Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The hunger for power and the rise of fascism

Shatdal : સત્તાની ભૂખ અને ફાસીવાદનો ઉદય: કેવી રીતે બેનિટો મુસોલિની લોકશાહીનો હત્યારો અને વિશ્વનો ખતરનાક ખલનાયક બન્યો

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal : સત્તાની ભૂખ અને ફાસીવાદનો ઉદય: કેવી રીતે બેનિટો મુસોલિની લોકશાહીનો હત્યારો અને વિશ્વનો ખતરનાક ખલનાયક બન્યો
સોર્સ : gstv

- દિનેશ દેસાઈ

App Store

પ્રમાણમાં ઓછી ઊંચાઈ પરંતુ ભરાવદાર શરીર ધરાવતા એક ખતરનાક ખલનાયકની અહીં વાત કરવામાં આવે છે. પૃથ્વી પરના જીવંત-પિશાચ એલ્કોલ્ફ હીટલરની જેમ જ મુસોલિનીએ અભ્યાસ અધૂરો મુક્યો હતો પરંતુ પાશ્ચાત્ય દેશોમાં ફરજિયાત છે. તેઓ ૧૦મા ધોરણ સુધીનો અભ્યાસ તેણે કર્યો હતો, તેથી પ્રાથમિક શાળામાં તેને નોકરી મળી ગઈ. તેમાં બાળકોને બાળપણથી જ સદવિચાર, સદાચાર, અને પ્રભુક્તિના પાઠ ભણાવવામાં આવે છે. જે આ માથાફરેલ યુવાનને ગળે ઉતરે તેમ જ ન હતા. તેણે શિક્ષકની નોકરી છોડી લુહારી કામમાં જોડાયો, કડીયા કામ પણ કર્યું પરંતુ ૧૦માં ધોરણ સુધીમાં પણ ભણવતા મહાન રોમન સામ્રાજયના વિચારો તેના મગજમાં ઘૂમરાતા રહ્યાં. તેને મહાન રોમન સામ્રાજયમાં તો દીવાસ્વપ્નો આવતા હતાં. તેવામાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ઈટાલી, ફ્રાંસ અને ઈંગ્લેન્ડનાં સાથી રાષ્ટ્રો સાથે જોડાયું. અમેરિકા પણ પછીથી જોડાયું. આ વિશ્વયુદ્ધે વિશ્વનો નકશો બદલી નાખ્યો. પરંતુ પછી જે 'ભાગ-બટાઈ' થઈ તેમાં ઈટાલીને નજીવો લાભ મળ્યો તેથી ઇટાલિયનો કિન્નાયા હતા. દરમિયાન યુવાન મુસોલિની સમાજવાદી પાર્ટીનો સભ્ય બન્યો. તેની ઉપર કોઈ વોરન્ટ નીકળશે તે ભયે તે નાસીને સ્વિઝર્લેન્ડ ચાલ્યો ગયો. કારણ કે તેની પાર્ટી સમાજવાદી પાર્ટીએ તોફાનો શરૂ કર્યાં હતાં.

તે સ્વિઝર્લેન્ડમાં હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું તે જાણી તેણે માતાને તાર કર્યો. મારી જરૂર છે ? માતાએ મુસોલિની તેને જવાબ મોકલ્યો: 'ના ! બિલકુલ નહીં.' હવે બધું થાળે પડી ગયું છે, તેમ લાગતાં મુસોલિની પાછો મિલાન પહોંચ્યો ત્યાં 'પોપોલો દ' ઈટાલિયા' (પીપલ ઓફ ઈટાલી) નામક અખબાર શરૂ કર્યું અને યુવાનોને એકત્રિત કરવા સાથે આગ ઝરતાં ભાષણો કર્યાં. યુવાનોનાં મગજમાં ઠસાવી દીધું કે ઈટાલીને ગંભીર નુકસાન થયું છે તેને નાનો ભાગ જ મળ્યો છે. તેણે એક સંસ્થા સ્થાપી તેનું નામ રોમન સામ્રાજ્યમાં રાજય ચિન્હના ભાગરૂપ તેવા 'ફેસકેસ' (લાકડાની પેટ્ટીઓનો જથ્થો) જેની ઉપર કુહાડી રહે છે તો ઉપરથી પાર્ટીનું નામ 'ફસી' રખાયું તેણે તેના સભ્યોને કાળું શર્ટ પહેરવા અનુરોધ કર્યો. પાર્ટીનું પ્રતીક પણ રોમન સામ્રાજયના ગરૂડનાં પ્રતીક સમક્ષ રાખ્યું.

