Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : This face oil is best for natural glow

Sahiyar : નેચરલ ગ્લો માટે બેસ્ટ છે આ ફેસ ઓઈલ: જાણો કયું તેલ તમારી સુંદરતામાં કરશે વધારો?

Timeછેલ્લું અપડેટ : 03 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : નેચરલ ગ્લો માટે બેસ્ટ છે આ ફેસ ઓઈલ: જાણો કયું તેલ તમારી સુંદરતામાં કરશે વધારો?
સોર્સ : gstv

દરેકે દરેક રસોડામાં તેલનું અદકેરૂ સ્થાન હોય છે.  ભારતીય ભોજનમાં તેલનો ઉપયોગ પણ છૂટથી થતો હોય છે. આજે આપણા દૈનંદિન જીવનમાં ભોજન સ્વરૂપે વપરાતા તેલના ઉપયોગથી સુંદરતા વધારવાના કેટલાક ઉપાય જાણીએ.

App Store

* આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવા શુદ્ધ નાળિયેરીના તેલમાં બદામનું તેલ મેળવી તેને આંખ નીચે લગાવવું. અને  હળવા હાથે મસાજ કરો

* સવારે નાહ્યા બાદ આખા શરીરે ઓલિવ ઓઈલ લગાડવાથી ટેનિંગની સમસ્યા હળવી થાય છે અને કાળા ડાઘ-ધબ્બા પણ ઘટી જાય છે.

* નાળિયેરના તેલને દરરોજ ચહેરા પર લગાડવાથી ચહેરાની કરચલી દૂર થાય છે તે માટે રાત્રે સૂતી પહેલા ચહેરો સાફ કરી તેના પર થોડુંક કોપરેલ તેલ લગાડી સૂઈ જાવ. આ કોપરેલ તેલમાં એન્ટી એજિંગ તત્ત્વો હોવાથી ચહેરા પર કરચલી નહીં પડે.

* કોણી અને ત્વચા જો કાળી પડી ગઈ હોય તો થોડીક સાકરને ઓલિવ ઓઈલમાં ભેગી કરી તે તેલથી પાંચ મિનિટ ત્વચા પર માલિશ કરો. ત્વચાનો રંગ ખીલી જશે.

* સૂકા અને ફાટેલા હોઠોને મુલાયમ બનાવવા રોજ રાત્રે ઓલિવ ઓઈલથી હોઠો પર મસાજ કરો. તમારા હોઠ કોમળ બનશે.

* જેમના હાથના નખ વધતા નથી હોતા કે તૂટી જવાની સમસ્યા થતી હોય છે તેઓએ આ સમસ્યાથી મુક્ત થવા  ઓલિવ  ઓઈલને નવશેકું ગરમ કરો. તેમાં પાંચ મિનિટ આંગળીઓ બોળી રાખ્યા બાદ તેનાથી હાથ અને નખ પર માલિશ કરવું.

* કોપરેલ તેલને તમે મેકઅપ રિમૂવલ તરીકે પણ વાપરી શકો છો. તે માટે મેકઅપ ઉતારતી વખતે આખા ચહેરા પર કોપરેલ તેલ લગાડીને એક રૂને પાણીમાં ભીનું કરી નીચવીને હલ્કા હાથોથી ચહેરો સાફ કરો. આમ કરવાથી મેકઅપ સહેલાઈથી ઉતરી જશે અને ચહેરો પણ મુલાયમ બનશે.

* જો તમારા વાળ શૂષ્ક અને ખરબચડા હોય તો એક કેળાનો માવો કરી તેમાં ૩ ચમચી દૂધ અને એક ચમચી ઓલિવ ઓઈલ મેળવી આ મિશ્રણને વાળમાં અડધો કલાક રહેવા દો અને પછી વાળ ધોઈ નાંખો.

* સૂકી ત્વચાથી છૂટકારો મેળવવા મલાઈમાં સંતરાનો રસ, ગુલાબજળ અને ઓલિવ ઓઈલ નાખી મિશ્રણ તૈયાર કરો અને ચહેરા પર લગાડો. તે સૂકાઈ જાય એટલે ચહેરો ધોઈ લો.

* માથાના ખોળા અને બે મોઢાવાળા વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા કોપરેલ તેલમાં મીઠા લીમડાનાં પાન, ખસખસ, સૂકા લીમડાના પાન, સૂકાયેલા લીંબુ અને કાળા તલ નાંખી તેને નવશેકું ગરમ કરો. આ તેલને પખવાડિયા સુધી રોજ સૂર્યપ્રકાશમાં રાખો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરો અને વાળમાં નાંખો. આનાથી વાળ કાળા મુલાયમ અને સ્વસ્થ પણ બનશે.

* ચહેરા પર કરચલી પડી ગઈ હોય  તો  તો એક ચમચી ઓલિવ ઓઈલમાં લીંબુનો રસ મેળવી અઠવાડિયામાં ત્રણ દિવસ આ મિશ્રણ ચહેરા પર લગાડો. તેનાથી કરચલી ઓછી થશે.

નોંધ: આ લેખ ફક્ત તમને જાગૃત કરવાના હેતુ માટે છે. સ્વાસ્થ્ય સમસ્યા અથવા તબીબી સ્થિતિ સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.