Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Before planning a honeymoon after a new marriage, consider these important things

Sahiyar : નવા લગ્ન બાદ હનિમૂન પ્લાન કરતા પહેલા આ મહત્વની બાબતો જરૂર વિચારો

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : નવા લગ્ન બાદ હનિમૂન પ્લાન કરતા પહેલા આ મહત્વની બાબતો જરૂર વિચારો
સોર્સ : gstv

લગ્ન  અંગે દરેક વ્યક્તિની  કલ્પના વિચાર, મંતવ્યો, સ્વપ્ન અલગ અલગ હોય છે.  લગ્ન નક્કી થતાં જ લગ્ન ઈચ્છુકો પોતપોતાના  સ્વપ્નની દુનિયામાં  ખોવાઈ  જાય  છે અને તેમને બધાને બધું જ સ્વપ્નિલ અને રંગીન  લાગવા માંડે  છે.  લગ્ન ઉપરાંત કપલને સૌથી વધુ ઉત્સાહિત કરે  છે તે  છે હનિમૂન!

App Store

હવે  તો લગ્ન પછી   હનિમૂન પર જવું એક ટ્રેન્ડ  બની ગયો છે. અગાઉ, આ બાબતને વિદેશી કલ્ચર  મનાતું,  પણ હવે તો ભારતમાં   દરેક વર્ગમાં આ એક જરૂરી  પ્રણાલિ બની ગઈ  છે.  એ માટે ચોક્કસપણે   પ્લાનિંગ થાય  છે અને પોતાના  બજેટ  અને શોખ મુજબ લોકેશન્સની  પણ પસંદગી   કરવામાં આવે છે તો શું હનીમૂન એટલું જરૂરી બની ગયું છે?  આખરે,  શા માટે જરૂરી હોય  છે લગ્ન પછી  હનિમૂન પર જવાનું? અહીં તેની રસપ્રદ  જાણકારી  આપવામાં આવી છે. 

 લગ્નની વિધિ- રિવાજો  ખૂબ થકવી નાખનારી  હોય છે. અને લગ્નની  પૂરી પ્રક્રિયામાં  એક અલગ  પ્રકારનો તણાવ પણ હોય  છે,  જેને લીધે  કપલ માટે  હનિમૂનનો ખ્યાલ જ રિફ્રેશ કરી દે છે.

- લગ્નમાં સંબંધીઓની  ભીડભાડ  વચ્ચે  કપલને  એકબીજા માટે સમય જ નથી મળતો. આવી પરિસ્થિતિમાં હનિમૂન  તેમને પર્સનલ સ્પેસ આપે  છે.

- હનિમૂન  દરમિયાન  બંને એકબીજાનેપૂરેપૂરો  સમય આપે  છે અને  તેમને એકબીજાની  નિકટ આવવાનો મોકો પણ મળે છે.

- નવી  જગ્યા  પોતાના પાર્ટનર સાથે  એકલામાં  સમય ગુજારવામાં, ફરવામાં  તેમને  રિફ્રેશ  કરી  દે છે.

- આજકાલ  તો લોકો હનિમૂન માટે વિદેશ પ્રવાસ પણ કરે  છે. અને ખાસ નવા લગ્ન   કરેલા યુવાન-યુવતીઓ માટે ટ્રાવેલ  એજન્સીઝ હનિમૂન સ્પેશિયલ  પેકેજ પણ આપે  છે.  તે ચોક્કસપણે  ખાસ  સ્પેશિયલ  હોય છે.

- કપલ એક  ચોક્કસ  સમય પછી  પોતાની જવાબદારીમાં વ્યસ્ત થઈ  જાય છે.  આથી  હનિમૂનમાં મળેલી  બ્રેક   રોમાન્ટિક  પળો  નવોદિતો  માટે યાદગાર  બની  જાય છે. 

- આ કપલનું  પહેલું  વેકેશન  હોય  છે, આથી એક રીતે આ  તેમના માટે સ્પેશિયલ  હોય  છે. 

- એકલામાં  તેમને ડિસ્ટર્બ  કરનારું  પણ કોઈ  હોતું નથી.  તેઓ આ પળ ખુલ્લી  રીતે માણવાની  મઝા લઈ  શકે  છે.

