Sahiyar : વાચકની કલમ

ક્યાં ખોવાઇ ગઇ તું?
વરસોનો સાથ આપીને
ક્યાં ખોવાઇ ગઇ તૂં?
શોધી વળ્યો છે શહેર- શેરીઓ
વન-વગડે ને કેદ ગુફાઓ
ક્યાંયે સગજ તારા નથી
ક્યાં ખોવાઇ ગઇ તૂં?
રથના પૈડા ખંડિત કરીને
ક્યાં ખોવાઇ ગઇ તૂં?
ગાંડો બન્યો છું તૂ જ સાથ વિના
હવે, ક્યારે મળીશ તૂં મુજને?
ઇશ્વરને પ્રાથુ છું આજ દિલથી
ખોવાઇલાને તૂ જ પાસ રાખે.
આશા રાખું છું
દિલથી આજે પ્રભુને
મારી તમન્ના તૂ પૂરી કરજે આજે
સી.જી. રાણા (ગોવા)
કોમળ કાંટા
બહુ કતલ કરી
મૈદાન-એ-દિલમાં
બસ મ્યાન હવે
તલવાર કરો જતનથી અમે
સાચવ્યું છે એને
એ જિગરને
ન ખુવાર કરો
બે આંખો તો
આપી છે ખુદાએ
મિલાવી સાથે અમારી
બેની એને ચાર કરો
તરસ્યો છું પણ
હેલ નહીં પી જાઉં
બસ ગાગરમાંથી
થોડી ધાર કરો
સુંધીયે તો વાગે છે
મુલાયમ ગુલ
ગુલથી સાથે ખુદા!
કોમળ થોડા 'ખાર' કરો
મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)
મહેકતુ યૌવન
નજરથી નજર મીલાવી,
મજબુર બનાવી ગયા અમને
જમાનાનો ડર રાખી, ગભરાયા શીદ
તમારી આહમાથી ચાહનો ભાસ થતો રહે
તમારા રૂપના સંગે, યૌવન ધબકું રહે
સાથ પ્રીતમનો મળે તો શરમ શાની રહે
તમારી મધુર મુસ્કાને, પ્રેમી પાગલ બને,
એ ઘેલછાએ, કંઇક ઘાયલ થતા રહે.
વિખરાતી ઝુલ્ફે દિને અંધકાર ભાસે છે
એ અંધકારે પ્રેમની સરહદ તૂટતી રહે
દૂર કિનારેથી દિલના ધબકાર ગાજે છે,
ડૂબતા અંધકારે કિનારા દૂર લાગે છે
લોક ભલે, પ્રેમની દુખનો દરિયો ગણે,
પડે છે, પ્રેમમાં કોઇ, મહાસુખ માણતા રહે.
સી.જી. રાણા (ગોવા)
રાધા
આમ તો રાધા તને
હું ગોતું છું, વૃંદાવનમાં
પણ તું નથી મળતી બ્રીન્દાવનમાં
ગોકુળમાં ગોતી- ગોતીને થાક્યો
પણ તારા સગ ન મળ્યા ક્યાંય
ગોપીઓને પુછી- પુછીને થાક્યો
પણ તારી ખબર નથી દેતી કોઇ
છે તું ક્યાં એતો જરા મને કહે
ભલે તું આકાશ- પાતાળમાં હોય
પણ ગોતીને પાર કરીશ તને હું
જરા એકવાર નજરની સામે
આવીને તો જો તારા નામની મોરલી
વગાડતો જોવા મળીશ હું
મોરલીનો અવાજ સાંભળીને
આવી સામે તું
તો મારા મનમાં તારા નામના
ફુલ ખીલી ગયા
બસ આમ જ મળીને રહીશ તું
તો મારા મનમાં તારા પારણા ખીળી ગયા
ભાવેશ ડી. વસવેલીયા
(જેતપુર જી. રાજકોટ)
પછી હું આનંદથી જીવું
મારા લગ્ન થઇ જાય પછી,
હું આનંદથી જીવું,
લગ્ન થાય એટલે,
બાળક થાય પછી હું આનંદથી જીવું,
બાળક થાય એટલે,
એનું સ્કૂલમાં એડમિશન થઇ જાય,
પછી હું આનંદથી જીવું,
એડમિશન થાય પછી,
સ્કૂલમાં સંતાનની પહેલી રેન્ક આવે,
પછી હું આનંદથી જીવું,
સંતાનનું ભણતર પૂંરુ થાય એટલે,
એને સારી નોકરી ધંધો મળે
પછી હું આનંદથી જીવું,
સંતાનને નોકરી ધંધો મળે પછી,
એના લગ્ન થઇ જાય એટલે
પછી હું શાંતિથી જીવું,
સંતાનના લગ્ન થઇ જાય
પછી એને બાળક થાય પછી
સાલુ જીવવાની મજા આવે,
આપણે જે જે ઇચ્છતા હતા,
તે બધું થઇ ગયું, પણ સાલું પછી પછીમાં
આનંદથી જીવવાનું ભૂલાય ગયું
ને કહે 'ધરમ' સાલું
યમદૂતનું તેડું આવી ગયું.
