Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : "I had guilt in my mind while making 'Bandit Qui'" why Shekhar Kapur said this!

Chitralok: "'બેન્ડિટ ક્વિન' બનાવતી વખતે મારા મનમાં ગિલ્ટ હતું" જાણો, શેખર કપૂરે કેમ કહ્યું આવું!

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: "'બેન્ડિટ ક્વિન' બનાવતી વખતે મારા મનમાં ગિલ્ટ હતું" જાણો, શેખર કપૂરે કેમ કહ્યું આવું!
સોર્સ : GSTV

શેખર કપૂરે પોતાના ૩ દશક લાંબા કરિઅરમાં ફક્ત ૩ હિન્દી ફિલ્મો 'માસૂમ' (૧૯૮૩), 'મિ. ઇન્ડિયા' (૧૯૮૭) અને 'બેન્ડિટ ક્વિન' (૧૯૯૪) બનાવી હોવા છતાં તેઓ ડાકુરાણી ફુલનદેવીની બાયોપિક 'બેન્ડિટ ક્વિન'ને દુનિયાભરના સમીક્ષકો અને દર્શકોએ વખાણી છે.  

App Store

તાજેતરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ દિલ્હીમાં શેખર કપૂરે 'બેન્ડિટ ક્વિન' વિશે કેટલીક માર્મિક અને હૃદયસ્પર્શી વાતો કરી. એમણે કહ્યું, 'એ વખતે હું નિઝામુદ્દીનમાં રહેતો હતો. અખબારમાં બીજા કે ત્રીજા પાને છપાતી ફુલનની સ્ટોરી હું રોજ વાંચતો. મુઝે પતા હી નહીં થા કિ ઐસા ભી કોઈ દુનિયા હૈ. મારી આસપાસની દુનિયામાં આ બધુ બન્યું હતું અને એ વિશે હું અજાણ હતો. લોકો મને અવારનવાર પૂછે છે કે તમે 'બેન્ડિટ ક્વિન' જેવી બીજી ફિલ્મ ક્યારે બનાવશો? હું આવી બીજી ફિલ્મ બનાવી જ ન શકું. મારો એવો કોઈ પ્લાન પણ નથી. કૈસે બતાઉં? મર જાઉંગા મૈં.'

૮૦ વર્ષના ડિરેક્ટર વાણી ત્રિપાઠી સમક્ષ એક પ્રામાણિક કબુલાત કરતા કહે છે, 'દરેક ફિલ્મમેકરનો ફિલ્મ મેકિંગ વખતે એક ચોક્કસ દ્રષ્ટિકોણ હોય છે. 'બેન્ડિટ ક્વિ' બનાવતી વખતે મારામાં એવો અપરાધ ભાવ (ગિલ્ટ) ઘર કરી ગયો હતો કે ફુલન સાથે જે બન્યુ એ માટે હું જવાબદાર છું. આમેય ડિરેક્ટર તરીકે મારી એવી ટેન્ડન્સી રહી છે કે હું પોતે દરેક માત્ર બની જાઉં છું. હું પોતે પાત્રમાં પુરેપુરો ઢળી ન જાઉં ત્યાં સુધી એક્ટરને એનું કેરેક્ટર (પાત્ર) સમજાવી ન શકું.'

નવાઈની વાત એ છે કે પંજાબીમાં જુવાન છોકરીઓ માટે સામાન્ય રીતે થતા શબ્દપ્રયોગોમાંથી કપૂરના મગજમાં ફિલ્મ માટે એવું વિચાર બીજ રોપાયું હતું કે બળાત્કાર (રેપ) કોઈ જાતીય દુષ્કર્મ (સેકસ્યુઅલ એક્ટ) નથી. એ સ્ત્રીઓ પર પુરુષોનું પ્રભુત્વ બનાવવાની એક રીત છે. એને સેક્સ્યુઆલિટી સાથે કોઈ સંબંધ નથી. પંજાબીમાં યુવતિઓ માટે એમ કહેવાય છે કુડી બહોત શર્મિલી હૈ. એનો અર્થ એવો થાય કે એ આજ્ઞાાકારી છે, સહેલાઈથી તાબે થઈ જાય છે. યંગ છોકરીઓ માટે વપરાતું આ સૌથી બદતર વિશેષણ છે.' જિનીયસ ડિરેક્ટર પોતાની કેફિયત દરમિયાન બહુ ઓછી જાણીતી હકીકત ઉજાગર કરતા કહે છે, 'તમે દિલોજાનથી કોઈ મૂવી બનાવતા હો ત્યારે એક ફિલ્મ પોતે જ પોતાનો માર્ગ નક્કી કરી લે છે. બનાતે બનાતે ફિલ્મ કી એક મર્ઝી આ જાતી હૈ, પછી બધા સૂત્રો ફિલ્મ પોતે જ અખત્યાર કરી લે છે. પછી તમે ડિરેક્ટર નથી રહેતા, તમે માત્ર સ્ટોરીનું જ પગલે પગલું દબાવો છો.'