Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Fusion fashion for men in Navratri

Sahiyar : નવરાત્રીમાં પુરુષો માટે ફ્યુઝન ફેશન

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar : નવરાત્રીમાં પુરુષો માટે ફ્યુઝન ફેશન
સોર્સ : GSTV

નવરાત્રીમાં ગરબા રમવાનો શોખ હોય પણ સાથે જ ખૂબ ટ્રેડિશનલ લુક ધારણ કરવો પસંદ ન હોય તો સિમ્પલ લુકમાં પણ પ્રસંગના રંગમાં ભળી શકાય. નવરાત્રીમાં બધા લોકો ટ્રેડિશનલ કપડાં પહેરવાનું પસંદ કરે છે. પહેલાં મળતાં ટિપિકલ બાંધણીનાં શર્ટ હવે આઉટ ઑફ ટ્રેન્ડ છે. એને ભલે હવે સલવાર-કુર્તો અને પઠાણી સૂટ નવરાત્રીમાં પહેરી શકાય. જોઈએ કેટલાક પર્યાયો.

App Store

પઠાણી સલવાર-કુરતો

પઠાણી સલવાર પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે. આ સલવાર પહોળી હોવાને લીધે ગરબા રમવામાં આસાની રહેશે. પઠાણી સલવાર ધોતી જેટલી પહોળી પણ નથી હોતી, પરંતુ પગ થોડા ફ્રી લાગશે. કલમકારી સલવારનો પણ ખાસ્સો ટ્રેન્ડ છે. કૉટન પર કલમકારી ડિઝાઈનવાળી સલવાર પ્લેન કૉન્ટ્રાસ્ટ કલરના કુર્તા સાથે સારી લાગશે. પઠાણી સૂટ પહેરો ત્યારે સાથે દુપટ્ટો લેવાની જરૂર નથી. એને બદલે ફક્ત ખભા પર રાખવાનો ચેક્સવાળો સ્કાર્ફ લઈ શકાય. સલમાન ખાને ફિલ્મ 'એક થા ટાઈગર'માં પહેર્યા હતા એવા સ્કાર્ફ આ વર્ષે ખૂબ ચાલશે.

ચૂડીદાર નહીં

ખરેખર મસ્તીથી રમવા જતા હો તો ચૂડીદાર અવૉઈડ કરો, કારણ કે ચૂડીદાર થાઈસ પાસેથી ટાઈટ હોય છે. ચૂડીદારનું ફિટિંગ રમવામાં નડશે અને શક્ય છે કે ક્યારેક એ ફાટી પણ જાય. માટે ચૂડીદાર-કુર્તો પહેરવાનું ટાળો. જો પહેરવો જ હોય તો કેડિયા સાથે પહેરાતો ચોયણો પહેરી શકાય, કારણ કે એ થાઈસ પાસેથી થોડો લુઝ હોય છે.

કુર્તાની પેટર્ન

કુર્તા માં ખૂબ જુદી-જુદી પેટર્ન મળી રહે છે. હવે સામાન્ય ગોઠણ સુધીની લંબાઈના કૉલરવાળા શોર્ટ કુર્તા થી લઈને લાંબા શેરવાની સ્ટાઈલના કુર્તા અત્યારે ચાલી રહ્યા છે. રાઉન્ડ ઊભા કૉલરવાળા કુર્તા અને થોડી ડીપ વી નેક સારી લાગશે. કુર્તા માં શોલ્ડર પાસે વર્ક હોય એવી ડિઝાઈન પસંદ કરો અને જો પ્લેન કુર્તો હોય તો ફક્ત પીઠના ભાગમાં એક મોટી મોટિફ કે પ્રિન્ટ મુકાવી શકાય. આ સિવાય કુરતો પ્લેન રાખો.

મટીરિયલ

આ નવરાત્રી છે, લગ્નસરા નહીં એટલે કોઈ પણ ઝરદોસી, મોતીકામ કે એમ્બ્રૉઈડરી કરેલા કુર્તા ન પહેરવા. જોકે એની શાઈની સ્લિકની સલવાર વાપરી શકાય, પરંતુ એના પર કુર્તો બને એટલો સિમ્પલ હોવો જરૂરી છે. કુર્તો કૉટનનો પસંદ કરવો. જરૂરી નથી કે કુર્તો પ્લેન જ હોય. પ્લેન તો એમાં કોન્ટ્રાસ્ટ મોટિફ મુકાવી શકાય. પ્રિન્ટેડ કુર્તા પણ સારા લાગશે. કૉટનના બાટિક કે બ્લૉક પ્રિન્ટવાળા કુર્તા  નવરાત્રિમાં સૂટ થશે. બાકી સિલ્કના પ્લેન કુર્તા  પણ પહેરી શકાય.

નવરાત્રીમાં પુરુષો માટે.. રંગો

કુર્તામાં બ્લેક, બ્રાઉન, મરૂન જેવા ડાર્ક કલર્સ તેમ જ ટર્કોઈઝ, રેડ, યલો, ઑરેન્જ જેવા બ્રાઈટ કલર્સ સારા લાગશે. બ્રાઈટ કલર્સ રાતના સમયે લાઈટ્સમાં વધુ હાઈલાઈટ થશે. બ્લેક એવરગ્રીન લાગે છે અને વાઈટમાં પસીનો થશે તો ખરાબ લાગશે એ પહેરવાનું ટાળો.

જીન્સ સદાબહાર નથી

હજીયે મોટા ભાગે યુવકો કુર્તા  સાથે નીચે જીન્સ જ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ એનાથી તમારો લુક ટ્રેડિશનલ કરતાં કેઝ્યુઅલ વધુ લાગશે. અહીં જ્યારે ટ્રેડિશનલ પહેરો જ છો તો સલવાર જ પહેરો. 

જીન્સમાં આમ પણ ગરમી વધુ થશે અને રમવામાં અનકમ્ફર્ટેબલ લાગશે. એટલે સલવાર-કુરતો કે પઠાણી સૂટ પહેરો. એનાથી તમારો લુક પ્રસંગને અનુરૂપ લાગશે અને તમારી ફ્રેન્ડે ચણિયા-ચોળી પહેર્યાં હશે તેની સાથે તમે સારા પણ લાગશો.

- એકતા