છે.

દરમ્યાન જીરામાં પણ આ વર્ષે અપેક્ષિત ઉત્પાદન નહિ હોવાને કારણે ગત વર્ષની સરખામણી ઊંઝા બજારમાં જીરાની આવકોનું પ્રમાણ નોંધપાત્ર ઓછું નોંધાયું છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે જીરામાં હાલમાં નબળી ગુણવત્તાનો ઇસ્યૂ છે. પીક સીઝન છતાં આવકો પૂરતા પ્રમાણમાં નથી.