Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Chandni Bhabra, who became famous for her mimicry of Alia Bhatt, makes her Bollywood debut.

Chitralok : આલિયા ભટ્ટની મિમીક્રીથી ફેમસ થયેલી ચાંદનીનું બોલિવુડ ડેબ્યુ, કરણ જોહરે પહેલા રિજેક્ટ કરી અને પછી આપી મોટી ફિલ્મ!

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : આલિયા ભટ્ટની મિમીક્રીથી ફેમસ થયેલી ચાંદનીનું બોલિવુડ ડેબ્યુ, કરણ જોહરે પહેલા રિજેક્ટ કરી અને પછી આપી મોટી ફિલ્મ!
સોર્સ : gstv

બોલિવુડને મિમીક્રી આર્ટિસ્ટોમાંથી સારા એક્ટર્સ અને સુરીલા સિંગર્સ મળ્યા છે. જોની લિવર, દિનેશ હિંગુ અને સુદેશ ભોસલેના દાખલા જાણીતા છે. લેટેસ્ટ ઉદાહરણ ચાંદની ભાબડાનું આપી શકાય. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ 'તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી' થી એક્ટર તરીકે ડેબ્યુ કરનાર ચાંદની એક ગલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. એ મિમીક્રી આર્ટિસ્ટ ઉપરાંત વિડિયો જોકી, હોસ્ટ, વોઈસ ઓવર આર્ટિસ્ટ, ડાન્સર અને ડિજિટલ ક્રિયેટર છે. ચાંદની આલિયા ભટ્ટ અને દયાબેનની આબેહુબ મિમીક્રી કરીને લાઈમલાઈટમાં આવી હતી.

App Store

એક મીડિયા ઇન્ટરવ્યુમાં ચાંદનીને પહેલા જ પ્રશ્નમાં પૂછાયું, 'મેડમ, તમે ડિજિટલ ફિલ્ડમાંથી આવો છો. એ જોતા સિનેમાના મોટા સ્ક્રીન માટે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો?' ભાબડા જોખીજોખીને એનો જવાબ આપે છે, 'સર, ડિજિટલ પ્લેટફોર્મસમાં એક પ્રકારની ઉતાવળ (અર્જન્સી) હોય છે, તમારે એમાં ઝડપથી પ્રતિક્રિયા આપવી પડે છે અને તમારી અભિવ્યક્તિ પણ થોડી ઊંચાઈ પર હોવી જરૂરી છે. જ્યારે સિનેમા એક સાવ જુદી ફિકવન્સી પર ચાલે છે. એ એક્ટર પાસે એક પ્રકારની સ્થિરતા, કન્ટ્રોલ અને ઇમોશનલ ચોકસાઈ માગી લે છે. હું એક વાત શીખી કે મૌન સંવાદો જેટલું જ તાકતવર બની શકે છે. કેમેરા તમારી એવી લાગણીઓ ઝડપી લે છે જે તમારે બોલીને બતાવવાની જરૂર નથી પડતી. આ બદલાવ પડકારજનક હતો.' 

બીજા સવાલમાં ચાંદનીને એવી પૃચ્છા થવી સ્વાભાવિક હતી કે 'તમને કરણ જોહર જેવા ટોપના પ્રોડયુસરની ફિલ્મ કઈ રીતે મળી?' નવોદિત અભિનેત્રી પ્રામાણિક ઉત્તર આપતા કહે છે, 'મારે 'તૂ મેરી, મૈં તેરા...'  માટે બીજી આર્ટિસ્ટોની જેમ જ ઓડિશન પ્રોસેસમાંથી પસાર થવું પડયું હતું. બીજું, બહુ ઓછા લોકો જાણે છે કે હું શરૂમાં રિજેક્ટ થઈ હતી અને મેં એ ભૂલીને આગળ વધવાની માનસિક તૈયારી કરી લીધી હતી. અંતે મને ફિલ્મ ઓફર થઈ ત્યારે એ સ્વીકારવાળા મારી પાસે બે કારણો હતા. એક તો એ કે જિયાના પાત્રમાં સચ્ચાઈ હતી અને બીજું, એ ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ હતી. મેં વરસોથી જે વિચાર્યું હતું એ હવે સાકાર થવા જઈ રહ્યું હતું, એટલે હું જાણતી હતી કે મારે મારા પરફોર્મન્સમાં મારી પાસે જે છે એ બધુ જ આપવું પડશે.

સમાપનમાં ચાંદનીને બહુ સામાન્ય સવાલ પૂછાયો, તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માહોલમાં નવા છો એટલે તમારો કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને જેકી શ્રોફ જેવા સિનીયર્સ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? શો બિઝનેસની નીતિરીતિથી વાકેફ બનેલી એકટ્રેસ એનો પોલિટિકલી કરેક્ટ જવાબ આપે છે, 'મારા માટે એ સરપ્રાઈઝિંગલી એકદમ સુખદ અનુભવ બની રહ્યો. તમે નવા-સવા હો ત્યારે તમારી આસપાસના લોકો પાસેથી સતત ઉર્જા મેળવતા રહો છો અને મને તો સેટ પર દરેક વ્યક્તિનો ઉષ્માભર્યો આવકાર મળ્યો. કાર્તિકના પરફોર્મન્સમાં તમને અતુલનીય ફોકસ અને શિસ્ત વર્તાય. એના વ્યવહારમાં ઘણી ઉષ્મા અને આત્મીયતા જોવા મળે. એ એવી કમેંટ્સ કરીને અવારનવાર મને પ્રોત્સાહિત કરતો કે યે સીન મસ્ત કિયા તુને. જ્યારે અનન્યા તો હું તેની કોઈ પરિચિત કે ફ્રેન્ડ હોઉં એવી સહજતાથી વર્તતી. એને લીધે માહોલ હળવોફુલ લાગતો. જેકી સરની તો શું વાત કરું! એમની વિનમ્રતા જોઈને જ આપણે એમાંથી ઘણું બધુ શીખી શકીએ.'

વાત તો સાચી...