- મનગમતા   વસ્ત્રો પહેરવાં, મનગમતું  ભોજન   લેવું, જ્યારે મન થાય ત્યારે સુવુ અને જાગવું, જ્યારે મન થાય ત્યારે  ફરવા  જવું,  કોઈ ટોકટોક નહીં અને કોઈ પ્રકારનો  અવરોધ સુધ્ધાં નહીં. સ્વાભાવિક છે નવોદિત પરણેલા  માટે આનાથી  વિશેષ  શું  જોઈએ?

- આજ  રીતે આજકાલ એક એવો ટ્રેન્ડ  પણ જોર પકડી રહ્યો  છે અને એ છે, લગ્ન પછી તરત જ હનિમૂન પર  નહીં જતાં  થોડા સમય પછી  હનિમૂન પર  જવું. આની પાછળ  એ જ કલ્પના હોય  છે કે લગ્ન પછી  બંને  વચ્ચે એક પ્રકારના શરમ અને સંકોચ   પ્રવર્તે  છે, આથી પહેલા કેટલાક સમય  ઘરે જ પરિવારના  લોકો સાથે રહીને  કમ્ફર્ટેબલ  રહેવા માગે  છે. જેથી કરીને હનિમૂન વેળા  તેમનું  બોન્ડ વધુ   સારું-ગાઢ બને છે અને તેઓ  આ સમયગાળાને વધુ સારી રીતે  એન્જોય   કરી શકે.

- આ ઉપરાંત  લગ્નમાં  ઘણો ખર્ચ થયો  હોય છે,  તો નાણાંકીય  રીતે પણ કપલ નબળા પડી જાય છે.  એવામાં હનિમૂનનો  ખર્ચ બોજ વધારી  શકે  છે. આથી,  લોકો વિચારે છે કે  પહેલા પૈસા  જમા કરી લઈએ, જેથી કરીને  હનિમૂનને સારી રીતે  એન્જોય કરી શકાય.

- લગ્ન માટે રજાનો પણ ઘણો વપરાશ થયો હોય છે.  આથી  હનિમૂન  માટે ઓછો  સમય મળે  છે.  આથી લોકો વિચારે  છે કે ઉતાવળમાં  કંઈક કરવું તેને બદલે રજા પણ મળી શકે અને નાણાંની પણ કમી ન હોય, જેથી તેઓ  પોતાનું હનિમૂન એકદમ  ખાસ બનાવી શકે.

કેટલું  જરૂરી  છે હનિમૂન અને તેનો બીજો વિકલ્પ શો?

કેટલાંક  લોકોનું એવું માનવું છે કે હનિમૂન પર જવું એટલું જરૂરી  નથી જેટલું  લોકો વિચારે છે લવ-મેરેજ હોય તો એમેય કપલ પહેલા જ ઘણી   ફરી ચૂક્યો  હોય ચે. અને એરેન્જ- મેરેજમાં બંને  વચ્ચે સંકોચની દીવાલ હોય છે,  આથી હનિમૂન પર  લગ્ન પછીતરત જવાને બદલે  કપલ કેટલાંક દિવસો  રજા લઈને ઘર પર જ એકબીજાની સાથે સમય વિતાવી  શકે.

- પરિવાર  વચ્ચે  રહેવાની  એક અલગ મજા  અને બધાની નજરથી  બચી   રોમાન્સ  કરવો વધુ રોમાંચક  કરી  દે છે.

- કપલ આ સમયગાળા  દરમિયાન આસપાસમાં  ફરી  શકે  છે. ડિનર  ડેટ્સ  પર જઈ શકે  છે.  મુવીઝ એન્જોય  કરી  શકે  છે અને આ રીતે   એકબીજાને  સમજી પણ  શકે  છે.

- એકબીજાની  પસંદ-નાપસંદ જાણવાનો  પણ આ એક સોનેરી  તક છે.  કેમ કે  હનિમૂન પર તો કપલ રોમાન્સમાં જ ડૂબેલું  હોય છે. અને બાકીનો સમય હરવા-ફરવામાં પૂરો થઈ જાય છે.  આથી આ  સમય દરમિયાન  એકબીજાને  નિકટતાથી  સમજવા ભણી ધ્યાન જ નતી થતું, જેથી  એકબીજા વધુ કમ્ફર્ટેબલ  બની શકે.

- બાકી તો આ એક  પર્સનલ ચોઈસ હોય  છે. તમે તમારા બજેટ  અને સુવિધાને ધ્યાનમાં  રાખીને  ક્યારેય હનિમૂન પ્લાન કરી શકો  છો અને પોતાની લાઈફને  રિફ્રેશ  મોડ પર લાવી શકો છો.