Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : DNA and health

Ravi Purti : DNA અને સ્વાસ્થ્ય 

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Ravi Purti : DNA અને સ્વાસ્થ્ય 

- આહાર, વિચાર અને પ્રાર્થના આપણાં જનીન તત્ત્વોના એક્સપ્રેશનને નિયંત્રણમાં રાખીને આપણને સ્વસ્થતા પ્રદાન કરે છે

App Store

આવો, આપણો ખોરાક, વિચારો, પ્રાર્થના કેવી રીતે DNA પર અસર કરે છે તે વિશે જોઈએ. 

અન્ન એવું મન અને વિચાર 'આહારસ્ય વિચારસ્ય' એટલે કે ખોરાકમાં રહેલ વિટામીન,મિનરલ્સ આપણા વિચારોને,આપણા મનને અને આપણા જનીન તત્વો ને પણ અસર કરે છે. જેને ‘Epigenetic effect' કહેવાય. એટલે કે જનીન તત્વોનું expression કામ ક્યારે કરવું ક્યારે ન કરવું તે માટેની On - Off switch તે epigenetic effect થી થાય છે. આ પ્રક્રિયા દ્વારા આપણા જનીન તત્ત્વોનું regulation થાય છે. દા.ત. ૧૯૪૪માં 1944માં Dutch Hunger  (નેધરલેન્ડમાં દુકાળ) થયેલો ત્યારે તે સમયગાળા દરમિયાન જે બાળકો જન્મ્યા તેમાં મેદસ્વીપણું વધારે જોવા મળ્યું, કારણ કે epigenetic effect થી જનીન તત્ત્વ જે આપણા મેટાબોલિઝમ ને regulate  કરે છે તેનું વધારે expression થયું. આ epigenetic effect એટલે જનીન તત્ત્વો આગળ 'મિથાઈલ (CpG)' ગ્રુપ વધારે બની ને મિથિલેશન વધારે, જેનાથી તે જનીન તત્ત્વની અસરને વધારે કે ઓછી કરે. જ્યારે આ મિથિલેશન (Methylation) વધારે થાય ત્યારે, જનીન તત્ત્વોના અક્ષરોમાં ફેરફાર થયા વગર જનીનની અસર બદલાય છે. ખાસ તો ન્યુરોલોજિકલ અને મેટાબોલિઝમને લગતાં જનીન તત્ત્વો પર મિથિલેશનની અસર વધારે જોવા મળે છે, જેથી ખાસ કરીને તણાવ, ડિપ્રેશન અને મેદસ્વીતા જોવા મળે છે. 

આજકાલ આપણે જોઈએ છીએ કે બધા જ રોગોમાં મેડિટેશન ઉપર ખૂબ જ ભાર આપવામાં આવે છે. તેના થકી આપણી શ્વસનપ્રક્રિયા દ્વારા શરીરના અંદરના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. સાથે સાથે તણાવ પ્રક્રિયા દ્વારા આપણા શરીરમાં વધી જતા એડ્રિનલ હોર્મોન્સને પણ નિયંત્રણ કરીને મગજના કોષોમાં સેરોટોનિન નામના અંત:સ્ત્રાવને વધારે છે, જેથી તણાવ, ડિપ્રેશન વિગેરેને નિયંત્રણ કરીને આપણી વિચારશક્તિને પ્રભાવિત કરે છે. વિપશ્યના, ધ્યાન, પ્રાર્થના, મંદિરનો ઘંટરાવ, તાળી પાડીને પ્રાર્થના કરવી આ બધાં જ કર્યો દ્વારા આપણા DNA માં થતી epigenetic effect દ્વારા જનીન તત્ત્વોનું expression નિયંત્રણ થાય છે, જેથી શરીર ના કોષોમાં આવેલા રંગસૂત્રો પરTelomereની લંબાઈ પણ વધારે છે. તે આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. તેથી જ અત્યારે

ગર્ભાવસ્થા દરમિયાન માતાના સ્વાસ્થ્ય (માનસિક અને શારીરિક) પર ખાસ ધ્યાન આપવાનું જણાવવામાં છે.સંશોધન દ્વારા જોવા મળ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતામાં મેદસ્વીતા,માનસિક તણાવ હોય તો તેના બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે તેમાં મેદસ્વીતા,ડાયાબિટીસ, અને સ્કિઝોફ્રેનિયા જેવા રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. જ્યારે જે માતા ગર્ભાવસ્થા દરમિયાન સાત્ત્વિક ખોરાક,સારું વાંચન,પ્રાર્થના કરે છે ત્યારે epigenetic effet  દ્વારા તે બાળક યુવાન થાય ત્યારે તેઓની વિચાર શક્તિ, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક મનોબળ ખૂબ જ સારું જોવા મળે છે.

ટૂંકમાં આપણો આહાર,વિચાર અને પ્રાર્થના આપણાં જનીન તત્ત્વોના expressionને નિયંત્રણમાં રાખીને આપણને સ્વસ્થતા પ્રદાન કરે છે. તેથી જ ડિઝાઈનર બેબી આઈવીએફ (IVF)નો જ્યારે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે બાળકને રંગરૂપ તો આપણે આપી શકીશું, પરંતુ માનસિક વિકાસ, બુદ્ધિમત્તા, સ્વાસ્થ્ય તો આપણે epigenetic પ્રક્રિયા દ્વારા જ આપી શકીશું.

-  ડૉ.જયેશ શેઠ