Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Ayesha Khan receives threats every day, the actress said that, "I have to think first before posting"

Chitralok: TV TALK/ આયેશા ખાનને રોજ મળે છે ધમકી, એક્ટ્રેસે કહ્યું, "મારે પોસ્ટ મુકતા, પહેલા વિચાર કરવો પડે છે"

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: TV TALK/ આયેશા ખાનને રોજ મળે છે ધમકી, એક્ટ્રેસે કહ્યું, "મારે પોસ્ટ મુકતા, પહેલા વિચાર કરવો પડે છે"
સોર્સ : GSTV

સેલિબ્રિટીઝ અને ખાસ કરીને એકટ્રેસોને લગભગ રોજ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. ક્યારેક ટ્રોલ્સ હદ વટાવી જઈ અશ્લીલ કોમેંટ્સ કરતા પણ અચકાતા નથી. 'ધુરંધર'માં એક આઈટમ સોંગ કરીને લાઈમલાઈટમાં આવેલી આયેશા ખાને તાજેતરમાં એક મહિલા પત્રકારને કહ્યું છે કે મને ઇન્સ્ટાગ્રામ પર લગભગ રોજ રેપની ધમકી મળે છે. ઓનલાઈન ટ્રોલિંગનો પોતાનો જાત અનુભવ શેર કરતા આયેશા કહે છે, 'લગભગ રોજ ઇન્સ્ટાગ્રામ પર મારી બોડી વિશે સેક્સી કમેંટ્સ મુકાય છે. હું નોર્મલ ટોપ પહેરું તો પણ લોકોને એની સામે વાંધો પડે છે. સ્કર્ટ પહેરુ તોય લોકોને પ્રોબ્લેમ છે. એટલે મારે ઇન્સ્ટાગ્રામ પર મારા ફોટા સાથે પોસ્ટ મુકતા, પહેલા વિચાર કરવો પડે છે.' શું તમને આ પ્રકારના ટ્રોલિંગની કોઈ અસર થાય છે ખરી એવી જર્નાલિસ્ટની પૃચ્છાના જવાબમાં ખાન કહે છે, 'હા, બિલકુલ ૧૦૦ ટકા થાય છે. મારે કાંઈ પણ પહેરતા કે પોસ્ટ કરતા પહેલા ખાસ્સુ વિચારવું પડે છે. એટલા માટે કે કોઈ મારા વિશે અભદ્ર ટીપ્પણ કરશે એવો ડર મનમાં રહે છે. એ બહુ દુખદ છે.' એની વાતો સાંભળી એને પૂછાય છે કે શું તમને ઓનલાઈન બળાત્કારની ધમકીઓ મલે છે ખરી? જવાબમાં જરાય સંકોચ રાખ્યા વિના આયેશા કબુલે છે, 'હા, લગભગ રોજ. હું અત્યારે પણ તમને મારો મોબાઈલ ચાલુ કરી એ બતાવી શકું છું. એ નોર્મલ નિત્યક્રમ બની ગયો છે. આની ધમકી આપનાર કોણ છે અને તેઓ શા માટે આવું કરે છે એ જાણવાનો કોઈ પ્રયાસ નથી થતો. મને લાગે છે કે આવા દુષ્કૃતોને ડામવા કડક કાયદા ઘડવા જોઈએ.'

App Store

ગૌરવ કપૂર-કૃતિકાનાં લગ્ન : બાન્દ્રાના ઘરનું મેકઓવર

ગૌરવ કપૂર અને કૃતિકા કામરા ગણતરીના દિવસોમાં લગ્નના બંધનથી બંધાવાના છે. અત્યારે તો ગૌરવ કપૂર તેના બાન્દ્રા સ્થિત નિવાસસ્તાનને દુલ્હન કૃતિકા કામરાના સ્વાગત માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બંનેના લગ્ન પહેલા આ ઘરનું સંપૂર્ણ નવીનીકરણ પૂરું કરવામાં આવશે. આ કપલના નજીકના વર્તુળોએ જણાવ્યું છે કે નવીનીકરણનું કામ ફેબુ્રઆરીની શરૂઆતથી હાથ ધરવામાં આવ્યું છે અને કૃતિકા તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યું છે. ડેકોર થિમ પરંપરાગત અને મધ્ય સદીના આધુનિક તત્ત્વોને મિશ્રિત કરે છે જેમાં પુષ્કળ છોડ, કુદરતી પ્રકાશ અને અત્યંત હવાદાર ઉષ્ણ સૌંદર્યશાસ્ત્રનો સમાવેશ થાય છે તેઓ એક સ્વાગત સ્થળ ઇચ્છે છે જ્યાં તેઓ પરિવાર અને મિત્રોને સમારોહમાં આમંત્રિત કરી શકે. આ બંનેએ તેમના સંબંધોની ૨૦૨૫માં જાહેરાત કરી. તેઓ ૧૧ માર્ચે મુંબઈમાં લગ્ન કરશે અને આ પછી ૧૨ માર્ચે પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરશે.

