Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Mahatma Gandhi's philosophy of life, impact on human life

Dharmlok: મહાત્મા ગાંધીનું જીવન દર્શન, માનવ જીવન પર અસર

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: મહાત્મા ગાંધીનું જીવન દર્શન, માનવ જીવન પર અસર
સોર્સ : GSTV

- તત્વચિંતક વી. પટેલ

App Store

જીવનમાં સાંભળે સૌનું પણ આચરણ તો પોતાના જ આત્મિક સત્યના આધારે આમ તેમના કર્મમાં દેશપ્રેમ, સત્ય અહિંસા, સત્યાગ્રહ માટે લોકો સ્વયંભૂ બલિદાન આપવા સામેથી તૈયાર થયા અને એક સામાજિક ક્રાંતિનો જુવાળ ઊભો થયો. આમ શુદ્ધ ભાવ સાથે એટલે જ ગાંધીજીના અંતરના આત્મિક સત્ય સ્વરૂપના પ્રેમના પ્રતિક લોકો બન્યા અને લોકોને પણ શુદ્ધ અંતરથી આત્મીય બનાવ્યા તે જ તેના જીવનની વિશેષતા. આમ ગાંધીજીનો આત્મિક સત્ય સ્વરૂપ અંતરનો ભાવ માનવ માત્ર પર હતો તેના મનમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન હતો, તમામ જીવ પ્રત્યેનો પ્રેમ બંધુત્વ અને વિશ્વ શાંતિની ભાવનાઓનું તેમના પ્રેમમાં પ્રતિબિંબ પડતું હતું. તેમના જીવનની વિશાળતા, વિશેષતા અને પરમ સત્યતાનું પ્રતિબિંબ. આમ આત્મિક સત્ય સ્વરૂપ શ્રદ્ધા સાથે તેમની સાથે લોકો જોડાતા હતા. ખભે ખભા મિલાવી આત્મિક સત્ય સ્વરૂપ થઈને કામ કરતા તે જ તેની અજોડ આત્મિક સત્ય આધારિત વિશેષતા હતી.

ગાંધીજીના જીવનની ફિલસૂફીમાં સત્યને પરમાત્મા સમાન માનવું અને તેમણે કહ્યું કે સત્ય એ જ પરમાત્મા છે. એટલે તેઓ જીવનભર પોતાના આત્મિક સત્યમાં સ્થિર થઈને જીવન જીવ્યાં. તેઓએ અહિંસાનો હૃદયસ્થ સ્વીકાર કર્યો માત્ર શારીરિક નહિ પણ માનસિક હૃદયસ્થ અહિંસા, દયા, કરૂણા, પ્રેમનો સ્વીકાર કર્યો. એટલું જ નહિ પણ તેમને પોતાના જીવનમાં આ બધું જ આચરી બતાવેલ છે. તેમના જીવનની વિશેષતા જે કહ્યું તે પોતે કર્યું છે. તેમના સમગ્ર જીવનમાં આત્મિક સત્યનું આચરણ જ સત્ય ધર્મ છે, આમ તેમને જીવનભર આત્મિક સત્ય ધર્મનું પાલન કર્યું છે. આમ આત્મ, ધર્મનો સ્વીકાર કર્યો છે અને આચરણ કરી બતાવ્યું છે. તે જ તેની વિશેષતા છે. સમગ્ર જીવનમાં આત્મિક સત્યનો આગ્રહ પાલન અને સત્યાગ્રહ આમ સત્ય માટે સો ટકા આગ્રહ પરંતુ જેમની સામે સત્યાગ્રહ ચાલતો હોય તેના પર કે તેની વ્યવસ્થા  પર જરા પણ દ્વેષ કે રોષ ક્રોધનો ભાવ નહિ, અંતરના પ્રેમ સાથેના એવા સત્યાગ્રહનું નિર્માણ કર્યું.

આવો સત્યાગ્રહ પોતાના નીજી સ્વાર્થ ખાતર કરી શકાય નહિ, તેવું તેમણે સ્પષ્ટ કહ્યું છે. આજે સત્યાગ્રહનો ભયંકર દૂર ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં નીજી સ્વાર્થ આવ્યો અને સાથે સાથે મનમાં દ્વેષ હોય તે સત્યાગ્રહ નથી પણ અત્યાચાર અને અત્યાગ્રહ છે.