Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Aneet Padda said, "We were running away to save our lives...!"

Chitralok: અનીત પડડાએ કહ્યું અમે તો જીવ બચાવવા ભાગી રહ્યાં હતાં....!

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: અનીત પડડાએ કહ્યું અમે તો જીવ બચાવવા ભાગી રહ્યાં હતાં....!
સોર્સ : GSTV

- 'બીચ પર તો અમારે ખૂબ દોડવું પડયું હતું. હું ઠોકર  ખાઈને ગબડી પડી ગઈ હતી. ગરમી તો તીવ્ર હતી જ.  અહાને મને  ઉપાડી લીધી અને અમે આગળ વધ્યાં...' 

App Store

અભિનેત્રી અનીત પડડાની  ફિલ્મ  'સૈયારા'ને લોકો હજુ પણ યાદ કરે છે. પેલી રડતાકકડતા જુવાનિયાઓની રીલ્સ પણ લોકો ભૂલ્યા નથી. સૌ આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા છે ત્યારે અમૃતસરમાં ઉછરેલી   આ અભિનેત્રી આ ફિલ્મના શૂટિંગના કેટલાક પ્રસંગો યાદ કરે છે. એ કહે છે, ' શૂટિંગની  મારી  પ્રિય સ્મૃતિની વાત કરું તો  તે એક છે. તે છે બરફની ચાદર! મેં પહેલીવાર મનાલીમાં બરફ પથરાયેલો જોયોહતો. બરફાચ્છાદિત દ્રશ્યો નિહાળી હું ખૂબ ઉત્સાહિત  બની હતી.  આ સાથે જ અહાન પાંડે  સાથે 'તું  હો તો ....' ગીતનું  શૂટીંગ કરતી વખતે  ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો...'

આ અનુભવની વાત કરતાં  અનીત પડડા કહે છે, 'અમે એક જગ્યાએ ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યાં રેતી એટલી  ગરમ હતી  કે અમારા પગ દાઝતા હતા.  રેતી પર  ક્રુના સભ્યો  ભલે ઠંડુ પાણી રેડતા  હતા,  પણ થોડી જ સેકન્ડમાં   એ સુકાઈ  જતું હતું.   

આટલું  જ નહીં,  ડ્રોન -  શોર્ટ  દરમિયાન  તો પરિસ્થિતિ  વધુ ખરાબ થઈ ગઈ. બીચ પર તો અમારે ખૂબ દોડવું પડયું હતું. હું ઠોકર  ખાઈને ગબડી પડી ગઈ હતી. ગરમી તો તીવ્ર હતી જ.  અહાને મને  ઉપાડી લીધી અને અમે આગળ વધ્યાં...' 

આટલું યાદ  કરીને  અભિનેત્રી  હસતાં હસતાં કહે છે, 'હું  મજાકમાં કહું છું કે  ભલે શોટમાં  અમે ખુશીથી  દોડી રહ્યાં હોય એવું લાગે, પણ અમે  ખરેખર  તો અમારો જીવ  બચાવવા  દોડી રહ્યાં હતાં.' મોહિત  સૂરી દિગ્દર્શિત   અને યશરાજ   ફિલ્મ્સ નિર્મિત 'સૈયારા'  તેની  ભાવનાત્મક  પટકથા,  આકર્ષક  અભિનય  અને યોગ્ય  સાઉન્ડ ટ્રેકને  કારણે  તરત જ  દર્શકોની સૌથી  મનગમતી  ફિલ્મ બની ગઈ.  જોકે અનીતનો  અનુભવ   તો ખરેખર  આશ્ચર્યમાં   ડૂબાડે તેવો છે.

ખરેખર, આપણને જે સ્ક્રીન પર દેખાતું હોય છે એના કરતાં સ્ક્રીન પાછળ બનેલી ઘટનાઓ સાવ અલગ જ હોય છે!