આનંદને મુલત્વી રાખશો નહીં.
ધરમ. એમ. પ્રજાપતિ
મુગુના- લાલજી નગર
જ્યાં, તમે જ છો, મારા મોહિની!
જ્યાં લાગી છે, મોહિની, હવે,
તો તમારી કાયાની
બસ, તલપ લાગી છે ઘણી,
તમને જ પામવાની
લાગે છે એવું હવે તો આપણી દોસ્તી
બવ જામવાની
ને, વેળ પણ થઇ ગઇ છે, આપણે
બેઉએ હળવાની!
મળો, તો મન છે તમને
બસ બથમાં લઇ લઉં
તમ ગુલાબી ઓઠાને
બસ કસીને ચુમી લઉં
તમ જીવનમાં વ્યાપ્ત,
એકલતા મટાડી દઉં
તમ જીવનમાં સુખ- આનંદ જ ભરી દઉં
તમ ગળાને, હિરા- મોતી,
મંગળસૂત્રે જ સજાવું
કોરા કુંવારા હાથોને બો બસ,
સોન- સુડલે મઢાવું નમણો, તમ નાકને,
હિરલે- જડિત નથડીએ શોભાવું
ખાલી હાથે, સોન- બાજુ
બંધ જ હવે, પહેરાવું
કોમળ તમ હથેળીને,
મેદીં લાલ રંગે રંગાવું
જરી ભરેલ બનારસી સાડલે જ શણગારું
રૂપાળાં નાજુક તમ પગે,
ચાંદી- ઝાંઝરીયા પહેરાવું
સુની તમ માંગને મારાં હાથે બસ,
સિંદુરે, સજાવું
મેઘલી આ રાતે ઘી- ગોળનું
ચુરમું જ ખવરાવું
બથમાં કસી- દાબીને બસ મારે
પજખે જ સુવરાવું
બાથરૂમે લઇ જઇને,
તને ચોંટેલી પીઠી ઉતરાવું
રાતભર રાખી બથે દાબી-કસીને
મારાં નેહે નવરાવું
તમ જીવનમાં વ્યાપ્ત,
બધી એકલતા જ મટાડું
જીવનમાં કનડતા, સર્વ તમ
દુ:ખ જ બસ હટાવું
સર્વદા તમને જ્યાં,
સુખ આનંદમાં જ બસ રાખું,
આવતી દિવાળીએ તમ કુખે
રૂડો- રૂપાળો દિકરો જણાવું
વિરાજ
મારે મળવું છે તને....
તારો હાથ પકડીને કલાકો
સુધી વાતો કરવા માટે મળવું છે તને
તારી પાસેથી તારો જ સમય
માંગવા મારે મળવું છે તને...
આવે છે કેટલી બધી યાદ તારી,
એ વાત કેવા મારે મળવું છે તને...
મારે તને તારી જ ફરિયાદ
કરવા મારે મળવું છે તને...
તું શું છે મારા માટે,
એ અહેસાસ અપાવવા,
મારે મળવું છે તને...
હા, મારે સાચે જ મળવું છે
મને...મારી તારી મુલાકાતોની
વાતો કહેવા મારે મળવું છે તને
- મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)

