Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The price of lithium used in electric vehicles will be seen hitting highs and lows with lopsided fluctuations!

Business Plus: ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાતા લિથિયમના ભાવ ઊંચા મથાળે બેતરફી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળશે!

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: ઈલેક્ટ્રિક વાહનોમાં વપરાતા લિથિયમના ભાવ ઊંચા મથાળે બેતરફી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળશે!
સોર્સ : GSTV
દેશમાં તથા વિદેશોમાં તાજેતરના વર્ષોમાં ઈલેક્ટ્રીક વાહનોની બજારનું કદ વધ્યું છે તથા આ ક્ષેત્રનો વ્યાપ વધતો જોવા મળ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોની બેટરીમાં વપરાતા લીથીયમની બજારનું કદ પણ તેના પગલે વધતું જોવા મળ્યું છે. આવા લીથીયમના બજાર ભાવ આશરે ૫૦ ટકા વધી તાજેતરમાં ઉંચામાં બે વર્ષની ટોચે પહોંચી ગયા હતા તથા આ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ આ વર્ષે ભાવમાં વધુ વૃદ્ધી થવાની શક્યતા જણાઈ રહી છે. જોકે ડિમાન્ડ તથા સપ્લાયની પરિસ્થિતિ ઉપરાંત ઈરાન તથા અમેરિકા વચ્ચે વોરની સ્થિતિ કેવો વળાંક લે છે તેના પર પણ લીથીયમ બજારની હવે પછીની ચાલનો આધાર રહેશે એવું બજારનો અમુક વર્ગ જણાવી રહ્યો છે. આ વર્ગના જણાવ્યા મુજબ નજીકના ગાળામાં લીથીયમના ભાવ ઊંચા મથાળે બેતરફી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળશે અને ત્યાર પછી ઈલેક્ટ્રીક વાહનોની માગ ફરી ઊંચી જશે તથા તેના પગલે લીથીયમના ભાવ ફરી વધતા જોવા મળશે એવી ગણતરી પણ જાણકારો બતાવી રહ્યા હતા. આ ક્ષેત્રના તજજ્ઞોના જણાવ્યા મુજબ લીથીયમમાં ડિમાન્ડ તથા સપ્લાય વચ્ચેનો તફાવત ઘટી રહ્યો છે એ જોતાં આ વર્ષે ભાવ વૃદ્ધી સિમિત રહેવાની શક્યતા જણાય છે. વર્લ્ડ બેન્કના કોમોડિટીઝ માર્કેટ આઉટલુકમાં જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે કલીન એનર્જી ટેકનોલોજીઝ ક્ષેત્રે ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર તેમ જ ડિફેન્સ-રિલેટેડ ટેકનોલોજીસ ક્ષેત્રે પણ ઈન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે એ જોતાં લીથીયમ જેવા ક્રિટીકલ મિનરલ્સની માગ ઊંચી રહેવાની ગણતરી બતાવાઈ રહી છે.
App Store

ડેટા સેન્ટર એનર્જી સ્ટોરેજ ક્ષેત્રે લીથીયમની માગ વધી રહી છે તથા આગામં પાંચ વર્ષમાં આ ક્ષેત્રે લીથીયમની માગમાં ૭૦થી ૮૦ ટકાની વૃદ્ધી થવાનો અંદાજ તજજ્ઞો બતાવી રહ્યા હતા. હકીકતમાં લીથીયમનો વપરાશ હવે માત્ર ઈલેક્ટ્રીક વાહનોની બેટરી પૂરતો સિમિત રહ્યો નથી અને હવે નવા-નવા ક્ષેત્રે લીથીયમની માગ વધતી જોવા મળી રહી છે એવું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ૨૦૨૬ના વર્તમાન વર્ષમાં ચાઈનીઝ લીથીયમ કાર્બોનેટ (૯૯.૫૦ ટકા)ના વાર્ષિક સરેરાશ ભાવ ટનના ૧૬૭૦૦ ડોલર આસપાસ રહેવાનો અંદાજ તજજ્ઞો બતાવી રહ્યા છે. હાલ લીથીયમ કાર્બોનેટના ભાવ ટનના ૧ લાખ ૭૭ હજાર યુઆન (ચાઈનીઝ કરન્સી) રહ્યા છે. તથા ડોલરના સંદર્ભમાં આ ભાવ ૨૫૬૦૦થી ૨૫૭૦૦ ડોલર આસપાસ રહ્યા છે. જ્યારે લીથીયમ હાઈડ્રોકલાઈડના ભાવ ડોલરના સંદર્ભમં ટનના ૨૦૬૦૦થી ૨૦૭૦૦ ડોલર આસપાસ રહ્યા છે. લીથીયમ હાઈડ્રોકસાઈડ લીથીયમ કાર્બોનેટમાંથી મળે છે તથા આવું લીથીયમ હાઈડ્રોકસાઈડ ઈલેક્ટ્રીક વાહનો ઈવીની બેટરીમાં વપરાય છે.

દરમિયાન, સ્ટેશનથી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ ક્ષેત્રે ગ્રોથ વધ્યો છે તથા સામે માગ વૃદ્ધીને પહોંચી વળવા ચીન દ્વારા ઉત્પાદન પણ વધારવામાં આવી રહ્યું હોવાના વાવડ મળ્યા હતા. આ દરમિયાન ઈવી વાહનોની માગ વધી છે તથા યુરોપ અને નોર્થ અમેરિકામાં  ક્લીન એનર્જી તરફ પંસદગી વધી રહી છે  એ જોતાં આ વિવિદ મુદ્દાઓ હવે પછી લીથીયમના બજાર પર અસર કરતાં જોવા મળશે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે લીથીયમનું માઈનિંગ તથા પ્રોસેસીંગ અમુક દેશોમાં જ થઈ રહ્યું છે એ વાત પણ બજારની આગામી ચાલ માટે મહત્ત્વની ગણાય છે. દરમિયાન, માઈનિંગ ક્ષેત્રે તાજેતરમાં લીથીયમનું ઉત્પાદન ઘટયું છે. આવા મોહાલમાં સપ્લાય ડેફીસીટની ભીતિ પણ જાણકારો બતાવી રહ્યા છે.