Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : When superhit songs became the hallmark of films

Chitralok : જ્યારે સુપરહિટ ગીતો બન્યા ફિલ્મોની ઓળખ: આઇકોનિક સોંગ્સ પરથી રખાયેલા ફિલ્મોના નામ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : જ્યારે સુપરહિટ ગીતો બન્યા ફિલ્મોની ઓળખ: આઇકોનિક સોંગ્સ પરથી રખાયેલા ફિલ્મોના નામ
સોર્સ : gstv

આવરસ હિન્દી સિનેમાં માટે બહુ રોમાંચક બની રહેવાનું છે. અમુક ફિલ્મો તો એમના કાવ્યાત્મક ટાઈટલ્સને કારણે રિલિઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. એમના નામ સાંભળીને જ સિનેમાપ્રેમીઓ નોસ્ટેલ્જિયામાં સરી પડે છે. ફેન્સને હિન્દી ફિલ્મોના યાદગાર ગીતો સાંભરે છે.

App Store

પોએટિક (કાવ્યાત્મક) ટાઈટલ્સ ધરાવતી આવી કેટલીક આગામી ફિલ્મો પર નજર કરીએ (કૌંસમાં એમની રિલિઝ ડેટ છે) :

'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'   

એક્ટર વરુણ ધવન અને એના ફિલ્મમેકર ડેડી ડેવિડ ધવન એક રોમાંટિક કોમેડી મૂવી સાથે સિલ્વર સ્ક્રીન પર પાછા આવી રહ્યા છે. ફિલ્મમાં વરુણને બબ્બે હિરોઈનો-મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેનો સંગાથ મળ્યો છે. ફિલ્મનું ટાઈટલ સલમાન ખાન અને સુસ્મિતા સેનની હિટ ફિલ્મ 'બીવી નંબર વન'ના ગીત 'ઇશ્ક સોણા હૈ'ની એક પંક્તિપરથી પ્રેરિત છે. ૧૯૯૯માં રિલિઝ થયેલી એ મૂવીનું ડિરેક્શન પણ ડેવિડ ધવને કર્યું હતું.

'ચાંદ મેરા દિલ'  

 અનન્યા પાંડે અને આર્યન ખાનના વેબ શો 'બેડ્સ ઓફ બોલિવુડ'થી ચમકેલો લક્ષ્ય ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યા છે. આ રોમાંટિક ડ્રામાની ઓફિશ્યલ જાહેરાત થઈ ત્યારે એની ફ્રેશ ઓનસ્ક્રીન જોડીએ લોકોમાં થોડી જિજ્ઞાસા જગાડી હતી. જ્યારે નેટિઝન્સને એના ટાઈટલપરથી ૧૯૭૭માં રિલિઝ થયેલી સદ્ગત રિશી કપૂરની રોમાંટિક મૂવી 'હમ કિસી સે કમ નહીં'માં મોહમ્મદ રફીએ ગાયેલું ગીત 'ચાંદ મેરા દિલ, ચાંદની હો તુમ' યાદ આવી ગયું હતું.

'મૈં વાપસ આઉંગા'  

 ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મના કેન્દ્રમાં ભારત-પાકિસ્તાન ભાગલા વખતની એક રોમાંટિક સ્ટોરી છે. દિલજિત દોસાંજ અને શર્વરીની જોડી સાથે ફિલ્મમાં વેદાંગ રૈના અને નસીરુદ્દીન શાહ પણ મહત્ત્વના રોલમાં છે. 'બોર્ડર' (૧૯૯૭) ફિલ્મના દિલને સ્પર્શી જતા સોંગ 'સંદેશે આતે હૈં, હમેં તડપાતે હૈ'માં જવાનો પરિવારને એવું આશ્વાસન આપે છે કે 'મૈં વાપસ આઉંગા, મૈં વાપસ આઉઁગા'. ઇમ્તિયાઝ અલીએ એવી જ ઊંડી લાગણી દર્શાવવા પોતાની ફિલ્મ માટે 'મૈં વાપસ આઉંગા' ટાઈટલ પસંદ કર્યું હોવાનું મનાય છે.

'તેરા યાર હું મૈં'   

ડિરેક્ટર મિલાપ ઝવેરીએ ૨૦૨૪માં 'તેરા યાર હું મૈં' બનાવવાની ઘોષણા કરી હતી. બે વરસ પછી ફિલ્મમેકરે ફેબુ્રઆરીમાં ન્યુકમર્સ અમન ઇન્દ્રકુમાર અને આકાંક્ષા શર્માના રોમાંટિક ડ્રામા મૂવી ૨૨મી મેએ થિયેટરોમાં રિલિઝ થશે એવી જાહેરાત કરી છે. ટાઇટલ વિશે કોઈ ઓફિશ્યલ માહિતી આવે એ પહેલા એવું સંભળાતું હતું કે લવરંજનની હિટ ફિલ્મ 'સોનુ કે ટિટુ કી સ્વીટી' (૨૦૧૮)માં આ મતલબનું એક સોંગ છે એ ગીત કાર્તિક આર્યન પોતાના ફિલ્મના બેસ્ટ ફ્રેન્ડ સની સિંહ માટે ગાઈ પોતાની મૈત્રીની યાદ અપાવે છે.