બીજી તરફ યુવાનોમાં બેકારી બેફામ વધી રહી હતી. તેઓ બેનિટોના આગ ઝરતાં ભાષણોથી અંજાઈ ગયા હતા. તેઓએ જ તેને 'ઈલ-ડયુસ' (નેતા)નો ખિતાબ આપી દીધો. તેણે કહ્યું : 'લીમ ડેન્જરસલી' આ સાથે તેણે બીજું ડીકરમ આપ્યું. 'ક્રેકીંગ-વ્હલ્સ-ઓફ-ધી-શેરિયર ઓફ હીસ્ટ્રી' શેલ હેવ ટુ ધી ઓઈલ્ડ વિથ બ્લડ (ઈતિહાસના રથનાં કીચુડ-કીચુડ થતાં પૈંડામાં લોહીનું તેલ પૂરવું પડશે.) ૧૯૨૧ સુધીમાં તો 'ફાસી' જૂથની સંખ્યા ૩ લાખ ઉપર પહોંચી. તેણે 'ઓર્ગેનાઇઝેશન દ પોપેન્ટીયર રીવોલ્યુશનરી અવાજો' (ઓવરા) ઊભું કર્યું. યુવાનો તેની પાછળ પાગલ બન્યાં. તેઓ તેને 'ઈલ-ડયુસ' (નેતા) કહેવા લાગ્યા. મિલાનથી તે સંસ્થા જુદા જુદા શહેરોમાં પણ શરૂ થઈ.

તે સમયે ઈટાલીમાં સામ્યવાદીઓ અને સમાજવાદીઓ પણ મોટી સંખ્યામાં હતા. તેમની સાથે ફાસિસ્ટ રીતસર યુદ્ધે ચઢ્યા. ઈટાલીમાં ઠેર ઠેર સ્ટ્રીટ ફાઈટસ શરૂ થઈ ગઈ. દેશમાં અંધાધૂંધી અને અરાજકતા જેવું હવામાન પ્રસરી રહ્યું. હવે મુસોલિનીએ મિલાનથી રોમ સુધી કૂચ લઈ જવા નિર્ણય કર્યો. (ઓક્ટો. ૧૯૨૨)

ઈટાલી તે સમયે રાજાશાહી રાજ્ય હતું. રાજા ઈમેન્યુઅલ બીજો ખરેખરો ગભરાયો. મુસોલીની રોમ પહોંચ્યો માટે તેને બોલાવી વડાપ્રધાન પદે નિયુક્ત કર્યો. ઈટાલીની સંસદના 'ડેપ્યુટીઝે' (સાંસદોએ) પણ તે સ્વીાકર્યું. તેમે શરત મુકી કે જો ઈટાલીને ફરી મહાન બનાવવું હોય તો મને સર્વ સત્તા આપવામાં આવે, તો જ હું વડાપ્રધાનપદે રહેવા તૈયાર છું. તે જાણતો જ હતો કે અત્યારે દેશમાં જે અંધાધૂંધી પ્રસરે છે તેથી તેને સર્વસત્તા મળી જ જશે. જે આપવામાં પણ આવી. સૌથી પહેલું કામ તેણે ઈટાલીને મીલીટરી સ્ટેટ બનાવવાનું શરૂ કર્યું. ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી. હવે ફાસ્સીટને તો છૂટ્ટો દોર મળી ગયો. તેઓ સામ્યવાદીઓ અને સમાજવાદીઓ તથા અવામપંથીઓ (મધ્ય માર્ગીઓ)ની સામે પડયા. તેમ લખતાં ઈતિહાસકાર ઈ. લિપ્સને તેમના ઈતિહાસ ગ્રંથ 'યુરોપ ઈન ધી નાઈન્ટન્થ એન્ડ સેન્ટીમથ સેન્ચ્યુરી'માં લખ્યું છે કે, આ ફાસીસ્ટ ખૂન પણ કરી નાખે તો પણ તેમની ઉપર પગલાં લેવાનાં નહીં. તેઓએ ડીક્ટેક્ટરની વ્યાખ્યા આપતાં કહ્યું છે, 'સ્પિરિટ ઓફ રેસ્ટલેસનેસ કેવિંગ ફોર એકશન એન્ડ અરજ ફોર ઈમ્પોઝિંગ વન્સ પર્સનાલિટી ઓન એવરી ઈવેન્ટસ ઈઝ ધી બ્રાન્ડ ઓફ ડીરેક્ટેરશિપ.'

