Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The journey from Saif's son's struggle to Sunil Grover's paratha

Chitralok : સૈફના દીકરાની સંઘર્ષગાથાથી લઈને સુનિલ ગ્રોવરના પરોઠા સુધીની સફર

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : સૈફના દીકરાની સંઘર્ષગાથાથી લઈને સુનિલ ગ્રોવરના પરોઠા સુધીની સફર
સોર્સ : gstv

સૈફ-ઇબ્રાહિમ: નેપો ફાધર, નેપો સન

App Store

આ બાપ-બેટાની જોડી ક્યાં ઉપડી? કોઈ ફિલ્મના શૂટિંગમાં કે ઉનાળાની રજાઓ ગાળવા? જે રીતે ઇબ્રાહિમ અલી ખાનની કરીઅર આગળ વધી રહી છે (રાધર, આગળ વધવાનું નામ લઈ રહી નથી), તે જોતાં એની પાસે રજાઓની કોઈ કમી નહીં હોય. બાપડાની બન્ને ફિલ્મો - પહેલાં 'નાદાનિયાં' અને પછી 'સરઝમીન' - કોઈ પ્રભાવ પેદા કરી ન શકી. ઇબ્રાહિમ વિશે ઓડિયન્સમાં કશી ઉત્સુકતા નથી. જોઈએ, એની આગલી ફિલ્મ 'દિલેર' કેવુંક ઉકાળે છે. 'દિલેર'ના ડિરેક્ટર છે કુનાલ દેશમુખ, અને તે પ્રોડયુસ કરી રહ્યું છે, મડોક ફિલ્મ્સ બેનર. આ બાજુ, પપ્પા સૈફ દીકરા કરતાં અનેક ગણા વધારે બિઝી છે. જુઓને, આ વર્ષે એની ત્રણથી ચાર ફિલ્મો રિલીઝ માટે લાઇન-અપ થયેલી છે - એક તો પ્રિયદર્શનની 'હૈવાન', જેમાં સૈફ અને અક્ષયકુમાર સત્તર વર્ષ પછી પહેલીવાર સાથે દેખાશે. એક 'કર્તવ્ય' નામની ક્રાઇમ થ્રિલર છે, જેમાં સંજય મિશ્રા અને રસિકા દુગ્ગલ છે. એક હાઇ-પ્રોફાઇલ તમિળ ફિલ્મ છે, જેમાં કમલ હાસન સૈફના ડિરેક્ટર પણ છે અને કો-એક્ટર પણ છે. આ સિવાય 'હમ હિંદુસ્તાની' નામની સૈફની ફિલ્મ પણ મોટે ભાગે આ જ વર્ષે આવી જશે. સૈફને ફિલ્મી હીરો તરીકે સફળતા મળતા ખાસ્સી વાર લાગી હતી, પણ પછી એણે સારી જમાવટ કરી. શું પુત્રશ્રીનો ગ્રાફ પણ આ જ રીતે આગળ વધવાનો છેે? લેટ્સ વેઇટ એન્ડ વોચ. 

રોશનપુત્રો: ઇક પીઢી આતી હૈ... 

બાપ-બેટાની વાત ચાલી રહી છે તો ભેગેભેગા હૃતિક રોશનના પુત્રોની વાત પણ કરી લઈએ. થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર આ ક્યુટ તસવીર શૅર થઈ હતી. એમાં હૃતિકના પુત્રો રેહાન અને રિદાન વત્તા એક્સ-વાઇફ સુઝેન ખાન સરસ કલર-કોઓર્ડિનેટેડ કપડાં પહેરીને ઊભાં છે. (એક મિનિટ, નામ રેહાન-રિદાન છે કે હૃેહાન-હૃદાન? સ્પેલિંગ પ્રમાણે તો 'હૃ' જ આવે.) થોડા સમય પહેલાં  છોકરાઓ પોતાના અદ્ભુત ડાન્સર-પપ્પા સાથે કોરિયોગ્રાફ્ડ ડાન્સ કરી રહ્યા હોય તેવો એક વીડિયો ખાસ્સો વાઇરલ થયો હતો. ટૂંકમાં, સમજોને કે, નેપો કિડ્સનો નવો ફાલ તૈયાર થઈ રહ્યો છે!

સુનિલ ગ્રોવર: પહેલાં સલાડ, પછી પરોઠા

સુપર કોમેડિયન સુનિલ ગ્રોવર આ ઇન્સ્ટા-તસવીરમાં કેટલો ગુડલુકિંગ લાગે છે, નહીં? તસવીરની કેપ્શનમાં એમણે લખ્યું છે: 'ંફ્રેન્ડ્ઝ, પરાઠે સે પહલે સલાડ ખા લો.' આ એક ઉપયોગી ડાયટ-ટિપ છે. સામાન્યપણે વજન ઉતારવા મથતા અને ડાયાબિટીસ કંટ્રોલ કરનારાઓને ખાસ કહેવાય છે કે બ્રેકફાસ્ટ હોય કે લંચ, તમારા ભોજનની શરુઆત સલાડથી કરો. આને ફૂડ સિક્વન્સિંગ અથવા ફાઇબર સ્ટાર્ટર કહે છે. ભોજનની શરુઆત એક વાટકી સલાડ ખાઈને કરવાથી નાના આંતરડામાં એક આવરણ પેદા થાય છે, જેને કારણે સુગર (ગ્લુકોઝ)ની રક્તપ્રવાહમાં એબ્સોર્બ થવાની પ્રકિયા ધીમી પડે છે. સુનિલ ગ્રોવરે આ ડાયેટ ટિપ જો કપિલ શર્માના શોમાં ડો. ગુલાટી બનીને આપી હોત તો કોઈ એને ગંભીરતાથી ન લેત, પણ અહીં મામલો જેન્યુઇન છે અને અજમાવવા જેવો પણ છે!