મોના સિંહ : સમાજ પુરુષપ્રધાન એટલે મહિલાને આઉટસાઈડર જેવો અનુભવ!

મોના સિંહ અત્યારે અત્યંત સુંદર સમયમાંથી પસાર થઈ રહી છે. તેના છેલ્લાં બે મહિનામાં ત્રણ પ્રોજેક્ટ રિલિઝ થયાની તૈયારીમાં છે, જેમાં 'હેપ્પી પટેલ : ખતરનાક જાસૂસ', 'બોર્ડર-૨' અને 'કોહરા સિઝન-૨'નો સમાવેશ થાય છે.

'કોહરા-૨'માં ૪૪ વર્ષીય મોના સિંહ એક સબ-ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી રહી છે, જેમાં તે જાતિગત શક્તિ માળખા અને સ્થાપિત પિતૃસત્તાની શોધ કરે છે. મોના માને છે કે થિમ્સ વાસ્તવિકતાથી દૂર નથી જેમાં મનોરંજન ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે.

આ સંદર્ભે મોના કહે છે, 'આ ઉદ્યોગમાં ભાઈચારા-પ્રણય ચાલી રહ્યો છે. જ્યાં સ્ત્રીને ઘણીવાર બહારની વ્યક્તિ (આઉટસાઇડર) જેવી લાગણી કરાવવામાં આવે છે.' આ સાથે જ મોના ઉમેરે છે કે આવી ગતિશીલતા દરેક વ્યવસાયમાં જોવા મળે છે. હું જોઉં છું કે દરેક ક્ષેત્રમાં તે દરેક સ્થળે સ્પષ્ટપણે જણાઈ આવે છે. પુરુષ-ડ્રાઈવરો હોય કે જ્યાં બોસ સ્ત્રી હોય ત્યાં અહંકાર અનુભવે છે. હું જોઉં છું કે ઘરે, જ્યારે રસોઈયા આવે છે ત્યારે તેઓ ઇચ્છે છે કે પુરુષ નક્કી કરે કે શી રસોઈ બનાવવાની છે અને આવું તો સામાન્ય રીતે બને જ છે અને તે પણ ઘરની સ્ત્રીને કશું પૂછવાને બદલે, એમ મોના ઉમેરે છે. મોના સિંહ આગળ કહે છે, 'ઘણા ઘરોમાં મહિલાઓને નિર્ણય લેવા માટે પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી. પુરુષો જ નિર્ણય કરે છે. તેઓ ક્યારેક સ્ત્રીઓ માટે પણ નિર્ણય લે છે અને તે પણ તેમના (સ્ત્રીઓના) જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય હોય છે. આ સંદર્ભે તેમને ક્યારેય પૂછવામાં પણ નથી આવતું. તેથી અમે અમારા શોમાં પણ તે જ બતાવી રહ્યા છે. બધુ એટલું વાસ્તવિક અને પ્રાકૃતિક સ્વરુપનું હોય છે કે જે તમને તરત સ્પર્શી જાય.'

પોલીસ-પ્રધાન વ્યવસ્થામાં પોલીસ-અધિકારીનું ચિત્રણ કરતી વખતે મોના કહે છે, 'મહિલા-પોલીસ અધિકારી હોવાને કારણે પોતાને સાબિત કરવાની, પોતાની ક્ષમતા સાબિત કરવાની સતત જરૂર રહે છે. સ્ત્રીઓની શારીરિક ક્ષમતાનું આ રીતે ઓછું આકલન કરવામાં આવે છે,' એમ મોના સિંહે જણાવ્યું હતું.