ફાસીસ્ટ ઉપર ઈટાલીમાં કાનૂની કાર્યવાહી જ ન થઈ શકતી ત્યાં સજાની વાત જ ક્યાં થઈ શકે ?

મુસોલિનીએ ઈટાલીને મહાન બનાવવા સંસ્થાનવાદ શરૂ કર્યો. ઉન આફ્રિકામાં ઈથોપિયા, અને મોરોક્કો બે જ સ્વતંત્ર રાજ્યો હતાં. ઈથોપિયા ઉત્તર આફ્રિકાના પૂર્વ ભાગે આવેલું હતું. તેમાંથી બ્રિટને અને ફ્રાંસે કેટલોક સમુદ્ર રાતા સમુદ્ર તટનો વિસ્તાર લઈ લીધો હતો. તેનું મહત્વનું બારૃં જીબુટી ફ્રાંસના હાથમાં હતું. ઉત્તર સોમાલિયા, બ્રિટનના હાથમાં હતું. દક્ષિણનો ભાગ, ઈટાલીના હાથમાં હતો. તેણે ઈથોપિયા સાથે હરારેના પાણીના કુવામાંથી પાણી ખેંચવાના ઊભા કરેલા મુદ્દાએ યુદ્ધ કરી ૧૯૩૬માં ઈથોપીયા ઉપર કબ્જો જમાવી દીધો.

ઉત્તરે જર્મનીમાં ચેડોલફ હીટલર સર્વેસર્વા હતો. તેણે જાપાન સાથે મેન્ટી-કોમિન્ટશન (મેન્ટી કોમ્યુનિસ્ટ) સંધિ કરી. ઈટાલી હવે તેમની સાથે જોડાયું અને જર્મની, જાપાન તથા ઈટાલીની ધરી રચી.

ઝેકોસ્લોવાકિયાની સુડેસ પર્વતમાળામાં રહેતા જર્મનોની રક્ષા માટે હીટલરે આક્રમણ કરી તે પ્રદેશ લઈ લીધો, ત્યારે બ્રિટન સફાળું જાણ્યું. છેવટે ફ્રાંસ, બ્રિટન, જર્મની અને ઈટાલી વચ્ચે ૨૯મી સપ્ટે. ૧૯૩૮માં મ્યુનિયમાં શાંતિ સમજૂતી થઈ તેમાં મુસોલીનીએ ઈટાલી માની હસ્તાક્ષર કર્યા.

શાંતિ સમજૂતી ટકે તેમ ન હતી. છેવટે ૧લી સપ્ટેમ્બર ૧૯૩૯ના દિને હીટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. વિશ્વ ફરી એકવાર યુદ્ધમાં હોમાઈ ગયું. દ્વિતીય વિશ્વ યુદ્ધે તો જગતનો ઈતિહાસ બદલી નાંખ્યો.