Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Movie scenes keep changing but dialogues make history.

Chitralok : ફિલ્મોના પડદા બદલાતા રહે છે પણ સંવાદો ઈતિહાસ રચે છે: સમયની સાથે ગુંજતા અમર શબ્દોની સફર

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : ફિલ્મોના પડદા બદલાતા રહે છે પણ સંવાદો ઈતિહાસ રચે છે: સમયની સાથે ગુંજતા અમર શબ્દોની સફર
સોર્સ : gstv

બા'બાબુમોશાય, જિંદગી બડી હોની ચાહિયે, લંબી નહીં, હદ કર દી, મોત કે ડર સે અગર જિંદા રહના છોડ દિયા તો મૌત કિસે કહતે હૈ...' ૧૯૭૧ની 'આનંદ' ફિલ્મને આજે ૫૫ વર્ષ થયા છતાં તેનો સંવાદ આજેય લાખો-કરોડ લોકોને યાદ છે. આ સંવાદ ગુલઝારે લખ્યા હતા. છતાં તેની અસર કેટલી અસરકારક છે કે સાડાપાંચ દાયકા થયા તોય એ સંવાદ લોકોમાં જીવંત છે. માત્ર સંવાદલેખક ગુલઝાર જ નહીં, પણ કાદર ખાન, પ્રકાશ કાપડિયા, આજના સંવાદલેખકો અનુસિંહ ચૌધરી, કરણ વ્યાસ, વિજય મૌર્ય, આરતી કદવ જેવી વિભૂતિઓ છે, જેમણે ફિલ્મોમાં સંવાદને એક નવી ચમક આપી છે, જે લોકોના મનમાં સતત ધબકતાં રહે છે.

App Store

તાજેતરમાં જ એકેડેમી એવોર્ડ્સમાં શાહરૂખ ખાનનો 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મનો સંવાદ 'ઈતની શિદ્દત સે મૈંને તુમ્હંે પાને કી કોશિશ કી હૈ...' ગુંજ્યો ત્યારે દર્શકોએ ઉમેળકાભેર તાળીઓના ગડગડાતથી વધાવી લીધો. આ પ્રતિષ્ઠિત સંવાદપંક્તિ ફરી દર્શકોના હૃદયમાં પ્રેમની લાગણી પ્રતિબિંબિત કરી ગઈ. આ ભાવના તો ઓસ્કારનો પીછો કરવા માટે પણ લાગુ પાડી શકે છે. આ જ ભાવનાએ સિમેમા માટે એક સત્યને ઉજાગર કર્યું- તમારી સાથે રહેવા માટે સંવાદની શક્તિ અપ્રતિમ છે, જેને કદી સમયનો કાટ સુધ્ધાં લાગતો નથી.

કેટલાંક સંવાદો તો પ્રેક્ષકોના માથામાં ભાડા વગર એટલે કે કોતરાયેલા રહે છે કે કદી ભૂંસાતા જ નથી. માત્ર વિચાર કરો ગબ્બરસિંહનો સંવાદ 'કિતને આદમી થે', શશી કપૂરનો સંવાદ 'મેરે પાસ મા હૈ,' 'મૈં અપની ફેવરિટ હૂંં'... આવા તો અનેક સંવાદો છે, જે આપણા મનમાં સતત ઘુમતા રહે છે - ધબકતા રહે છે. તાજેતરના વર્ષોમાં લેખકોએ 'કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન...' જેવા મીમ-લાયક પંક્તિઓ-સંવાદો સાથે સંવાદોની ચમકાતી યાદીમાં ઉમેરો જ કર્યો છે. 'રિશ્ક હૈ તો ઇશ્ક હૈ...' જેવા સંવાદ તો પ્રેમીજનોની પ્રેમઝલકને વધુ પ્રજવલિત બનાવે છે. ફિલ્મ-લેખક વિજય મૌર્ય કે જેમણે ગલી-બોયને ગમી જાય એવા સંવાદો લખ્યા છે. તેઓ કહે છે, 'કોઈ ફિલ્મ દેખ કે યે નહીં કહેતા, ક્યા પ્લોટ થા યા ક્યા સ્ક્રીન પ્લે થા? લોગ બોલતે હૈ, ક્યા ડાયલોગ બોલા હૈ!' આમ ડાયલોગ બરાબર યાદ રહી જાય છે અમે ઇન્ફ્લુએન્સર નથી અથવા તો સ્ટેન્ડ-અપ કોમેડિયન પણ નથી, જેઓ સતત પંચલાઈન્સ ડિલિવર કરતા હોય. સંવાદ-લેખન તો લોન-ટેનિસ જેવું છે- તે બધુ હિટ અને રિટર્ન વિશે છે. સ્ક્રીનરાઈટર્સ એસોસિયેશન દ્વારા આયોજિત સત્ર દરમિયાન લેખકોએ તેમની કામગીરી પર કોઈ પણ પ્રકારના ઘોંઘાટ વિના ચર્ચા કરી અને અમને જણાવ્યું કે સંવાદને યાદગાર કોણ બનાવે છે.

