Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Confusion / gstv news

Sahiyar : મૂંઝવણ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar : મૂંઝવણ

- હું થોડા દિવસથી કોઈ બીજાના પ્રેમમાં પડી ગઈ છું. અમારી વચ્ચે ઘણી વાર શારીરિક સંબંધ પણ બંધાઈ ચૂક્યા છે. મને તેમના સાથ થી ખૂબ આનંદ પણ મળે છે.

App Store

* હું ૨૬ વર્ષની છું. લગ્નને દોઢ વર્ષ થયું. પરિવાર સંયુક્ત છે. આમ તો અમે એકબીજાની કાળજી રાખીએ છીએ, પરંતુ મોટી સમસ્યા લગ્નજીવન જીવવા બાબતે છે. સાસુ સસરા જુનવાણી વિચારોના છે, જેથી ઘરમાં એટલા પડદા છે કે ૯- ૧૦ દિવસમાં પતિ સાથે માત્ર હાહું માં પણ વાત થય તો પૂરતું છે. રાત્રે પણ અમે ખૂલીને સેક્સનો આનંદ નથી માણી શકતા. ક્યારેક-ક્યારેક મન ખૂબ બેચેન થઈ જાય છે. અમે બીજી જગ્યાએ ઘર પણ નથી લઈ શકતા. જણાવો કે હું શું કરું?

એક પત્ની (જામનગર)

* સેક્સ સંબંધ જીવનનો અભિન્ન ભાગ છે. સ્વસ્થ અને ઉત્સાહિત સેક્સ લાઈફ સંબંધને મજબૂત બનાવે છે. જીવનને ખુશીથી ભરી દે છે. સંયુક્ત પરિવારમાં જાણીજોઈને મહિલાઓને દબાવવા માટે તેમને તેમના પતિથી દૂર કરવામાં આવે છે અને તે પતિ સાથે ખૂલીને સેક્સ નથી કરી શકતી. આ સમસ્યા માટે તમારે તમારા પતિ સાથે વાત કરવી પડશે. માત્ર તમે જ નહીં, પરંતુ તમારા પતિ પણ તમારો સાથ ઈચ્છતા હશે. તેથી ઉત્તમ એ રહેશે કે આ સમસ્યાના ઉકેલ માટે ક્યારેક-ક્યારેક કોઈ સંબંધી અથવા પિયર જવાના બહાને પતિ સાથે બહાર ફરવા જાઓ. પારિવારિક સંબંધને પણ સહન કરવા પડે છે. તેનો કોઈ ઉપાય નથી.

* હું ૩૮ વર્ષની નોકરિયાત યુવતી છું. ઘરની પરિસ્થિતિ એવી હતી કે હું લગ્ન ન કરી શકી. જોકે આ વાતની જવાબદાર પણ હું પોતાને માનું છું. માતાપિતા જ્યાં સુધી હતા ત્યાં સુધી સહારો હતો. હવે ભાઈ ભાભી પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત છે ત્યારે ઘણી વાર એકલતાનો અનુભવ થાય છે. શું લગ્ન કરી લેવાથી મારી એકલતા દૂર થશે અને મારી જિંદગી જીવવાનો હેતુ મળશે? મારાથી ૫ વર્ષ નાનો એક છોકરો મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે, પરંતુ હું વિચારું છું કે કોણ જાણે પરિવાર અને સમાજ શું વિચારશે? જણાવો હું શું કરું?

એક યુવતી (અમદાવાદ)

* સતત બદલાતી દુનિયામાં ઘણી વાર એકલતા અનુભવાય છે. જોકે તમારી પાસે તેના કારણ પણ છે. માતાપિતાના મૃત્યુ પછી સ્વાભાવિક તમે દુખપીડા કદાચ કોઈની સાથે વહેંચતા હશો. ઘણી બધી એવી વાતો હોય છે, જેને તમે કોઈની પણ સાથે પછી તે મિત્ર હોય કે સંબંધી ખૂલીને કહી નથી શકતા. જોકે એકલતા દૂર કરવાના અનેક સાધન છે, પરંતુ તમે લગ્ન કરવા ઉત્સુક છો તો સમાજ અને સગાંસંબંધીની ચિંતા કર્યા વિના લગ્ન કરી શકો છો. તમારાથી પાંચ વર્ષ નાનો છોકરો તમારી સાથે લગ્ન કરવા માટે ઈચ્છુક છે તો પછી સમય ગુમાવ્યા વિના લગ્નની હા કરી દો. આમ કરવાથી ન માત્ર તમારી એકલતા દૂર થશે, તમને જીવવાનો હેતુ પણ મળશે. છોકરો એટલો પણ નાનો નથી કે તમારી જોડી મેળ વગરની લાગે. સમાજમાં એવા ઘણા ઉદાહરણ છે, જે ઉંમરમાં વધારે અંતર ધરાવતા હોવા છતાં એક સારું અને ખુશહાલ જીવન જીવે છે. જો બાદમાં કોઈ મુશ્કેલી આવે તો જોયું જશે. આ જોખમ તે છોકરો લઈ રહ્યો છે, તમે નહીં.

* હું ૨૮ વર્ષની મહિલા છું. હું અને મારા પતિ એકબીજાની ખૂબ કાળજી લઈએ છીએ, પરંતુ હું થોડા દિવસથી કોઈ બીજાના પ્રેમમાં પડી ગઈ છું. અમારી વચ્ચે ઘણી વાર શારીરિક સંબંધ પણ બંધાઈ ચૂક્યા છે. મને તેમના સાથ થી ખૂબ આનંદ પણ મળે છે. હવે હું પતિ સાથે આ પ્રેમીને પણ ગુમાવવા ઈચ્છતી નથી. જણાવો કે આ સ્થિતિમાં હું શું કરું?

એક યુવતી (સૂરત)

* તમારા વિશે એ જ કહી શકાય કે બીજાના બગીચાનું ફૂલ તમને સારું લાગે છે. જ્યારે આપણે પોતાના બગીચાના ફૂલ પર ઘ્યાન નથી આપતા. તમારા માટે સારું એ જ રહેશે કે તમારે પોતાના બગીચાના ફૂલ સુધી સીમિત રહેવું જોઈએ. પછી હકીકત એ પણ છે કે જો પતિ ઉત્તમ પ્રેમી સાબિત થઈ શકતા ન હોય તો પ્રેમી પણ પતિની હયાતીમાં બીજો પતિ નથી બની શકતો. આમ પણ લગ્નેત્તર સંબંધ આગ સાથે રમત રમવા સમાન હોય છે, જે ગમે ત્યારે તમારા દાંપત્ય જીવનને સળગાવી શકે છે. 

આ સ્થિતિમાં સારું તો એ રહેશે કે આગ સાથે રમવાનું બંધ કરી દો અને તમારા આ સંબંધને શક્ય એટલો વહેલો તોડી નાખો. તમારા સાથી સાથે વફાદાર રહો. તમે તમારી ખુશી પતિ સાથે વહેંચશો તો તમારું લગ્નજીવન વધારે મજબૂત બનશે.

- અનિતા

ટોપિક્સ:Sahiyarmagazinegstv newsConfusion