Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Don't get caught up in the hustle and bustle of the aunt and uncle

Dharmlok: આયા-ભાયાના ચક્કરમાં ઘનચક્કર ના બનશો નહિતર રફેદફે અને રફુચક્કર થતાં વાર નહીં લાગે

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok: આયા-ભાયાના ચક્કરમાં ઘનચક્કર ના બનશો નહિતર રફેદફે અને રફુચક્કર થતાં વાર નહીં લાગે
સોર્સ : GSTV

- આંખ છીપ, અંતર મોતી

App Store

- આચાર્ય રાજહંસ

'ચાલ, શાંત થઈ જા. રડ નહિ. બધું સારું થઈ જશે.' છોકરાએ છોકરીનો હાથ પકડયો. છોકરીના માથે અને ગાળે હાથ ફેરવ્યો.

'ચાલ, આપણે રમીએ ? છોકરાએ છોકરીનો હાથ ખેંચ્યો અને એને રમાડવા લાગ્યો.'

એક દિવસ છોકરી ઉદાસ બેઠી હતી. છોકરો આવ્યો. એનો હાથ પકડયો. હાથે ગલીપચી કરી. અને ઉપર ચડતો ગયો. ગળે વગેરે અનેક સ્થાને ગલીપચી કરતો રહ્યો.

અને આ રમત એમની આગળ વધતી રહી.

ક્યારેક રમે, ક્યારેક હસે, ક્યારેક ગલીપચી કરે, ક્યારેક પ્રણયકથા કરે... આમ અનેક પ્રકારના આનંદ-વિનોદ કર્યા કરે...

'આ તું શું કરતો હતો ?'

'તમારી દીકરીને રમાડતો હતો.'

'પણ આ શરીર સાથે શું ચેષ્ટા કરતો હતો. એના કપડાની અંદર હાથ નાંખીને શું કરતો હતો ?'

'એને ખુશ કરતો હતો.'

'આ રીતે ખુશ કરવાનું ?'

'એ જે રીતે ખુશ થતી હોય તેવું કરવાનું ને ! તમે મને તમારી આ છોકરીને હરહંમેશ ખુશ રાખવાનું કહ્યું હતું ને !'

'પણ આ રીતે નહીં.'

'પણ એને એમાં મજા આવે છે. એ પણ મને કહેતી હતી તેને આ બધું ગમે છે.'

'નીકળ અહીંથી નથી કરવી મારે દીકરીને આ રીતે ખુશ. આવતો નહીં આ ઘરમાં.'

ઉપરના દરેક અનુસંધાનોને સમજ્યા વાંચો આ વાર્તા....

વર્ષો પૂર્વે મગધ દેશની રાજધાની રાજગૃહીમાં એક ધન્ના નામે શેઠ રહેતા હતા. એમને પાંચ દીકરા ઉપર એક દીકરી જન્મી. આ દીકરીની સાર-સંભાળ લેવા માટે પોતાના ઘરે ઘરકામ કરતી એક દાસીના દીકરાને નીમ્યો.

ચિલાતી નામે એ દાસીનો દીકરો ચિલાતીપુત્ર નામે ઓળખાતો હતો. આ દાસીપુત્ર-ચિલાતીપુત્ર શેઠની દીકરીને રમાડતો. ખુશ રાખતો. હસાવતો અને આગળ વધીને એની સાથે અડપલાંય કરતો. પ્રણયચેષ્ટા ય કરતો. યાવત્ એ એકબીજાને ગમી પણ ગયા હતા.

આ કામુક ચેષ્ટા એક વખત શેઠ એટલે છોકરીના પપ્પા જોઈ ગયા. એમને હવે ભાન થયું કે મેં આ શું કર્યું ! છોકરી અન્યના હાથમાં આપી દીધી.

જે છોકરીને આપણે સાચવવાની હોય એ છોકરી બીજાના હાથમાં આપીએ તો આવી ગરબડો થવાની જ. આપણા બાળકોને સાચવવાની જવાબદારી આપણી છે, અન્યની નહીં. આયા-ભાયાની નહીં. 

