Sahiyar પ્રી-મોનસૂન બ્યુટી ટિપ્સ: ચોમાસું બેસે તે પહેલાં જ વાળ અને ત્વચાને આપો ખાસ ગ્લો!

ચોમાસાની ઋતુમાં ત્વચા અને વાળની દેખભાળ જરૂરી થઈ જાય છે. તેથી જ મોનસૂન પહેલાં જ સ્કિન અને વાળની કાળજી માટે હળવું ક્લિનિંગ નિયમિત કરવું. તેમજ ઓઈલ ફ્રી મોઇસ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. વાળને અઠવાડિયામાં ત્રણ વખત વાળના પ્રકારના અનુરૂપ શેમ્પૂથી ધોવા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી ફંગલ ઇન્ફેક્શન, ખીલ અને વાળ ખરવાની સમસ્યાની શક્યતા વધતી હોવાથી ચોમાસાની ઋતુ પહેલા જ ત્વચા અને વાળની કાળજી જરૂરી છે.
ત્વચાને સ્વચ્છ રાખવી
ચોમાસા પહેલા ત્વચાની કાળજી નિયમિત કરવી જોઈએ.
ચહેરા પરના વધારાના તેલ અને ગંદકી દૂર કરવા માટે દિવસમાં બે વખત હળવા ફેસ વોશથી ચહેરાને સાફ કરવો.
ઉચ્ચ ગુણવતાયુક્ત હળવા જેલ-બેસ્ડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો.
તૈલીય ત્વચા અને ખીલ
વર્ષાઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાથી ત્વચા વધુ તૈલીય થઈ જતી હોવાથી ખીલ થવાનું પ્રમાણ વધવાની શક્યતા હોય છે.
ઘરગથ્થુ ઉપાય તરીકે ચણાના લોટમાં મુલતાની માટીની પેસ્ટ લગાડવાથી ફાયદો થાય છે.
ચહેરા પરના ખીલને વારંવાર સ્પર્શ કરવો નહીં.
વાળની કાળજી
સ્કીન પર જમા થયેલ ગંદકી અને વાળમાંના કુદરતી તેલને દૂર કરવા માટે અઠવાડિયામાં ત્રણ વખત હળવા શેમ્પૂથી વાળ ધોવા.
ખોડા હવામાનમાં ભેજનું પ્રમાણ વધી જતું હોવાથી વાળમાં ખોડો થવાની સમસ્યા વધવાની શક્યતા રહે છે.
એન્ટી-ડેન્ડરફ શેમ્પૂનો ઉપયોગ કરવો.
વાળ ભીના થાય કે તરત જ તેને સુકા કરી દેવા. ભીના વાળમાં ખોડો થઈ શકે છે.
હેલ્ધી ડાયટ અને હાઈડ્રેશન
યોગ્ય આકારથી ત્વચા અને વાળ સ્વસ્થ રહેતા હોવાથી હેલ્ધી ડાયટનો સમાવેશ કરવો જોઈએ. તીખા - મસાલેદાર - તેલીય વાનગીઓનું સેવન નહીંવત કરવું. રોજિંદા આહારમાં સલાડ, બાફેલા શાક, પાંદડાયુક્ત ભાજી, મૌસમી ફળો, સૂપનો સમાવેશ કરવો.
વિટામિન સી, ઈ અને પ્રોટીન યુક્ત આહાર લેવાથી ત્વચા ચમકીલી અને વાળ મજબૂત થાય છે.
પૂરતા પ્રમાણમાં પાણી પીને શરીરને હાઇડ્રેટ રાખવું.
મીનાક્ષી તિવારી

