Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Do you also accept personal insults in silence?

Dharmlok : શું તમે પણ વ્યક્તિત્વના અપમાનને મૌન રહીને સ્વીકારો છો?

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : શું તમે પણ વ્યક્તિત્વના અપમાનને મૌન રહીને સ્વીકારો છો?
સોર્સ : gstv

'આજે નધણિયાતી ગાયને ખતમ કરી દીધી, કાલે એ તો કોઈ અનાથ બાળકને મારતાંય નહીં અચકાય. અને પછી તો એ કોઈને ય ખતમ કરી શકે છે.'

App Store

'હાં... અને એમ પણ કહ્યું કે મારી મરજી. મારે જે કરવું હોય તે કરી શકું છું. મને કહેવાવાળું કોણ ?'

'ઉપરથી ઉમેર્યું કે તમે તમારું કામ કરો. રાજ્યમાં માથું મારવાનું તમને કોણે કહ્યું ? રાજ્ય રાજ્યનું કામ કરે. તમે તમારું કામ કરો. તમારા કામમાં હું માથું નથી મારતો, તો મારા કામમાં તમે શા સારુ માથું મારો છો ?'

'એટલે રાજ્યમાં આપણું કોઈ અસ્તિત્વ નથી. રાજ્ય સાથે આપણે કોઈ લેવા-દેવા નથી. સમજાયું તમને ?'

'વળી આજે નગરશેઠનું અપમાન કર્યું છે, કાલે બીજા કોઈનું? પછી કોઈનેય છોડશે નહીં.'

'આમ તો આ મહાજનનું અપમાન છે. મહાજન રાજાથી પણ મહાન અસ્તિત્વ અને વ્યકિત્વધરાવે છે. મહાજનનું અપમાન એટલે આપણા અસ્તિત્વ અને વ્યક્તિત્વનું અપમાન છે.'

'આવા અપમાનમાં આપણે આ રાજ્યમાં રહેવાય જ કેમ ? નગરશેઠની આગેવાની હેઠળ આપણે આગળ વધવાનું છે.'

***   ***   ***

'બેટા, તું જો તો ખરો... આખું માંગરોળ ગામ ખાલી થઈ રહ્યું છે. છત્રીસે કોમ જઈ રહી છે. કોઈ બાકી નથી રહ્યું.'

'તો હું શું કરું, માં ?'

'તું એ બધાને રોક. એમને અટકાવ. એમને ના કહે.'

'પણ, મેં તો એમને જવાનું કહ્યું નથી. એમની મરજીથી જાય છે. એમાં હું શું કરું ? એમને રોકાવું હોય તો રોકાય, તેમાં મારી કોઈ મના નથી. અને એમને બધાને જવું હોય તો ભલે જાય, તેમાં મારી કોઈ ઇજાજત નથી. એ સ્વતંત્ર છે. એમને જે કરવું હોય તે કરે. મારે શું ?'

પણ એ બધાં અહીં રાજ્યમાં નહીં રહે. તો રાજ્ય કેવું ? તારું શાસન ક્યાં ? તારું અસ્તિત્વ કેવું ? પછી તારી કિંમત શી રહેશે ? પ્રજા વિના રાજા કેવો ? અને કોનો ? જા, માફી માંગ. અને સૌને વધાવી લાવ.'

'હું બીજા માણસો વસાવીશ. દુનિયા ધણી વિશાળ છે.'

'બેટા, મહાજન મોવડી કહેવાય. રાજાથી પણ ઉપરી કહેવાય. મહાજનની ઉપરવટ કોઈ નહીં જાય. 

ર્હ્રં્દ્રદ્ય્ખ્ત પ્ખ્તદ્ય ।ણઃ િં ક્વ્પ્ર્છ

મહાજન જ્યાં છે, ત્યાં જ માર્ગ છે. મહાજન એ જ રસ્તો છે સૌનો. જ્યાં મહાજન, ત્યાં નગરજન. તારું અભિમાન છોડ. મહાજનને હાથ જોડ. જિદ્દના રણને છોડ, અને મહાજનના રણછોડને જો.'

***   ***   ***

માંગરોળના નગરશેઠ ધરમશી શેઠ... અરબસ્તાન અને મુંબઈ સુધી જેમનો સુકોમેવો વ્યાપાર માર્ગે જાય. રૂના મુખ્ય વેપાર સાથે અનેક નગરોમાં તેમની પેઢી ચાલે. સામાયિક, પ્રતિક્રમણ, ત્રણ કાળ જિનપૂજા આદિ ધરમ સાથે ધરમશી શેઠ જીવદયાના પણ મોવડી હતા.

એક વાર ગામમાં નધણિયાતી ગાયની હત્યા માંગરોળના એ બડામિયા શેખના નામે નવાબે કરાવી દીધી. આ વાતને લઈને નગરશેઠ નવાબ પાસે ગયા. આ રીતે વિના કારણે અબોલ જીવોની હિંસા પોતાના રાજ્યમાં થાય એ કેમ ચાલે ? સૌ જીવોને જીવવાનો એકસમાન હક છે. મૂંગા જીવનાય જીવન=શ્વાસ તો ચાલે જ છે ને !

હવે પછી આ રીતે અબોલ જીવોની હિંસા ન થાય, અને હમણાં જે જીવની હત્યા કરી છે, તેની માફી બાંહેધરી આપે. એની નગરશેઠની માંગણી બડામિયાંએ ઠુકરાવી દીધી. અને તમારાથી જે થાય તે કરી લેજો, તેની ધમકી પણ આપી.

શેખને પોતાની ભૂલ સમજાય. શેખની શેખી ઉતારવી જ. એ હેતુથી મહાજને ગામ ભેગું કર્યું. ગામ છોડવા હાકલ કરી. બધાની બધી વ્યવસ્થા થઈ જશે, તેવો વિશ્વાસ પણ આપ્યો.

અને આખું ગામ બહાર બગીચામાં આવી ગયું.

મા ની સમજાવટ પછી બડામિંયા બડા સમજ સાથે ત્યાં આવ્યા. માફી માંગી. જીવહિંસા ન થાય, તેની બાંહેધરી આપી.

અહિંસાની વાતથી આખો બગીચો મહેંકી ઉઠયો. અને એ મહેંક લઈને બડામિયાંના બડા ઠાઠ સાથે આખું ગામ ગામમાં આવ્યું.

પ્રભાવના

ધરમશી શેઠ અને એમના દીકરા કપૂરચંદના અવસાન પછી વ્યાપાર અને વ્યવહારનું સુકાન સંભાળ્યું. શેઠાણી અમૃતબા એ. અર્થાત્ કપૂરચંદના ધર્મપત્નીએ...

તે સમયે રાજસત્તાએ એકવાર અમૃત શેઠાણી સામે દાદાગીરી આરંભી હતી. પણ સમય-સંયોગના પાવરધા અમૃત શેઠાણીએ ત્યારે રાજસત્તાની શાન ઠેકાણે લાવી હતી, અને એ પણ રાજસત્તા સામે યુદ્ધના મેદાનમાં, યુદ્ધના મોરચે...

દાદાગીરી કરનારની સામે તેઓ કાળ બનીને ત્રાટક્યા હતા, તો પ્રેમથી વાત કરનાર સામે તેઓ હંમેશ 'અમૃત' જ રહ્યા હતા.