છોકરાને સાચવવા આયા અને છોકરીને સાચવવા માટે ભાયા રાખનારાઓના ઘરમાં લગભગ આવું બધું થતું હોય છે. ઘરના વડીલોને ખબર પણ ના પડે. આખો દિવસ એ બાળકો આયા-ભાયાના હાથમાં જ હોય છે.

ક્યારેક તો એવું બને છે કે એ બાળકો મા-બાપથી છાના ના રહે, પણ આયા-ભાયાથી જ છાના રહે. ત્યારે એ એક પ્રશ્ન પણ મનમાં ઊઠે છે કે આ બાળકો એના માતા-પિતાના છે કે આ આયા-ભાયાના છે.

જો દીકરીને અજાણ્યો માણસ હાથ લગાડે તો એની સાથે ઝઘડો કે ખૂન કરી બેસીએ છીએ ત્યારે એ દીકરીને અજાણ્યાના ભરોસે સાચવવા કેવી રીતે આપી શકાય. પછી એ દીકરી એ અજાણ્યા સાથે ભાગી જાય એમાં આશ્ચર્ય શું ? આ સ્ટેટ્સ, આ ટ્રેન્ડ અટકાવવાની જરૂર છે.

શેઠ ધન્નાએ અટકાવી દીધો. છોકરાને ખખડાવીને ભગાડી દીધો. આ કાર્યમાં પણ ઘણું મોડું થઈ ગયું હતું. કારણ કે બંને વચ્ચે પ્રેમ બંધાઈ ગયો હતો.

છોકરો શેઠના ઘરેથી ગયો તો ખરો. પણ નગરીના બહાર એક ચોરોની પલ્લી હતી ત્યાં ગયો. ચોર બન્યો. ચોરીની કળાઓ શીખ્યો. અને એક દિવસ શેઠના ઘરે જ ધાડ પાડી.

સોના-ચાંદી-હીરા-ઝવેરાત આદિ માલ-મિલકતના પોટલા તો બાંધ્યા, પણ શેઠની છોકરીને ય ઉપાડી લીધી. અને ત્યાંથી ભાગ્યાં.

શેઠ તેમના દીકરા અને રાજાના સૈન્ય સાથે ચોરોની પાછળ પડયા. ચોરોએ પોટલાં રસ્તામાં નાંખા દીધા.

ચિલાતીપુત્રના હાથમાં હતી શેઠની રૂપાળી દીકરી. મનગમતી કન્યા. ભાગતાં-ભાગતાં જ્યારે લાગ્યું કે હવે દોડાશે નહીં. ત્યારે એના મગજમાં એક અલગ ભૂત  ઊભું થયું. શેઠની દીકરી સુસમાનું ગળું ચાકુથી કાપી લીધું. ધડ ત્યાં જ નાખી દીધું અને માથું લઈને ભાગ્યો.

દીકરીનું ધડ જોઈને શેઠ દીકરાઓ સાથે પાછા વળ્યા. હવે શું ! બધું જ ગયું. પિકચર પુરૂ થઈ ગયું હતું. દીકરીને સાચવનારો જ ચાવી ગયો.

શેઠ માથે હાથ દઈ બોલ્યા - 'જો દીકરીને જાતે સાચવી હોત તો આ દિવસ જોવાનો વારો ન આવત.' અને પછી દીકરાઓને કહ્યું - 'બેટા, ધ્યાન રાખજે. સંતાનોને જાતે સાચવજે. આયા-ભાયાના ચક્કરામાં ના પડતો. રફુચક્કર થતાં વાર નહીં લાગે.'

પ્રભાવના

ચિલાતીપુત્ર સુસમાનું માથું લઈને ભાગી રહ્યો છે. ઘન જંગલમાં એક સાધુના દર્શન કરે છે. ધ્યાન પુરુ કરીને એ સાધુએ એને સમજાવ્યો. વિષય અને કષાયથી મુક્ત થવા પ્રેરણા આપી. ભગવાન મહાવીરે પુરૂપેલા ઉપરામ-વિવેક અને સંવરની વાત એને સમજાઈ. અને ચિલાતીપુત્ર આવા મહાન જિન માર્ગનો સ્વીકાર કરી આત્મકલ્યાણના માર્ગે ચડી જાય છે.

ટોપિક્સ:nanny culturegstv news