Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Dharmlok : You might also like the ideas I like

Dharmlok : મને ગમતા વિચારો તમને પણ ગમશે

Timeછેલ્લું અપડેટ : 22 May 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok : મને ગમતા વિચારો તમને પણ ગમશે

- લગ્ન,સગાઇ કે અન્ય સામાજિક પ્રસંગોમાં પોતાની શક્તિ મુજબ ખર્ચ કરવો.વાહવાહી મેળવવા ખોટો દેખાવ ન કરવો.

App Store

- દરેકે પોતાના હક્કનો,પોતાની કમાણીનો રોટલો ખાવો.સશક્ત વ્યક્તિએ આર્થિક ઉપાર્જન કરવું.કોઈના ઉપર બોજારૂપ ન બનવું.

- વાદ-વિવાદ ટાળવો.વાસ્તવવાદી બનવું.જે સમયે જે કર્તવ્ય આપણા ઉપર આવે તેને યોગ્ય ન્યાય આપવો.સતકર્મ એ જ ધર્મ છે.આળસમાં સમય ન બગાડવો.

- યુવાન દીકરા-દીકરીઓ વધારે સમજુ અને પાકટ છે.વધારે અભ્યાસુ છે.છતાં લગ્ન જેવા પવિત્ર અને મહત્ત્વનો નિર્ણય લેતી વખતે આપણાથી વધારે અનુભવી અને આપણાં પરમ હિતકારી માતા-પિતાનું ખૂલ્લા મનથી માર્ગદર્શન મેળવવું. તંદુરસ્ત ચર્ચા કરવી.વાસ્તવિકતાનો સ્વીકાર કરવો.

- દહેજ જેવા કુરિવાજોનો ત્યાગ કરવો.છોકરા-છોકરી કોઈ વસ્તુકે પદાર્થ નથી.માટે આવી સોદાબાજીથી દૂર રહેવું.

- દીકરા-દીકરીનું ભણતર જોવું.શોખ જોવા.સૌંદર્ય ભલે જુઓ પરંતુ સાથે સાથે એકબીજાના પૂરક થઈને રહી શકીએ તેવા તંદુરસ્ત વિચારોનો સ્વીકાર કરવો.

- જે ઇષ્ટદેવમાં,ધર્મમાં કે સંપ્રદાયમાં માનતા હોઈએ તે મુજબ ભક્તિ કરવી.સાધના કરવી.પૂજા-અર્ચના કરવી.પરંતુ કોઈ જડ વલણ ધ્યાનમાં આવે તો માનવીય મૂલ્યોનો સ્વીકાર કરવાનો આગ્રહ રાખવો.

- જે ઇષ્ટદેવમાં,ધર્મમાં કે સંપ્રદાયમાં માનતા હોઈએ તે મુજબ ભક્તિ કરવી.સાધના કરવી.પૂજા-અર્ચના કરવી.પરંતુ કોઈ જડ વલણ ધ્યાનમાં આવે તો માનવીય મૂલ્યોનો સ્વીકાર કરવાનો આગ્રહ રાખવો.

- શસ્ત્ર,શાસ્ત્ર કે શક્તિનો સમાજહિત માટે ઉપયોગ કરવો.

- રાષ્ટ્રહિતને સર્વોપરી માનવું.કારણકે આપણી જન્મભૂમિ છે. 

કર્મભૂમિ છે અને આપણું પોષણ કરતી ભૂમિ છે.તેના ઋણનો સ્વીકાર કરવો.

- પોતાના ઘર-પરિવારનાં દરેક સભ્યો સાથે સુમેળથી રહેવું.તેમના વિકાસમાં સહયોગી થવું.

- પોતે નિર્વ્યસની રહેવું.અન્યને પણ વ્યસનમુક્ત થવા પ્રેમથી સમજાવવા.

-  નાથાલાલ બ્રહ્મક્ષત્રિય