સંવાદલેખક તો એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ જેવો હોય!

ગયા વર્ષનો સૌથી વધુ વારંવાર પુનરાવર્તિત સંવાદ તો 'લાપતા લેડિઝ' ફિલ્મનો યાદગાર રહ્યો.

'ઈસ દેશ મેં લડકી લોગો કે સાથ હજારોં સાલોં સે એક ફ્રોડ ચલ રહા હૈ. ઉસકા નામ હૈ ભલે ઘર કી બહુ બેટી,' આ સાથે તેણે ઉમેર્યું, 'સંવાદો પાત્રોની દુનિયા સાથે સુસંગત હોવા જોઈએ, જેમાં ફિલ્મનો સેટ પણ આવી ગયો.'  

વિજય મૌર્ય જેમણે ગલી-બોયમાં 'મેરે બોયફ્રેન્ડ સે ગુલુ ગુલુ કરેગી તો ધોટદુંગી ના ઉસકો,' વાક્ય લખ્યંણ હતું, જે સાથે ગલી-બોય સહમત થયો હતો. ધારાવીના કેટલાક રેપ આર્ટિસ્ટ ઝોયા (અખ્તર) અને મારી સાથે બેઠા હતા અને અમે તેમની સાથ ેઆખી સ્ક્રિપ્ટ સમજાવી હતી. 'ઇસકો ઐસે બોલો, ઉસકો ઉલટ્ ાકરો- તેમણે અમારા સંવાદોમાં ફેરફાર કર્યા અને અમે તેમના માર્ગને અનુસર્યા. તેઓ બરાબર જાણતાં હતા કે સંવાદો કેવી રીતે સમાપ્ત થશે,' એમ તે કહે છે.

લેખિકા અનુસિંહ ચૌધરી કહે છે કે પ્રતીતિ મહત્ત્વની છે. 'જ્યારે મેં તું તો પ્રાઈમ નંબર હૈ... સંવાદ લખ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે દર્શકોને તે સમજાશે નહીં, પરંતુ એ તો ફિલ્મનો સૌથી વધુ ગમતો સંવાદ બની ગયો. 'સ્કેમ ૧૯૯૨' અને 'સ્કૂપ' લખનારા કરણ વ્યાસ કહે છે કે વાસ્તવિક જીવનના પાત્રો સાથે કામ કરતી વખતે સંવાદલેખક ઘણીવાર ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટની જેમ કામ કરે છે. હું રેકોર્ડ વગરના લોકોને મળ્યો, મેં હર્ષદ મહેતાના ઈન્ટરવ્યૂ વાંચ્યા અને તેમના પ્રિન્ટ ઇન્ટરવ્યૂમાં પણ તેઓ એક લાઈનર છોડી દેતા. હકીકત એ છે કે તે બચ્ચનનો અત્યંત ચાહક હતો. તે કોઈએ અમને આપેલી માહિતીનો એક ભાગ હતો.'

યહાં તો મોનોલોગ હોના હી ચાહિયે- નોટ નેસે રિલી : લેખકો કહે છેેે તાજેતરના વર્ષોમાં ઘણી ફિલ્મોમાં મુખ્ય પાત્રો માટે મોનોલોગ (એકપાત્રી નાટક) દર્શાવવામાં આવ્યા છે, જે ઘણીવાર મુદ્દાઓને મજબૂત બનાવે છે. મને શ્રીમતી (મલ્હોત્રા) માટે એકયાત્રી નાટકનો સમાવેશ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તે પોતાની બધી લાગણી વ્યક્ત કરી શકે- જેમ કે 'હાઈવે'માં આલિયા ભટ્ટનો એકયાત્રી નાટક. ફિલ્મનિર્માતા અને લેખિકા આરતી કદવ શેર કરે છે, સાથે ઉમેરે છે, પરંતુ હું મારા વિરોધમાં ઊભી રહી કારણ કે આ એવી ફિલ્મ નહોતી, જેને એકયાત્રી નાટકની જરૂર હોય. જો આપણે એક ઉમેરીએ તો આખી ફિલ્મનો અર્થ શું હશે? તેથી અમે તેનો ઉપયોગ કર્યો નથી. સંવાદલેખક વિજય મૌર્ય તો એમ પણ ઉમેરે છે કે 'ઓટીટીમાં ક્યારેક લોકો કહે છે, અહીં-તહી ગાળનો ઉપયોગ કરો અને મને તો એ ગમે છે, પણ હું તો અહીં તેને ચિન્હિત કરું છું, જો તમને ગમે તો તમે તેનો ઉમેરો કરી શકો છો, પણ સંવાદને કામ કરવા માટે ગાળના મસાલાની જરૂર નથી.' ફિલ્મોમાં શાહરૂખ ખાન, સલમાન ખાન કે હૃત્વિક રોશન હોય, તેમની ફિલ્મો તો ચાલે છે, કદી ફિલ્મો નથી ચાલતી, પણ ચોંટદારો સંવાદો અવિસ્મરણીય બની રહે છે.