Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Just making 'reels' doesn't make one a 'real' artist.

Chitralok : માત્ર 'રીલ્સ' બનાવવાથી કોઈ 'રિયલ' કલાકાર નથી બની જતું :કુશા કપિલા 

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : માત્ર 'રીલ્સ' બનાવવાથી કોઈ 'રિયલ' કલાકાર નથી બની જતું :કુશા કપિલા 
સોર્સ : gstv

વ્યાપક રીતે પ્રસિદ્ધ કોન્ટેન્ટ ક્રિયેશનમાંથી અભિનય ક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવવા સુધીની કુશા કપિલાની સફરમાં મહત્વાકાંક્ષા તેમજ સ્વ-જાગૃતિ બંનેનું પ્રતિબિંબ પડે છે. તેને 'મામલા લીગલ હૈ'ની બીજી સીઝનમાં રોલ ઓફર થયો ત્યારે આ તક અગાઉના પ્રોજેક્ટ કરતા જુદી લાગી. ઉત્સુક્તાના સ્થાને તેને પોતે તૈયાર હોવાનો અહેસાસ થયો, જે ગુણ  તેણે સભાનપણે વિકસાવ્યો હતો. અગાઉ અભિનયમાં તેનો પ્રવેશ તેની લોકપ્રિયતાના સ્વાભાવિક વિસ્તાર જેવો લાગ્યો હતો, પણ ટૂંક સમયમાં વાસ્તવિકતાએ તેને પરચો દેખાડયો.

App Store

કપિલા નિખાલસતાથી કબૂલ કરે છે કે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કોન્ટેન્ટ ક્રિયેશનમાં તેના ઉદ્ભવ જેટલી સરળ નહોતી રહી. ઓનલાઈન ભરપૂર સફળતા મેળવી હોવાથી તેણે ધારી લીધું હતું કે અભિનયનો પથ પણ એટલો જ સરળ હશે. જો કે તેને વાસ્તવિકતાનો અનુભવ થઈ ગયો. છતાં નિરુત્સાહ થવાની બદલે તેણે આ પીછેહઠમાંથી બોધપાઠ લીધો. એક ક્ષેત્રની પ્રતિભા અન્ય ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત ન પણ થઈ શકે તેવી હકીકતનો સ્વીકાર કર્યા પછી તેણે થોડો વિરામ લઈને પોતાની પ્રતિભા વિકસાવવામાં રોકાણ કરવાનું નક્કી કર્યું. એક કલાકાર તરીકેનું બિરૂદ પામવાના  ઈરાદાથી તેણે મુંબઈ સ્થળાંતર કર્યું.

પોતાની રીતે તાલીમ  મેળવવાનો આ સમયગાળો ખૂબ જ મહત્વનો હતો. કપિલાએ હેતુપૂર્વક અનેક ઓફરો નકારી દીધી, કારણ કે તેને અહેસાસ થઈ ચુક્યો હતો કે તે આવી ભૂમિકાઓને ન્યાય આપવા હજી સજ્જ નથી થઈ. તેના માટે આ નિર્ણયના મૂળ પોતાને માત્ર માર્કેટિંગ માટે પસંદ કરવામાં આવે તેવું ટાળવા માટેની ઈચ્છામાં હતા. પોતાને અભિનય પ્રતિભા નહિ પણ માત્ર સોશિયલ મીડિયાના ફોલોઈંગ માટે કાસ્ટ કરવામાં આવે તેવું તે નહોતી ઈચ્છતી. કપિલાએ સ્પષ્ટતા કરી કે આવા રોલથી તે પોતાની વિઝિબિલિટી વધારી શકી હોત પણ વિશ્વસનીયતા ન બનાવી શકી હોત, જે બાબત ઉદ્યોગમાં લાંબો સમય ટકી રહેવા માટે અત્યંત જરૂરી છે.

જોકે કપિલાના મતે ઉદ્યોગમાં ક્રમશ: પરિવર્તન આવી  રહ્યું છે. કપિલાના જણાવ્યા અનુસાર હવે લાયકાત અને તૈયારીને વધુ મહત્વ આપવામાં આવે છે. તેણે અભિનય શીખવામાં અને પોતાની કળામાં સુધારો કરવામાં સમય આપીને અભિનય ક્ષેત્રમાં સફળતા મેળવનાર ભુવન રામ અને પ્રાજક્તા કોલી જેવા ક્રિયેટરોનું ઉદાહરણ આપ્યું. એવી જ રીતે પ્રાજક્તા કોલી અને ડોલી સિંઘ જેવી હસ્તીઓએ સાબિત કર્યું છે કે સતત પ્રયાસ અને કૌશલ્યનો વિકાસ આ ધારણા  તોડી શકે છે અને અર્થસભર તકો સુધી દોરી જાય છે.

કપિલા એ વાતને મજબૂત સમર્થન આપે છે કે અભિનય માટે સઘન તાલીમ અને વિચારપ્રેરક કારકિર્દી આયોજનની જરૂર પડે છે. કપિલાના મતે માત્ર ફોલોઅરની સંખ્યાના ધોરણે ઈન્ફ્લ્યુઅન્સરોના કાસ્ટિંગ બાબતે  પરંપરાગત તાલીમબદ્ધ કલાકારોની ચિંતા વાજબી છે. 

કપિલાના મતે અભિનય એવી કલા છે જેમાં અભ્યાસ અને અનુશાસનની જરૂર પડે છે. જોકે તેણે નોંધ કરી કે ફિલ્મ ઉદ્યોગમાં હવે ફોલોઅરના આધારે કાસ્ટિંગ કરવાનો ટ્રેન્ડ નથી રહ્યો. ક્યારેક કોઈ ઈન્ફ્લ્યુઅન્સરોને તેમની લોકપ્રિયતાના આધારે પસંદ કરવામાં આવે, પણ ખરી સફળતાનો આધાર તો તેમની પ્રતિભા અને પરિશ્રમ પર હોય છે.

એક તરફ મામલા લીગલ હૈની આગામી સીઝનમાં વધુ રસપ્રદ કોર્ટરૂમ ડ્રામા, ચોટદાર રમૂજ અને અણધાર્યા ટ્વિસ્ટ હોવાની ખાતરી છે, ત્યારે કપિલાની સમાવિષ્ટતા તેની કારકિર્દીમાં નવા તબક્કાનો સંકેત આપે છે. કપિલાની સફરથી મનોરંજન ઉદ્યોગમાં થઈ રહેલા મોટા પરિવર્તન નજરે પડે છે જેમાં ડિજિટલ લોકપ્રિયતા અને પરંપરાગત અભિનય વચ્ચેની ભેદરેખાની હવે નવેસરથી ઓળખ થઈ રહી છે, પણ માત્ર એવા ઈન્ફ્લ્યુઅન્સરો માટે જેઓ પોતાની આગવી જગ્યા બનાવવા પરિશ્રમ કરવા ઈચ્છતા હોય.